• Home
  • Utility
  • Corona effect: Banks including SBI, HDFC and ICICI change working hours, temporarily shut down some services

કોરોના ઈફેક્ટઃ HDFC અને ICICI સહિતની બેંકોએ કામના કલાકોમાં ફેરફાર કર્યો, કેટલીક સર્વિસ અસ્થાયીરૂપે બંધ કરી

Corona effect: Banks including SBI, HDFC and ICICI change working hours, temporarily shut down some services
X
Corona effect: Banks including SBI, HDFC and ICICI change working hours, temporarily shut down some services

  • બેંકોએ તેમના ગ્રાહકોને શક્ય હોય તેટલો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવા જણાવ્યું
  • HDFC બેંક 31 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
  • SBIએ પાસબુક પ્રિન્ટિંગ, રોકડ ઉપાડ, નોટ એક્સચેન્જ સર્વિસને બંધ કરી, કામના કલાકો યથાવત રહેશે
  • PNBએ પોતાની સર્વિસીસમાં કોઈ જ ફેરફાર નથી કર્યો

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:06 PM IST

યુટિલિટી ડેસ્ક. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC, ICICI બેંક વગેરેએ સમગ્ર દેશમાં કોરોના વાઈરસના પ્રકોપની વચ્ચે તેમની કામગીરીમાં કેટલાક ફેરફાર સૂચના આપી છે. બેંકોએ તેમના ગ્રાહકોને શક્ય હોય તેટલું ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તે ઉપરાંત બેંકોએ પણ કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. HDFC બેંકના જણાવ્યા પ્રમાણે, બેંક 31 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બેંકે પાસબુક અપડેટ્સ અને ફોરેન કરન્સી પર્ચેઝની સુવિધાને અસ્થાયીરૂપે બંધ કરી દીધી છે.


PayZapp, UPIથી બિલ ભરવું
HDFC બેંકે બ્રાન્ચમાં ભીડ ઓછી કરવા માટે ચેક ડ્રોપ બોક્સમાં જ ચેક નાખવા માટે કહ્યું છે. બેંકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકો ડિજિટલ માધ્યમથી પાસબુક અપડેશન અને ફોરેક્સ કાર્ડ રીલોડની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. ઉપરાંત ઘરેથી NEFT, RTGS, IMPM અને UPI જેવી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. યુટિલિટી બિલોની ચૂકવણી માટે UPI અને બેન્કના વૉલેટ એપ PayZappની મદદ લઈ શકાય છે. 

ICICI બેંકમાં કર્મચારીઓ ઓછા
ICICI બેંકે SMS દ્વારા તેના ગ્રાહકોને જણાવ્યું છે, અમારી તમામ બ્રાંચમાં સાફ-સફાઈનું  વિશેષ ધ્યાન આપવામાં આવશે અને કર્મચારીઓની સંખ્યા ઓછી હશે. અમારા કોન્ટેક્ટ સેન્ટરમાં પણ કર્મચારીઓની સંખ્યા ઓછી રહેશે. ‘અમે તમને સલામત રહેવા અને તમામ જરૂરી બેંકિંગ સેવાઓ માટે ઘરેથી આઈમોબાઇલ / ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવાની વિનંતી કરીએ છીએ’. બેંકે પોતાના કામના કલાકો ઘટાડીને સવારના 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કરી દીધા છે. 

SBI બેંક
SBIએ પોતાના કામકાજના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ અકાઉન્ટ ઓપનિંગ, પાસબુક પ્રિન્ટિંગ, રોકડ ઉપાડ, નોટ એક્સચેન્જ સર્વિસને બંધ કરી દીધી છે. સર્વિસ માટેની  રિક્વેસ્ટને કસ્ટમર્સ સંબંધિત બ્રાંચની બહારના બોક્સમાં નાખી શકે છે. 

કેનેરા બેંક
કેનેરા બેંકે પણ હજી સુધી સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ પાસબુક પ્રિન્ટિંગ, નોટ એક્સચેન્જ વગેરે જેવાં બિન જરૂરી ટ્રાન્ઝેક્શન બંધ કરી દીધાં છે. અન્ય સર્વિસ ચાલુ રહેશે. બેંકના જણાવ્યા પ્રમાણે, એક સમયમાં માત્ર 15 ટકા સ્ટાફ બેંકમાં હાજર રહેશે. 

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના કામના કલાકો અને સર્વિસમાં કોઈ ફેરફાર નથી કર્યો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી