તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Corona Had To Pay More Than 150% Of The Premium Received In The Insurance Policy, Now The Companies Are Refusing To Offer The Corona Cover Policy.

સ્પેશિયલ કોવિડ પોલિસી:કોરોના ઈન્શ્યોરન્સ પોલિસીમાં મળેલા પ્રીમિયમની તુલનામાં 150% કરતાં વધારે પેમેન્ટ ચૂકવવું પડ્યું, હવે કંપનીઓ કોરોના કવચ પોલિસી આપવાની ના પાડી રહી છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે કોરોના આવ્યો ત્યારે ઘણી ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેને કમાવવાની તક માની લીધી અને સ્પેશિયલ કોવિડ મેડિક્લેમ પોલિસીઓ લોન્ચ કરી. પરંતુ કંપનીઓનો અંદાજ ખોટો સાબિત થયો અને તેમને પ્રાપ્ત થયેલી પ્રીમિયમની કુલ રકમના 150% કરતા વધુ ચૂકવવી પડી. માત્ર 25% પોલિસી હોલ્ડરે જ મેડિકલ ક્લેમ કર્યા હતા અને કંપનીઓ તેનાથી ડરી ગઈ. તેના કારણે હવે ઈન્શ્યોરન્સ કંપનીઓ કોવિડ પોલિસીને પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં હવે જે લોકો નવી પોલિસી લેવાનો પ્લાન બનાવી રહ્યા હોય અથવા જૂની પોલિસી રિન્યુ કરાવવાની હોય, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મોટાભાગની કંપનીઓ સ્પેશિયલ કોવિડ મેડિક્લેમ પોલિસી બંધ કરી
મોટાભાગની કંપનીઓએ સ્પેશિયલ કોવિડ મેડિક્લેમ પોલિસી બંધ કરી દીધી છે. એટલું જ નહીં કંપનીઓએ જનરલ મેડિક્લેમ પોલિસીનું પ્રીમિયમ પણ વધારી દીધું છે. ગત વર્ષે માર્ચમાં જ્યારે કોરોના સંક્રમણ વધવા લાગ્યું હતું, ત્યારે ઈન્શ્યોરન્સ કંપનીઓએ કોરોનાનાં દર્દીઓની સારવાર પર થતા ખર્ચાની સામે સુરક્ષા આપતી કોરોના કવચ મેડિક્લેમ પોલિસી શરૂ કરી હતી.

આ પોલિસી અંતર્ગત દર મહિને 500થી લઈને 5500 રૂપિયા સુધીના સામાન્ય પ્રીમિયમ પર કોરોનાની સારવારની સુરક્ષા આપવામાં આવી. આ પોલિસી સાઢા 3થી સાઢા 9 મહિનાના સમયગાળાની હતી. તેમાં વીમા રકમ 50 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધી છે.

કંપનીઓએ જૂની પોલિસીને રિન્યુ કરવાનું બંધ કર્યું
કંપનીઓને ખ્યાલ નહોતો કે તેમને આટલું નુકસાન વેઠવું પડશે. ત્યારબાદ કંપનીઓએ જૂની પોલિસીને રિન્યુ કરવાનું બંધ કરી દીધું. તે ઉપરાંત ખાસ કોવિડ મેડિક્લેમ પોલિસી બંધ કરી દીધી. હવે કોવિડની અલગથી કોઈ મેડિક્લેમ પોલિસી નથી. એક કંપની એવી છે, જે કોરોના સ્પેશિયલ પોલિસી શરૂ કરવાનું સાહસ કરી રહી છે.

25% ક્લેમમાં જ કંપનીઓની કફોડી સ્થિતિ થઈ
કોવિડ મેડિક્લેમ પોલિસી હોલ્ડરમાંથી માત્ર 25%એ જ ક્લેમ કર્યો. જ્યારે 75%એ કોઈ ક્લેમ નથી કર્યો. તેમ છતાં કંપનીઓને નુકસાન થયું છે. પોલિસી હોલ્ડરની મોટી ચુકવણીથી બચવા માટે વીમા કંપનીઓએ પોલિસી જ બંધ કરી દીધી છે.

આવી સ્થિતિમાં હવે લોકોએ શું કરવું જોઈએ?
મુંબઈની વીમા લોકપાલ એટલે કે ઈન્શ્યોરન્સ ઓમ્બુડ્સમેન મિલિંદ ખરાત કહે છે કે, જો કોઈ કંપની તમને વીમા પોલિસી નથી આપી રહી અથવા તમારી જૂની પોલિસીને રિન્યુ કરવાની ના પાડે છે તો તમે વીમા રેગ્યુલેટરી ઈરડા (IRDAI)માં તેની ફરિયાદ કરી શકો છો. IRDAIની વેબસાઈટ પર તમને ફોન નંબર અને ઈ-મેલ આઈડી મળી જશે. તમે તેના પર તમારી સમસ્યા સરળતાથી જણાવી શકો છો. ત્યારબાદ IRDAI તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે.

