• Gujarati News
  • Utility
  • 'Corona Shield' Policy Includes Insurance Cover Up To Rs 5 Lakh, The Company Will Pay For Treatment At Home

હેલ્થ ઈન્શ્યોરન્સ:'કોરોના કવચ' પોલિસીમાં મળે છે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર, ઘરે સારવાર કરાવો તો પણ કંપની પૈસા આપશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં જુલાઈ 2020માં કોરોના કવચ પોલિસી લોન્ચ થઈ
  • 18થી 65 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ પોલિસી લઈ શકે છે
  • આ પોલિસીમાં હોસ્પિટલના બેડનો ચાર્જ, નર્સિંગ ચાર્જ, બ્લડ ટેસ્ટ, PPE કિટ, ઓક્સિજન, ICU અને ડૉક્ટરની કન્સલ્ટેશન ફી કવર થાય છે

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઈરડાએ કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી વીમા કંપનીઓને 31 માર્ચ 2022 સુધી નવી કોરોના કવચ પોલિસી વેચવા અને જૂની પોલિસી રિન્યૂ કરવાની પરવાનગી છે. કોરોના કવચ પોલિસી કોરોનાકાળમાં લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી જુલાઈ 2020માં લોન્ચ થઈ છે. કોરોના માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનો પ્લાન બનાવી રહ્યા હો તો 'કોરોના કવચ' પોલિસી તમારા માટે યોગ્ય રહેશે. આ પોલિસીથી તમને કેવા લાભ મળશે આવો જાણીએ...

5 લાખ રૂપિયા સુધીનું કવર મળશે
કોરોન કવચ પોલીસ માટે ઈન્શ્યોરન્સની મિનિમમ રકમ 50 હજાર રૂપિયા અને મેક્સિમમ 5 લાખ રૂપિયા છે. ઈન્શ્યોરન્સનો સૌથી ઓછો સમયગાળો 3.5 મહિના અને વધુ 9.5 મહિનાનો છે. તેમાં મૂળ કવરનું પ્રીમિયમ 500 રૂપિયાથી 6 હજાર રૂપિયા (GST વગર) રહેશે. 18થી 65 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ પોલિસી લઈ શકે છે.

કોરોના કવચમાં આ સુવિધા કવર થશે

  • આ સુવિધામાં હોસ્પિટલના બેડનો ચાર્જ, નર્સિંગ ચાર્જ, બ્લડ ટેસ્ટ, PPE કિટ, ઓક્સિજન, ICU અને ડૉક્ટરની કન્સલ્ટેશન ફી કવર થશે.
  • હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક અપ અને ડાયગ્નોસિસના ખર્ચા સામેલ થશે. આ ખર્ચા પર હોસ્પિટલમાં દાખલ થયા પહેલાંના 15 દિવસ સુધીનું કવર મળે છે.
  • હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 30 દિવસ સુધી મેડિકલ ખર્ચાનું કવરેજ મળે છે.
  • જો તમારા ઘરે જ કોરોના વાઈરસની સારવાર ચાલી રહી હોય તો હેલ્થ મોનિટરિંગ અને દવાનો 14 દિવસ સુધીનો ખર્ચો કવર થાય છે.
  • આ પોલિસી હેઠળ આયુર્વેદ અને તેના સાથે જોડાયેલી સારવારના ખર્ચા પર પણ કવર થશે
  • ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘર સુધી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાનો ખર્ચો પણ કવર થશે.
  • આ પોલિસીમાં તમને હોસ્પિટલ ડેઈલી કેશ કવર ઉમેરવાનો વિકલ્પ પણ મળે છે.
  • તેના માટે કંપની રોજ ઇન્શ્યોરન્સ રકમના 0.5% 24 કલાક સુધી દાખલ થયાની ગણતરીએ આપે છે.

જનરલ હેલ્થ પોલિસી અને કોરોના કવચ પોલિસીનું અંતર સમજો
ઓનલાઈન ઈન્શ્યોરન્સ સોલ્યુશન ફર્મ 'બેશક'ના ફાઉન્ડર અને એક્સપર્ટ મહાવીર ચોપડા જણાવે છે કે, કોરોના કવચ પોલિસીમાં માત્ર કોરોના થવા પર જ સારવારનો ખર્ચો કવર થાય છે.

જનરલ હેલ્થ પોલિસીમાં કોરોના સાથે અન્ય બીમારી થવા પર પણ કવર મળે છે. જનરલ હેલ્થ પોલિસીની સરખામણીએ કોરોના કવચનું પ્રીમિયમ ઓછું છે. માત્ર કોરોના માટે જ તમે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવા માગતા હો તો આ બેસ્ટ ઓપ્શન છે.

2થી 5 લાખ રૂપિયા સુધીનું કવર
મહાવીર ચોપડાના જણાવ્યા પ્રમાણે, કોરોનાની સારવારનો સરેરાશ ખર્ચો 2.50 લાખ રૂપિયા છે. કોરોનાની સારવાર માટે 2થી 5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ પૂરતું છે.

10 જુલાઈએ 'કોરોના કવચ' પોલિસીના શ્રીગણેશ થયા હતા
તમામ જનરલ અને સ્ટેન્ડલોન હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓએ 10 જુલાઈ 2020એ કોરોના કવચ ઈન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી હતી. તેને કોરોનાકાળની પરિસ્થિતિને જોતાં લોન્ચ કરવામાં આવી હતી. આ પોલિસીમાં કોરોના વાઈરસનો શિકાર બનવા પર હોસ્પિટલમાં દાખલ થવાનો, દાખલ થતાં પહેલાં અને પછી ઘરની સારવારમાં થતો ખર્ચો કવર થાય છે.

અન્ય સમાચારો પણ છે...