તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાયુ પ્રદૂષણ એ કોરોનાવાઈરસથી પણ વધારે જોખમકારક છે. તેના પુરાવા તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટમાં મળ્યા છે. આ રિપોર્ટના અનુસાર, 2019માં વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં 16.7 લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ આંકડો 2020માં દેશમાં કોરોના મહામારીથી થયેલા કુલ મોતથી લગભગ 12 ગણો વધારે છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1.47 લાખ લોકોના મૃત્યુ થયા છે.
એટલું જ નહીં વાયુ પ્રદૂષણના કારણે દેશને 2.60 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અત્યારે દેશમાં લગભગ 14 કરોડ લોકો ખરાબ હવામાં શ્વાસ લેવામાં મજબૂર છે. દુનિયાના 20 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં જ છે. આવી સ્થિતિમાં ખરાબ હવા સ્વાસ્થ લોકોને પણ બીમાર કરી રહી છે અને પહેલાથી બીમાર લોકો માટે જીવલેણ બની રહી છે.
વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ કઈ છે?
એઈમ્સ (AIIMS) દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમા કુમારી કહે છે કે વાયુ પ્રદૂષણથી તમામ પ્રકારના નોન કમ્યુનિકેબલ ડિસીઝનું જોખમ રહે છે. હાર્ટ, કાર્ડિયોવેસ્ક્યુલર, ઓટો ઈમ્યુન ડિસીઝનું સૌથી વધારે જોખમ રહે છે.
તાજેતરમાં બ્રિટનમાં થયેલી એક સ્ટડી અનુસાર, એર પોલ્યુશન વધારે થવાથી કોરોના થવાની આશંકા વધી જાય છે. એર પોલ્યુશનના કારણે ઓઝોનનું લેઅર ડેમેજ થઈ રહ્યું છે. તેનો સીધો સંબંધ અલ્ટ્રા વાયોલેટ કિરણો સાથે છે. તેમજ તેનાથી શરીરમાં વિટામિન Dની ઉણપ પણ સર્જાય શકે છે.
પ્રદૂષણથી થતા મૃત્યુનો શું અર્થ છે?
ICMRના રિપોર્ટ પ્રમાણે, ઈન્ડોર વાયુ પ્રદૂષણથી થતા મોતમાં 1990થી 2019 સુધી 64 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. પરંતુ ઈન્ડોર હવામાં રહેલા પ્રદૂષણથી થતા મોતમાં 115 ટકા સુધીનો વધારો થયો છે.
વાયુ પ્રદૂષણ કઈ બીમારી માટે જવાબદાર?
આ રિપોર્ટથી શીખવા જેવી 3 મહત્ત્વની બાબતો કઈ છે?
1. વાયુ પ્રદૂષણના જોખમો પ્રત્યે જાગૃતતા જરૂરી છે.
2. સરકારે વાયુ પ્રદૂષણ રોકવા માટે મોટા અને કડક પગલાં લેવા પડશે.
3. સામાન્ય લોકોએ પણ વાયુ પ્રદૂષણ રોકવાના પ્રયાસમાં પોતાનો સહકાર આપવો પડશે.
વાયુ પ્રદૂષણમાં સૌથી મહકત્ત્વનો ભાગ કોનો છે?
ડૉક્ટર ઉમા જણાવે છે કે સૌથી મોટો રોલ ગાડીઓથી થતાં પોલ્યુશનનો છે. ગાડીમાંથી નીકળતા ધૂમાડા અને ધૂળ બંને સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. અમે કેટલાક સમય પહેલાં એક રિસર્ચ કર્યું હતું. તેમાં જોવા મળ્યું કે જેમનું ઘર મુખ્ય રસ્તાની નજદીક હોય છે તેમનામાં ઓટો ઈમ્યુન ડિસીઝનું જોખમ એટલું વધારે હોય છે. અમે તેને સરોગેટ પોલ્યુશન નામ આપ્યું છે. તેથી બને તો ઘર મુખ્ય રસ્તાની દૂર હોવું જોઈએ.
આ સિવાય એર પોલ્યુશન માત્ર આઉટડોર જ નહિ બલકે ઈન્ડોર પણ થાય છે. બંને પ્રકારથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે. ઈન્ડોર પોલ્યુશનથી બચવા માટે તમે એર પ્યોરિફાયર લગાવી શકો છો.
ટોબેકો પોલ્યુશન એર પોલ્યુશન કરતાં પણ જોખમકારક
શું ભારતીય કાયદા આપણને પ્રદૂષણથી બચાવી શકે છે?
ભારતમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે વર્ષ 1981માં એક એર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 40 વર્ષમાં આ એક્ટ હેઠળના કેસોની સંખ્યા નહિવત છે. તો આ 40 વર્ષોમાં દેશના શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.