કોરોના વાઈરસ કેટલો શક્તિશાળી છે એ તો આખી દુનિયાએ જોયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ વાઈરસ જુદા-જુદા રંગ બદલીને લોકોને હેરાન કરી રહ્યો છે. આ વાઈરસના નવા-નવા લક્ષણો સમજવા માટે નવા-નવા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે, જેથી તેના બદલાતા સ્વરૂપને રોકી શકાય. આ વાઈરસ પર કરવામાં આવેલા એક રિસર્ચમાં એક વાત સામે આવી છે કે કોરોનાના દર્દીઓમાં ચહેરા પર લકવા થવાનું જોખમ 7 ગણું વધારે છે. મેડિકલ ભાષામાં તેને 'બેલ્સ પોલ્સી' કહેવામાં આવે છે.
યુનિવર્સિટી હોસ્પિટલ ક્લીવલેન્ડ મેડિકલ સેન્ટર અને કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ બાદ આ બીમારીનો દાવો કર્યો છે.
લકવાથી બચવા માટે કોરોનાની વેક્સિન જરૂરી
રિસર્ચ પ્રમાણે, 1 લાખ કોરોના દર્દીઓ પર બેલ્સ પોલ્સીના 82 કેસ સામે આવ્યા છે. તેમજ વેક્સિન લેનારા 1 લાખ લોકોમાંથી તેના માત્ર 19 કેસ હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રકારના લકવાથી બચવા માટે પણ કોરોનાની વેક્સિન જરૂરી છે.
નવા રિસર્ચ પ્રમાણે, સંશોધકોને 3,48,000 કોરોના પીડિતોમાં 284 બેલ્સ પોલ્સીના દર્દીઓ મળ્યા. તેમાંથી 54% દર્દીઓમાં બેલ્સ પોલ્સીની હિસ્ટ્રી નહોતી. 46% દર્દી પહેલાંથી જ આ બીમારીથી પીડિત હતા.
પેરાલિસિસ સાથે સંબંધિત બીમારી બેલ્સ પોલ્સી
બેલ્સ પોલ્સી માંશપેશીઓમાં નબળાઈ અને પેરાલિસિસ સંબંધિત એક બીમારી છે. તેની અસર દર્દીના ચહેરા પર દેખાય છે. તેના લક્ષણોની વાત કરીએ તો ચહેરો લબડી પડવો, સીધી સ્માઈલ કરવામાં મુશ્કેલી, બીજી તરફનો ગાલ ન ફૂલવો, આંખો અને આઈબ્રો પર પણ અસર જોવા મળે છે. પાંપણો હંમેશાં નમેલી રહે છે. ગાલને ફૂલવામાં મુશ્કેલી થવી જેવા લક્ષણો સામેલ છે.
ચહેરા પર લકવા થવાનું કારણ શું છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, શરીરમાં રોગોથી બચવા માટે ઈમ્યુન સિસ્ટમમાં ઓવર રિએક્શન થવાથી સોજો થાય છે અને નર્વ ડેમેજ થાય છે. તેને કારણે ચહેરાની મૂવમેન્ટ પર ખરાબ અસર થાય છે.
વેક્સિન ટ્રાયલમાં બેલ્સ પોસ્લીના કેસ સામે આવ્યા
ફાઈઝર અને મોડર્નાની કોવિડ વેક્સિનના ટ્રાયલમાં બેલ્સ પોલ્સીના કેસ સામે આવ્યા. રિસર્ચમાં 74 હજારમાંથી લગભગ 37 હજાર લોકોએ વેક્સિન લીધી હતી, ત્યારબાદ 8 લોકોમાં બેલ્સ પોલ્સીના કેસ સામે આવ્યા હતા.
રિકવર થવામાં 6 મહિના જેટલો સમય લાગે છે
વૈજ્ઞાનિકોના અનુસાર, 2 મહિનામાં જો યોગ્ય સારવાર મળી જાય તો તેનો ઉપચાર સંભવ છે. કેટલાક લોકોને સાજા થવામાં 6 મહિના જેટલો સમય પણ લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.