તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Corona Can Rain Havoc For Many Years, Destroying Humans Even 20,000 Years Ago; Evidence Was Found In The DNA Of The People Of East Asia

વાઈરસને વેક્સિનથી રોકવો જરૂરી:કોરોના ઘણા વર્ષો સુધી કહેર વરસાવી શકે છે, 20 હજાર વર્ષ પહેલાં પણ મનુષ્યનો વિનાશ કરી ચૂક્યો છે; પૂર્વ એશિયાના લોકોના DNAમાં પુરાવા મળ્યા

3 મહિનો પહેલા

કોરોનાવાઈરસને જો વેક્સિનેશનથી જલ્દી નિયંત્રણ કરવામાં નહીં આવે તો તે ઘણાં વર્ષો સુધી કહેર વરસાવશે. સાયન્સ જર્નલ 'કરન્ટ બાયોલોજી'માં પ્રકાશિત રિસર્ચના અનુસાર, કોરોનાનાં લગભગ 20 હજાર વર્ષ પહેલા પણ પૂર્વ એશિયામાં પોતાનો પ્રકોપ વરસાવી ચૂક્યો છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ત્યારે તે પ્રાચીન કોરોનાવાઈરસનો આ સમગ્ર વિસ્તારમાં ઘણા વર્ષો સુધી પ્રકોપ રહ્યો હતો. રિસર્ચનું નેતૃત્વ કરનાર એરિઝોના યુનિવર્સિટીના ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ ડેવિડ એનાર્ડના જણાવ્યા પ્રમાણે, એનાથી આપણે ચિંતિત થવું જોઈએ. અત્યારે જે ચાલી રહ્યું છે તે ઘણી પેઢીઓ સુધી ચાલી શકે છે.

પ્રકોપ એટલો બધો હતો કે જનીન પર અસર થઈ
પ્રકોપ એટલો બધો હતો કે આજે પણ તેના અવશેષો ચીન, જાપાન, વિયેતનામ, અને પૂર્વ એશિયા અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના DNAમાં મળ્યા છે. આ વિસ્તારમાં રહેતી વસ્તીના 42 જનીનમાં કોરોનાવાઈરસથી બચવા માટે કરવામાં આવેલા ફેરફારના પુરાવા મળ્યા છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને આનુવંશિક અનુકૂલન (Genetic adaptation) કહેવાય છે. કોરોનાવાઈરસથી (SARS-COV-2) દુનિયામાં અત્યાર સુધી 18 કરોડથી વધારે લોકો બીમાર અને 39 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાને અત્યાર સુધી અબજો ડોલરનું આર્થિક નુકસાન થયું છે. કરોડો લોકો ફરીથી ગરીબ થઈ ગયા છે.સંશોધકોનું કહેવું છે કે, જો ઝડપી વેક્સિનેશન કરીને કોરોનાવાઈરસને રોકવામાં નહીં આવે તો ઘણા વર્ષો સુધી મહામારી રહેશે અને સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.

વાઈરસની સાથે મનુષ્યના જનીન પણ મ્યુટેશન કરે છે
જે રીતે વાઈરસ પોતાને બચાવી રાખવા માટે મ્યુટેશન એટલે કે ફેરફાર કરે છે, તેવી જ રીતે મનુષ્યના જનની પણ મ્યુટેશન કરતા રહે છે. એટલે કે વાઈરસ પણ પેઢીઓથી મનુષ્યના જનીનમાં ભારે ફેરફાર કરતો આવ્યો છે.

કોઈ વાઈરસની વિરુદ્ધ જનીનમાં એક મ્યુટેશન જીવન અને મૃત્યુની વચ્ચેનું અંતર પેદા કરી શકે છે. આ ફેરફાર આગળની પેઢીઓમાં પણ ટ્રાન્સફર થાય છે.

એવા કોઈ મ્યુટેશન મનુષ્યની પ્રતિરોધક પ્રણાલીને કોઈ વાઈરસના પ્રોટીનને તેનાથી અલગ કરીને એટલે કે તેને મારવાની ક્ષમતા પેદા કરી શકે છે.

બીજી તરફ વાઈરસ પણ જાતે ફેરફાર કરે છે. તે રોગ પ્રતિરોધક પ્રણાલીથી બચવા માટે પોતાના પ્રોટીનનો આકાર બદલી લે છે. તેના જવાબમાં રોગ પ્રતિરોધક પણ પોતાના જનીનમાં મ્યુટેશન એટલે કે ફેરફાર કરી શકે છે.

ડૉ. ડેવિડ એનાર્ડ અને તેમના સાથીઓએ છેલ્લા કેટલાય વર્ષોમાં મનુષ્યના જિનોમમાં ફેરફારની આ પેટર્નને ફરીથી બનતી જોઈ છે.

26 પ્રકારની વસ્તી સાથે 2500 DNAની તુલના
જ્યારે કોરોના ફેલાયો તો તેને વિચાર્યું કે શું કોઈ જૂના કોરોનાવાઈરસે મનુષ્યના જિનોમ પર છાપ છોડી છે? આ સવાલનો જવાબ જાણવા માટે તેમને પોતાના સાથીઓની સાથે મળીને સમગ્ર દુનિયાની 26 વિવિધ વસ્તીના 2500થી વધારે લોકોના DNAની તુલના કરવામાં આવી.

આ દરમિયાન પાંચ જગ્યાની વસ્તીમાં 42 જનીનમાં કોરોનાવાઈરસનો સામનો કરવાના પુરાવા મળ્યા. તેને અનુકૂલન કહેવામાં આવે છે. જનીનમાં આ અનુકૂલન ફક્ત પૂર્વ એશિયાની વસ્તીમાં જોવા મળ્યું. બાકીની વિશ્વની વસ્તીમાં આવા સંકેત મળ્યાં નથી.

સંશોધકોનું માનવું છે કે, આ જનીનમાં વાઈરસની વિરુદ્ધ આ મ્યુટેશન એટલે કે ફેરફાર 20 હજારથી 25 હજાર વર્ષ પહેલા થયું હશે.

ફેફસાંના ખાસ પ્રોટીન સાથે સંકળાયેલા જનનીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
વાઈરસ એક એવી જૈવિક સંરચના છે, જે અન્ય જીવોની જેમ પ્રજનન કરવાની જગ્યાએ બીજા જીવોના કોષો પર હુમલો કરીને તેના જેનેટિક મટિરિયલનો ઉપયોગ કરીને પોતાની જાતની વધુ અને વધુ કોપી બનાવે છે. વાઈરસ મનુષ્યના કોષોમાંથી પેદા થતા વિશિષ્ટ પ્રોટીનની સાથે સંપર્ક કરે છે અને તેનાથી જોડાય છે, જેને આપણે વાઈરલ ઈન્ટરેક્ટિંગ પ્રોટીન (VIP) કહીએ છીએ.

તાજેતરના રિસર્ચમાં કોરોનાવાઈરસથી બચવા માટે જે 42 જનીનમાં ફેરફારના નિશાન મળ્યા છે, તે તમામ જનીન ફેફસાંમાં જોવા મળતા વાઈરલ ઈન્ટરેક્ટિંગ પ્રોટીન (VIP)થી સંબંધિત છે. એટલે કે માનવ જનીનોએ આ પ્રોટીનમાં ફેરફાર કર્યા જેથી તેઓ કોરોનાવાઈરસથી બચી શકે.

કોરોનાનો પ્રાચીન ઇતિહાસ નથી જાણી શક્યા સંશોધકો
સંશોધકો અત્યાર સુધી કોરોનાવાઈરસ પરિવારનો જૂનો ઈતિહાસ નથી જાણી શક્યા. જ્યારે છેલ્લા 20 વર્ષોમાં જ ત્રણ કોરોના વાઈરસે મનુષ્યને સંક્રમિત કરીને તેમનામાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારી પેદા કરવા માટે મોટા ફેરફાર (અનુકૂલન અથવા adaptation) કર્યા છે. તે વાઈરસ છે કોવિડ-19 (covid-19),સાર્સ (SARS) અને મર્સ (MERS).

20મી સદીમાં ત્રણ વાઈરસ તબાહી મચાવી ચૂક્યા છે
ઓસ્ટ્રેલિયામાં એડિલેડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટરલ સંશોધક અને આ રિસર્ચના સહ લેખક યાસિને સૌઈલ્મી અને રે ટૉબલરના જણાવ્યા પ્રમાણે, વાઈરસનો ઈતિહાસ માનવ સંસ્કૃતિ કરતા જૂનો છે. 20મી સદીમાં ઈન્ફલ્યુએન્ઝા વાઈરસના ત્રણ પ્રકાર- સ્પેનિશ ફ્લૂ (1918-20), એશિયન ફ્લૂ (1957-58), અને હોંગકોંગ ફ્લૂ (1968-69)થી કોરોડ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મહામારીના શરીરમાં ઘણા જેનેટિક નિશાન રહી જાય છે.

કોરોનાવાઈરસની દવા શોધવામાં પણ મદદ મળશે
યાસિને સૌઈલ્મીના જણાવ્યા અનુસાર, વર્તમાન કોરોનાવાઈરસ માટે દવા શોધી રહેલા સાયન્ટિસ્ટ આ 42 જનીનને સ્ટડી કરવા માગે છે. તેનાથી એ જાણી શકાશે કે વર્તમાન કોરોનાવાઈરસની વિરુદ્ધ પ્રતિરોધક કેવી રીતે તૈયાર કરી શકાય છે.