• Gujarati News
  • Utility
  • Corona Shield And Corona Protector Policy Can Be Purchased And Renewed Till March 31, 2022, IRDAI Extends The Deadline

સ્વાસ્થ્ય સુરક્ષા:કોરોના કવચ અને કોરોના રક્ષક પોલિસી 31 માર્ચ 2022 સુધી ખરીદી અને રિન્યુ કરાવી શકાશે, IRDAI સમયમર્યાદા વધારી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી IRDAIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા વીમા કંપનીઓને 31 માર્ચ 2022 સુધી નવી કોરોના કવચ અને કોરોના રક્ષક વેચવા અને જૂની પોલિસીને રેન્યુ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ 31 સપ્ટેમ્બર 2022 સુધી પોલિસી જાહેર કરવાની મંજૂરી હતી.

IRDAIએ 18થી 65 વર્ષના લોકોને કોવિડની કવરેજવાળી બે સ્ટાન્ડર્ડ પોલિસી-કોરોના કવચ અને કોરોના રક્ષક જાહેર કરવાને લઈને વીમા કંપનીઓ માટે ગયા વર્ષે જૂનમાં ગાઈડલાઈન જાહેર કરી હતી. આ પોલિસી સાઢા ત્રણ, સાઢા છ, અને સાઢા નવ મહિના માટે માન્ય હશે.

કોરોના થવા પર આર્થિક મદદ મળે છે
કોરોના કવચ ઈન્ડેમ્નિટીવાળી પોલિસી છે જ્યારે કોરોના રક્ષક બેનિફિટવાળું કવર છે. એટલે કે જેમની પાસે કોરોના કવચ હશે તેમને કેશ ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ મળશે અથવા સારવારમાં થતા ખર્ચ માટે રિમ્બર્સમેન્ટ મળશે. જે લોકોએ કોરોના રક્ષક ખરીદી છે તેમને કોવિડ થવા પર ક્લેમ કરતા પહેલાથી નક્કી રકમ મળશે.

કોરોના કવચમાં 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી
કોરોના કવચમાં પોલિસી હોલ્ડરને ઓછામાં ઓછા 24 કલાક માટે હોસ્પિટલમાં દાખલ થવા પર તેનો ખર્ચ આપવામાં આવે છે. ઘરે થતી સારવાર ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતા પહેલા અને બાદ તેનો ખર્ચ પણ વીમા કંપની આપે છે.

કોરોના રક્ષક ખરીદનાર પોલિસી હોલ્ડર કોવિડ પોઝિટિવ હોય તો વીમાની સંપૂર્ણ રકમ મળે છે. પરંતુ તેના માટે પોલિસી હોલ્ડરને ઓછામાં ઓછા 72 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી હોય છે.

5 લાખ રૂપિયા સુધીનું કવર મળશે
કોરોના કવચ પોલિસી માટે ઈન્શ્યોરન્સની રકમ ન્યૂનતમ 50 હજાર રૂપિયા અને મહત્તમ 5 લાખ રૂપિયા (50,000 રૂપિયાના મલ્ટિપલમાં) છે. તેમજ કોરોના રક્ષક પોલિસીમાં તમને ન્યૂનતમ 50 હજાર રૂપિયા અને મહત્તમ 2.5 લાખ રૂપિયાનું કવર મળશે.