તે સિવાય તમે વીમા કંપનીઓના ઝોનલ ઓફિસરને પણ તેની ફરિયાદ કરી શકો છો. જો તે તમારી ફરિયાદ ન સાંભળે તો તમે તમારા પ્રદેશના વીમા લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો. જો કે તેમાં થોડો લાંબો સમય લાગી શકે છે.

સસ્તી હોવાને કારણે ડિમાન્ડ વધી
કોરોનાની મોંઘી સારવારના કારણે લોકો મેડિક્લેમની તરફ આકર્ષિત થયા. ગત વર્ષે કોરોનાના શરૂઆતના તબક્કામાં IRDAIના કહેવા પર વીમા કંપનીઓએ કોરોનાના દર્દીઓ માટે ખાસ પોલિસી લોન્ચ કરી હતી. હવે જ્યારે કોરોનાની સ્થિતિ ફરીથી નિયંત્રણથી બહાર થઈ ગઈ તો, કંપનીઓએ ખાસ કોવિડ પોલિસી રિન્યુ કરવાની અને નવી પોલિસી આપવાનું બંધ કરી દીધું. જો કે, જનરલ મેડિક્લેમમાં કોરોના રિસ્કનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ તે ખાસ કોવિડ પોલિસી કરતાં ઘણી મોંઘી છે.

તેની 1 લાખની પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ 1250થી 6000 રૂપિયા ચૂકવવાનું હોય છે. તેની સરખામણીએ કોરોના કવચ ઓછા પ્રીમિયમ પર મળે છે. તેમાં 5 લાખ સુધીના કવર માટે તમારે વધુમાં વધુ 5500 રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ જ કારણ છે કે લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

ઓનલાઈન પણ પોલિસી ખરીદી શકાય છે
ઓનલાઈન ઈન્શ્યોરન્સ સોલ્યુશન ફર્મ ‘બેશક’ના ફાઉન્ડર અને એક્સપર્ટ મહાવીર ચોપરાના જણાવ્યા પ્રમાણે, ઘણી કંપનીઓ કોરોના કવચ પોલિસીને ઓનલાઈન ખરીદવાની સુવિધા આપી રહી છે. ઘણી વેબસાઈટ પર તમામ વીમા કંપનીઓ પોલિસીઓની જાણકારી આપવાની સાથે અહીંથી પોલિસી ખરીદી પણ શકે છે. તમે તેના દ્વારા પણ પોલિસી ખરીદી શકો છો.

કોરોના સ્પેશિયલ પોલિસી અને સામાન્ય ઈન્શ્યોરન્સ પોલિસીમાં શું તફાવત છે?
મહાવીર ચોપરાના જણાવ્યા પ્રમાણે, કોરોના સ્પેશિયલ પોલિસી જેમ કે કોરોના કવચમાં માત્ર કોરોના થવા પર જે સારવારનો ખર્ચ થાય છે તે કવર કરવામાં આવે છે. તેમજ જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કોરોનાની સાથે અન્ય બીમારી થવા પર પણ તમને કવર મળે છે. તેથી જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિય કોરોના કવચ પોલિસીની તુલનામાં વધારે છે.

2થી 5 લાખ સુધીનું કવર પર્યાપ્ત છે
મહાવીર ચોપરાના જણાવ્યા પ્રમાણે, કોરોનાની સારવારનો ખર્ચ સરેરાશ 2.50 લાખની આસપાસ આવે છે. આવી સ્થિતિમાં કોરોનાની સારવાર માટે 2થી 5 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર પર્યાપ્ત છે. આ કિસ્સામાં કોરોના કવચ કોરોના થવા પર તમને યોગ્ય સારવાર કરવામાં મદદ કરી શકે છે.

30% સુધી વધી ગયું સામાન્ય મેડિક્લેમનું પ્રીમિયમ
બજાજ આલિયાન્ઝના પીયુષ રાવલના જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળમાં જેની વધારે ડિમાન્ડ હતી, તે મેડિક્લેમ પોલિસી. આ પોલિસી હવે મોંઘી થઈ ગઈ છે. કોરોનાની પોલિસીમાં કંપનીને ઘણા રૂપિયા ચૂકવવા પડ્યા. આ જ કારણે સામાન્ય પોલિસીના પ્રીમિયમમાં પણ 30% સુધીનો વધારો કરવામાં આવ્યો.

તેમજ સ્ટાર હેલ્થના એડવાઈઝર ભાવેશ છજેરાના જણાવ્યા પ્રમાણે, કોરોના સ્પેશિયલ પોલિસી શરૂઆતમાં સારી વેચાઇ હતી, પરંતુ કોરોના દરમિયાન ક્લેમ વધી ગયો. તેથી ક્લેમની ચૂકવણી કરવા માટે કંપનીઓની પાસે ફંડિંગ નથી વધ્યું.