જો તમે LPG કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે એડ્રેસ પ્રૂફ નથી તો પણ તમે સિલિન્ડર ખરીદી શકો છો. પહેલા એવો નિયમ હતો કે જે લોકોની પાસે એડ્રેસ પ્રૂફ હોય તે જ લોકો રસોઈ ગેસ ખરીદી શકતા હતા, પરંતુ દેશની સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)એ સામાન્ય લોકોને રાહત આપતા રસોઈ ગેસ પર એડ્રેસની માન્યતાને નાબૂદ કરી દીધી છે. એટલે કે તમે એડ્રેસ પ્રૂફ વગર પણ ગેસ લઈ શકો છો. જાણો તેની પ્રોસેસ...
અહીંથી ખરીદી શકો છો સિલિન્ડર
ગ્રાહકો પોતાના શહેર અથવા તેમના વિસ્તારની નજીક ઈન્ડેન ગેસ ડિસ્ટ્રીબ્યુટર અથવા પોઈન્ટ ઓફ સેલ પર જઈને 5 કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકે છે. તેના માટે તમારે કોઈપણ ડોક્યુમેન્ટ આપવા નહીં પડે. તમારે માત્ર સિલિન્ડરની કિંમત ચૂકવવી પડશે. ઈન્ડેનનો 5 કિલોનો સિલેન્ડર ઈન્ડેનના સેલિંગ પોઈન્ટથી ભરાવી શકાય છે. આ સિલિન્ડર BIS પ્રમાણિત હોય છે.
સિલિન્ડર કેવી રીતે પાછો કરી શકો છો
જો તમે શહેર છોડીને જઈ રહ્યા છો અથવા ગેસ સિલિન્ડરને કોઈપણ કારણોસર ઈન્ડેનના સેલિંગ પોઈન્ટ પર પાછો કરી શકાય છે. 5 વર્ષમાં પાછો કરવા પર સિલિન્ડરની કિંમતના 50 ટકા પાછા મળી જશે અને 5 વર્ષ બાદ પાછો કરવા પર 100 રૂપિયા મળશે.
ઘરેબેઠા બુક કરાવો
તમે એજન્સી પાસેથી ખરીદી ઉપરાંત રીફિલ માટે બુક પણ કરી શકો છો. બુક કરવાની રીત પણ સરળ છે. તેના માટે ક્યાંય જવાની જરૂર નથી, એટલે કે ઘરેબેઠા સિલિન્ડર બુક કરી શકાય છે. ઈન્ડેને તેના માટે ખાસ નંબર જાહેર કર્યો છે જે 8454955555 છે. દેશના કોઈપણ ખૂણાથી આ નંબર પર મિસ્ડ કોલ કરીને તમે નાનો સિલિન્ડર બુક કરાવી શકો છો. તમે ઈચ્છો તો વ્હોટ્સએપ દ્વારા પણ સિલિન્ડર બુક કરાવી શકો છો. રીફિલ ટાઈપ કરીને તમે 7588888824 નંબર પર મેસેજ કરી દો, તમારો સિલિન્ડર બુક થઈ જશે. 7718955555 પર ફોન કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.