તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં બ્લડ ગેસ ટેસ્ટ જરૂરી:કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લંગ્સ ડેમેજ થવાનું જોખમ, બ્લડ ગેસ ટેસ્ટ દ્વારા સચોટ જાણકારી મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને દેશ અને દુનિયામાં 11 મહિના થઈ ગયા છે. તેના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લગભગ સાડા 15 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. લોકોએ તેનાથી બચવા માટે માટે તમામ પ્રકારની રીતો અપનાવી છે. ઈમ્યુનને મજબૂત બનાવવા માટે ખાણીપીણી અને એક્સર્સાઈઝ પર લોકો ધ્યાન આપી રહ્યા છે.

ભોપાલમાં ડૉક્ટર તેજપ્રતાપ તોમરના જણાવ્યા પ્રમાણે, કોરોના ન માત્ર આપણી ઈમ્યુન સિસ્ટમને પરંતુ આપણા શરીરના અંગોને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોના પીડિતોને તેમની સાથે ઓક્સિમીટર રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. જેનાથી સમયાંતરે શરીરમાં ઓક્સિજનના લેવલનું સ્તર જાણી શકાય.

ડૉ. તોમરના જણાવ્યા પ્રમાણે, જો વાઈરસનો લોડ વધારે વધી જાય છે તો તેનાથી લંગ્સ ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે, જેના કારણે બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. જે પોસ્ટ કોવિડ જેવી તમામ સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. તેથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ બ્લડ ગેસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ખાસ કરીને જે દર્દીઓમાં વાઈરસનો લોડ વધારે હતો, તેમને ચોક્કસપણે આ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ.

શું હોય છે બ્લડ ગેસ ટેસ્ટ

  • આ ટેસ્ટ દ્વારા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાણી શકાય છે. જેનાથી ડૉક્ટરો એ જાણી શકે છે કે ફેફસાં અને લિવર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં.
  • બ્લડ સેલ્સ શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ટ્રાન્સપોર્ટ કરે છે. તે લંગ્સ દ્વારા જ થઈ શકે છે. બ્લડ ગેસ ટેસ્ટમાં એ જાણવા મળે છે કે, લંગ્સ બ્લડમાં ઓક્સિજનનો કેટલો સપ્લાય કરી રહ્યાં છે. તે ઉપરાંત એ પણ જાણવા મળે છે કે, આપણા લંગ્સ કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરી રહ્યાં છે.
  • ટેસ્ટ બાદ જો બ્લડમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું PH લેવલ ઓછું જોવા મળે છે તો તેનો અર્થ એ થયો કે લંગ્સ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. તેનો અર્થ એ પણ છે કે પીડિતની કિડની ખરાબ છે, હાર્ટની સમસ્યા છે અથવા સુગર લેવલ વધી ગયું છે.

બ્લડ ગેસ ટેસ્ટ કેમ જરૂરી?

  • જો ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ કે પછી ગભરામણ થાય તો બ્લડ ગેસ ટેસ્ટ કરાવવો જોઈએ. તેવું થવાના ઘણા કારણો છે, પરંતુ કોરોનાથી સ્વસ્થ થઇ રહેલા દર્દીઓમાં આ લક્ષણ દેખાય તો તેનું કારણ લંગ્સ ડેમેજ પણ હોઈ શકે છે. આવા કેસમાં બેદરકારી ના કરવી જોઈએ.
  • ડૉ. તોમરે કહ્યું કે, બ્લડ ટેસ્ટથી શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના સ્તર વિશે ખબર પડે છે.

બ્લડનું PH સ્તર ક્યારે ખરાબ થાય છે?
આપણા બ્લડમાં ઘણા પ્રકારના ગેસ હોય છે. જ્યારે તેનું સ્તર સામાન્યથી વધારે ઓછું થઇ જાય ત્યારે બ્લડનું PH સ્તર બગડી જાય છે, તેને લીધે આપની ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં આ પ્રકારના લક્ષણો દેખાય છે. તેથી ડૉક્ટર અને એક્સપર્ટ બ્લડ ગેસ ટેસ્ટ કરાવવાનું કહે છે.

કોરોનાની અસર સૌથી વધારે ફેફસાં પર થાય છે
ડૉ. તોમરના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી સંક્રમિત વ્યક્તિઓમાં જો વાઈરસ લોડ વધારે છે તો લંગ્સ ડેમેજનું જોખમ વધી જાય છે. તેને લીધે ઈમ્યુન સિસ્ટમ પર અસર પડે છે. ઈમ્યુન સિસ્ટમ નબળી થવાથી શરીર કોરોના સહિત અન્ય તમામ વાઈરસ સામે લડવા સક્ષમ રહેતું નથી. તેના લીધે ફેફસાં નબળા પડી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો