તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Coronavirus Can Lead To Depression Due To Routine Breakdowns And Stress Caused By Children At Home, Learn Ways To Avoid This

ડિપ્રેશન:કોરોના વાઇરસમાં રૂટિન બગડવાથી અને ઘરમાં બાળકોના કારણે લાગતો તણાવ ડિપ્રેશન લાવી શકે છે, આનાથી બચવાના ઉપાયો જાણો

સેન્ડી વિલારિયલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઇરસમાં હેલ્થ સંબંધિત નાની-નાની બાબતોને અવગણવી સારી નથી, તે તમારો તણાવ વધારી શકે છે
  • નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકો પર વિશ્વાસ રાખો, તમારા જૂનાં રૂટીન પર પાછા ફરવાનો પ્રયત્ન કરો અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો

કોરોના વાઈરસ મહામારીને લીધે સ્કૂલો અને કોલેજ બંધ હોવાથી બાળકો ઘરે રહેવા પર મજબૂર છે. દુનિયામાં કોરોના પ્રભાવિત દેશોમાં ક્યાય પણ સ્કૂલો ખૂલી નથી. તેવામાં બાળકોની સારસંભાળ કરવી પેરેન્ટ્સ માટે એક પડકાર બન્યો છે. પેરેન્ટ્સ બાળકો અને તેમના બગડેલાં રૂટિનને લીધે તણાવ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેની અવગણના કરવામાં આવે તો આ પ્રકારની સાધારણ સમસ્યા ક્યારેક ડિપ્રેશનનું પણ કારણ બની શકે છે.

જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થ પ્રોફેસર લીના વેન જણાવે છે કે, પોતાના સ્તરે આપણા માટે શારીરિક અને માનસિક સમસ્યા અલગ કરવી મુશ્કેલ હોય છે. અર્થાત આપણે એ નથી સમજી શકતા કે આ સમસ્યા શારીરિક છે કે માનસિક. આ પ્રકારનો તણાવ અને માથાનો દુખાવો ડિપ્રેશનના લક્ષણો હોઈ શકે છે. પાણી માથા પરથી વહેતું થાય તેના પહેલાં પાળ બાંધીએ તેમ કોઈ પણ વિલંબ વગર ડૉક્ટર્સની સલાહ લેવી જોઈએ.

પેરેન્ટ્સે તેમના વિચારો બદલવા જરૂરી છે
કૈસેર ફેમિલી ફાઉન્ડેશન ટ્રેકિંગ પોલના જણાવ્યા અનુસાર, આશરે 600 અમેરિકન પેરેન્ટ્સે જણાવ્યું કે કે તેમણે કોરોનાકાળમાં તેમની દવાઓ લેવાનું બંધ કર્યું છે અથવા તો તે સમયસર નથી લઈ રહ્યા.

વલાપરેસો યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર અમાન્દા જિલ્હોસકીના જણાવ્યા પ્રમાણે, લોકોમાં આ સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે ઘણી મુશ્કેલી થાય છે. તઓ એમ વિચારે છે કે આટલી નાની સમસ્યા માટે ડૉક્ટર પાસે જવું યોગ્ય નહિ રહે. આ બેદરકારી ભારે પડી શકે છે. ડૉ. જિલ્હોસકી જણાવે છે કે, કોરોનાવાઈરસ નાબૂદ નથી થઈ રહ્યો ત્યારે આપણે આપણા વિચારોને બદલવાની જરૂર છે. આવી સમસ્યાઓની અવગણના કરવાને બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ.

પોતાના રૂટિન પર પાછા ફરવું પડશે
ડો. જિલ્હોસ્કીના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસને કારણે આપણું રૂટિન અચાનક અને સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જેની અસર આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડી છે. આ કારણોસર આપણે ઇચ્છીએ તો પણ નોર્મલ અનુભવી શકતા નથી. હવે આપણે આપણા સામાન્ય રૂટીનમાં પાછા આવવું જોઈએ અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ઇન્ડિયનપોલિસની રાઇટર એરિકા એન્ડર્સન બે બાળકોની માતા છે. એકની ઉંમર બે વર્ષની છે અને બીજી ચાર વર્ષની છે. કોરોના વાઇરસના કારણે તેમનું રૂટિન બદલાઈ ગયું, બાળકો સાથે પણ તેમનો વ્યવહાર બદલાઈ ગયો. એરિકા એન્ડર્સન કહે છે કે, હું આ પરિવર્તનને લઈને ખૂબ જ નારાજ છું, ડોકટર્સે મને કહ્યું કે જો હું મારો તણાવ ઓછો નહીં કરું તો હું ડિપ્રેશનમાં જતી રહીશ. હવે હું બિલકુલ વિચારી નથી રહી. બસ મારા જૂનાં રૂટીનને અનુસરવાનો પ્રયાસ કરી રહી છું.

બાળકો પર ભરોસો રાખતા શીખો
ડો. જિલ્હોસ્કીના જણાવ્યા મુજબ, જેમને 5 વર્ષથી ઉપરનું બાળક હોય તેઓ બાળકો વિશે વધુ ન વિચારે, અત્યારે તેમની સંભાળ રાખવી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેમના અભ્યાસ, શાળા અને દિનચર્યા વિશે વિચારવાથી કંઈ નહીં મળે. સ્થિતિ નોર્મલ થવાની રાહ જૂઓ, બાળકો તેમના રૂટિંનમાં ફરીથી આવી જશે.

ડો.જિલ્હોસ્કીના જણાવ્યા મુજબ, ગ્રોસરી શોપિંગ અને કિચનના કામમાં તેમને સામેલ કરવા માટે 8 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પર વિશ્વાસ રાખો અને તેમને કામ સોંપો.

સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનો
ડો.જિલ્હોસ્કીના જણાવ્યા મુજબ, આ સમયમાં જ્યારે કોરોના વાઇરસને કારણે મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ આવી છે તો પેરેન્ટ્સે બાળકો સાથે પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત રહેવું પડે છે. ડો.જિલ્હોસ્કી અને તેના સાથીદારોનું કહેવું છે કે, તમારા હેલ્થ કેર એક્સપર્ટ્સ પાસે અને પોતાની જાતે પણ હેલ્થ ચેકઅપ કરાવતા રહો. આ કરવાથી આપણે તાણ ઘટાડવામાં સક્ષમ થઈશું અને ડિપ્રેશન જેવી મોટી સમસ્યાથી સુરક્ષિત રહીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો