તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Consortium Of National Law University Announces Exam Date, Law Entrance Exam To Be Held On July 23 In Offline Mode

CLAT 2021:કન્સોર્ટિયમ ઓફ નેશનલ લૉ યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી, 23 જુલાઈએ ઓફલાઈન મોડમાં લૉ એન્ટ્રન્સ એક્ઝામ યોજાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કન્સોર્ટિયમ ઓફ નેશનલ લૉ યુનિવર્સિટી (CNLU)એ કોમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT) 2021 માટે નવું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે. નવા શિડ્યુઅલ અનુસાર, હવે આ પરીક્ષા 23 જુલાઈએ ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 13 જૂનના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરના કારણે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી.

બે કલાકની પરીક્ષા હશે
પરીક્ષા માટે ઉમેદવારોને બે કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગે પૂરી થશે. CLAT 2021 ફિઝિકલ પેન-પેપર મોડમાં આયોજિત થશે. અરજીની છેલ્લી તારીખ બાદ ઉમેદવારોને એક્ઝામ સેન્ટર્સની પ્રાયોરિટી બદલાવી તક આપવામાં આવશે. એક્ઝામ કંડક્ટ બોડી ટેસ્ટ સેન્ટર્સના ફર્સ્ટ અને સેકન્ડ પસંદગીને એડજસ્ટ કરવાનો પ્રયાસ કરશે.

UG અભ્યાસક્રમો માટે પરીક્ષા પેટર્ન
અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે પરીક્ષા 120 મિનિટની હશે. પરીક્ષામાં 150 મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો પૂછવામાં આવશે. આ તમામ સવાલ એક-એક ગુણના હોય છે. ખોટો જવાબ આપવા પર 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવે છે. પરીક્ષામાં પાંચ સબ્જેક્ટમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં અંગ્રેજી, સામાન્ય જ્ઞાન સહિત કરંટ અફેર્સ, કાનૂની તર્ક, તાર્કિક તર્ક, અને ક્વોન્ટિટેટિવ ટેક્નિક સામેલ છે.

PG કોર્સિસ માટે પરીક્ષા પેટર્ન
PG CLAT પરીક્ષા પણ 120 મિનિટ એટલે કે બે કલાકની હશે. પહેલા સેશનમાં 1 માર્કના 100 ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો પૂછવામાં આવશે. ખોટા જવાબો માટે 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. બીજા સેક્શનમાં ઉમેદવારોને બે ડિસ્ક્રિપ્ટિવ નિબંધ લખવા પડશે. જો કે, મળતી માહિતી અનુસાર, આ વખતે CLAT 2021માં કોઈ ડિસ્ક્રિપ્ટિવ સેક્શન નહીં હોય.

નેશનલ લેવલ લૉ એન્ટ્રસ એક્ઝામ છે CLAT
કોમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT) એક નેશનલ લેવલ લૉ એન્ટ્રન્સ એક્ઝામ છે. તે 22 નેશનલ લૉ યુનિવર્સિટી (NLU) અને ઘણા અન્ય CLAT સંલગ્ન લૉ કોલેજ અને યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન માટે લેવામાં આવે છે.