તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Corona Causes Mothers To Be More Stressed Than Usual, Learn 12 Ways To Help Them

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાને જોઇએ છે ઇમોશનલ સપોર્ટ:કોરોનાને કારણે માતાઓ સામાન્ય દિવસોની સરખામણીએ વધુ તણાવમાં રહેવા લાગી, તેમને મદદ કરવાની 12 રીતો જાણો

કલેરી કેન મિલરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી દુનિયાભરના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક લોકો પર કોરોનાની ઓછી અસર પડી છે તો કેટલાક લોકો પર ગંભીર અસર થઈ છે. જો કે, કોરાનાએ માતાઓના જીવન પર સૌથી ગંભીર અસર પહોંચાડી છે. કોરોનાકાળમાં માતાઓ સામાન્ય દિવસની સરખામણીએ વધારે ચિંતિત રહી છે. તેમના પર બાળકોની સુરક્ષાની સૌથી મોટી જવાબદારી રહી છે. તેથી આજે તેમને સૌથી વધારે સપોર્ટની જરૂર છે. આ સાથે જ તેમને સરકાર તરફથી છૂટ અને પેઈડ લીવ મળવી જોઈએ. અમેરિકન એક્સપર્ટનું કહેવું છે કે, માતા બનેલી મહિલાઓને માનસિક અને શારીરિક સપોર્ટની આવશ્યકતા છે. તેના માટે સમાજ અને ઈન્ડસ્ટ્રીએ આગળ આવવું પડશે. લોકો વ્યક્તિગત રીતે માતાઓની મદદ કરી શકે છે.

એમ્પ્લોયર મદદ કરી શકે છે
એમ્પ્લોયર માતાની ફરજ નિભાવતી મહિલાઓને ઘણી સુવિધાઓ આપી તેમની મદદ કરી શકે છે. મેકિંઘન યુનિવર્સિટીમાં પ્રોફેસર બેટ્સી સ્ટીવેન્સન કહે છે કે, એવી અનેક મહિલાઓ છે જે વર્ક ફ્રોમ હોમમાં ઘણી પ્રોડક્ટિવ સાબિત થઈ છે. કંપનીઓ પાસે આ પ્રકારના અનેક વિકલ્પ હોય છે. આ સમગાળામાં તેમને સપોર્ટ આપવાના 2 ફાયદા છે. મહિલા માતાની ફરજ સારી રીતે નિભાવી શકશે અને સાથે શ્રેષ્ઠ કર્મચારી પણ સાબિત થશે.

સરકાર કેવી રીતે મદદ કરી શકે છે?
સરકાર માતાઓને મદદ કરવા માટેની પોલિસીમાં વધુ રાહત આપી શકે છે. ભારતમાં હાલ 6 મહિનાની પ્રેગ્નન્સી લીવ આપવામાં આવે છે, જ્યારે અમેરિકામાં 16 મહિનાની લીવ હોય છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં પ્રેગ્નન્ટ મહિલાઓ અથવા જેમના બાળકોની ઉંમર 2 વર્ષથી ઓછી છે સરકારે તેમની મદદ કરવી જોઈએ.

વ્યક્તિગત રીતે પણ તમે મદદ કરી શકો છો
એક્સપર્ટના જણાવ્યાનુસાર, માતાઓને તમામ સોશિયલ સપોર્ટની આવશ્યકતા હોય છે. સોશિયલ સપોર્ટમાં વ્યક્તિગત તરીકે દરેકની ભૂમિકા મહત્ત્વની બને છે. તે પછી પાડોશી હોય, ઓફિસના સહકર્મચારી હોય કે પછી પરિવારના કોઈ સભ્ય હોય. તમે આમાંથી કોઈપણ વ્યક્તિની ભૂમિકામાં હોઈ શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો