તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધો માટે જરૂરી:કોરોના થવા પર 30% વૃદ્ધોને તાવ નથી આવતો, ઓક્સિમીટરથી પ્રારંભિક તપાસ શરૂ કરો, પરંતુ તેમાં પણ સાવધાની રાખવી જરૂરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં તાવને સૌથી પહેલું અને મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. પરંતુ સાવચેત રહો! વૃદ્ધોમાં આ લક્ષણ એકમદ અલગ પણ હોઈ શકે છે. એટલે કે વૃદ્ધોના કેસમાં જરૂરી નથી કોરોના થાય તો તાવ આવે.

આવી સ્થિતિમાં કોરોના સંક્રમિત હોવા છતાં વૃદ્ધોમાં તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ શકે છે. તેનાથી ન માત્ર તેમના જીવને જોખમ થઈ શકે છે પરંતુ અજાણતાં તેઓ પરિવારના અન્ય સભ્યોને પણ કોરોનાથી સંક્રમિત કરી શકે છે.

અમેરિકાની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કોરોના પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, વૃદ્ધોના કેસમાં ટેમ્પરેચર એટલું મહત્ત્વનું લક્ષણ નથી, તેની જગ્યાએ ઓક્સિમીટરનો ઉપયોગ વધારે અસરકારક છે.

મેડિકલ જર્નલ ફ્રન્ટિયર્સ ઈન મેડિસિનમાં પ્રકાશિત આ પેપરને વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ નર્સિંગની કેથરીન વાન સોન અને ડેબોરા ઈતીએ લખ્યું છે. તેમના અનુસાર, વૃદ્ધોના કિસ્સામાં બેઝ-લાઈન ટેમ્પરેચર ઓછું હોય છે. શરીરનું તાપમાન બેઝલાઈનથી વધારે હોય તો તેને તાવ માનવામાં આવે છે. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ની પરિભાષાના અનુસાર, 100.4 ડિગ્રી ફેરનહિટ અથવા તેથી વધુ તાપમાન હોય તો તાવ માનવામાં આવે છે.

રિસર્ચ પેપરના અનુસાર, ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત 30% વૃદ્ધોને તાવ નહોતો આવ્યો અથવા સાવ ઓછો તાવ આવ્યો. આવા કિસ્સામાં કોરોનાનાં બાકીના લક્ષણો જેમ કે, થાક, શરીર દુખવું, સુંઘવા અને સ્વાદ પારખવાની ક્ષમતા ગુમાવવી, ઉંમરની અસર ગણીને અવગણના કરવામાં આવી.

ઘણા દર્દીઓમાં હાઈપોક્સિયાથી પણ બેચેની નથી થતી
આવી જ રીતે કોરોનાનાં ઘણા દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર 90%થી ઓછું થવા પર પણ શ્વાસ ફૂલવા જેવા ઘણા લક્ષણો નથી દેખાતા. લક્ષણ વગરના હાઈપોક્સિયાનો ભોગ બનેલા આવા દર્દીઓમાં કોરોનાનાં શરૂઆતના લક્ષણો ઓળખવામાં મુશ્કેલી થાય છે.

બંને પ્રકારના કેસને ધ્યાનમાં રાખતા રિસર્ચ પેપરમાં વૈજ્ઞાનિકોએ વૃદ્ધોના કેસમાં તાવની જગ્યાએ ઓક્સિમીટરથી હાઈપોક્સિયાને ઓળખીને કોરોનાના લક્ષણ માનવાની સલાહ આપી છે. ત્યારબાદ RT-PCR તપાસ દ્વારા કોરોનાની પુષ્ટિ કરી શકાય છે.

US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)ની ચેતવણી...

ઓક્સિમીટરના રીડિંગને આ રીતે સમજો

  1. ધ્યાન રાખો કે ઓક્સિમીટરનું વર્તમાન રીડિંગ અગાઉના રીડિંગ કરતાં તો ઓછું નથી થઈ રહ્યુંને
  2. કોઈ એક રીડિંગની જગ્યાએ સતત લેવામાં આવી રહેલી રીડિંગના ટ્રેન્ડથી સ્થિતિ વિશે જાણી શકાય છે
  3. ઓક્સિજન લેવલ પર ધ્યાન રાખવા માટે માત્ર ઓક્સિમીટર પર જ નિર્ભર ન રહો.
અન્ય સમાચારો પણ છે...