• Gujarati News
  • Utility
  • Corona's Case Is Expected To Grow During The Festival Season; From Shopping, Traveling, Family Gatherings To Taking Care Of So Many Things At Religious Places

તહેવારોમાં બેદરકારી ન રાખો:ફેસ્ટિવલ સિઝનમાં કોરોનાના કેસ વધવાની આશંકા; શોપિંગ, ટ્રાવેલિંગ, ફેમિલી ગેધરિંગથી લઈને ધાર્મિક સ્થળોએ આટલી બાબતોનું ધ્યાન રાખવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ બે મહિના સુધી ચાલુ રહેશે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાં ન માત્ર એકબીજાના ઘરે આવવા-જવાનું વધશે પરંતુ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માટે ધાર્મિક સ્થળોએ ભીડ પણ વધશે. શોપિંગ અને ટ્રાવેલિંગ માટે પણ લોકો બહાર જશે.

એક તરફ ફેસ્ટિવલ સિઝનની ધામધૂમ છે, તો બીજી તરફ સ્વાસ્થ્ય નિષ્ણાતો કોરોના વાઈરસની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખતા લોકોને સતત સાવધાની રાખવાની અપીલ કરી રહ્યા છે. દેશના વિવિધ ભાગમાં અત્યારે બીજી લહેર છે અને ઘણા રાજ્યોમાં દરરોજ નવા હજારો કેસ સામે આવી રહ્યા છે.

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વૃદ્ધ અને બીમાર સભ્યોનું ધ્યાન રાખવું પડશે
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હજી સુધી વેક્સિન નથી આવી એટલા માટે તેમનું ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી બાળકોને ભીડવાળી જગ્યાએ ન મોકલો. ઘરે આવતા મહેમાનોને વૃદ્ધ અને બીમાર સભ્યોથી દૂર રહેવા માટે કહો. કેમ કે તેમની ઈમ્યુનિટી કમજોર હોવાથી તેમને ઈન્ફેક્શનનું વધારે જોખમ રહે છે.

ભારતમાં માત્ર 13% લોકો જ ફૂલી વેક્સિનેટેડ છે
ભારતમાં કોરોના વેક્સિનની ગતિ બીજા દેશોની તુલનામાં ઘણી ધીમી છે. ભારતમાં અત્યાર સુધી માત્ર 40.5% લોકોએ જ કોરોના વેક્સિનનો સિંગલ ડોઝ લીધો છે અને લગભગ 13% લોકો જ સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છે. અમેરિકામાં 63% લોકોને સિંગલ ડોઝ અને 54% લોકોને ફૂલ ડોઝ આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ફ્રાન્સમાં 73.5% લોકોને સિંગલ ડોઝ અને 62.9% લોકોને ફૂલ ડોઝ આપવામાં આવ્યા છે.