તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Consider Other Family Needs When Taking Out Term Insurance, Invest Enough And Only If Needed.

ફાઇનાન્સ ટિપ્સ:ટર્મ ઇન્શ્યોરન્સ લેતી વખતે પરિવારની અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખો, પૂરતી આવક અને જરૂર હોય તો જ રોકાણ કરો

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટર્મ પ્લાન પોલિસીધારકનું મત્યુ થયા બાદ તેમના નોમિનીને સંપૂર્ણ રકમ મળે છે
  • ટર્મ ઇન્શ્યોરન્સ કવર તમારી વાર્ષિક આવકનું ઓછામાં ઓછું 10 ગણું હોવું જોઇએ

દેશમાં કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદનારાઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ ઘણી વખત લોકો સમજ્યા-વિચાર્યા વગર જ ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદી લે છે. જે યોગ્ય નથી. વીમો લેતા પહેલા આપણે તેની કેટલી જરૂર છે તે વિશે વિચારવું જોઈએ કારણ કે, ટર્મ પોલિસીમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ મળતો નથી. જો કે, તે તમારા મૃત્યુ પછી તમારા પરિવારને આર્થિક સુરક્ષા આપે છે.

સૌપ્રથમ એ જાણવું જરૂરી કે ટર્મ ઇન્શ્યોરન્સ લેવાની જરૂર છે કે નહીં
સૌપ્રથમ એ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ટર્મ વીમો એ કોઈ રોકાણ નથી. તમારા મૃત્યુ પછી તમારા પરિવારને જ આનો ફાયદો થશે. આવી સ્થિતિમાં પોતાની જાતને સવાલ પૂછો કે, શું તમારા મૃત્યુ પછી તમારા પરિવારને તમારી આવકથી કોઈ ફરક પડશે? જો જવાબ હા હોય તો તમારે ટર્મ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. પરંતુ જો જવાબ ના હોય તો તમારે તે ન લેવો જોઈએ. જો તમારી પાસે પૂરતા પૈસા હોય અને તમે ખૂબ રોકાણ કર્યું હોય તો તમારે ટર્મ ઇન્શ્યોરન્સ લેવાની જરૂર નથી.

ફેમિલીની જરૂરિયાતોને સમજો
ટર્મ ઇન્શ્યોરન્સ કવર તમારી ગેરહાજરીમાં તમારા પરિવારની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે. તમારી વીમા રકમનું મૂલ્યાંકન કરતી વખતે આવકનાં સ્રોત વર્તમાન દેવાની જવાબદારીઓ, કુટુંબના આશ્રિત સભ્યો, તેમની વર્તમાન જીવનશૈલી જાળવવા માટે કરવામાં આવતા ખર્ચ, બાળકોનું ઉચ્ચ શિક્ષણ, તેમના લગ્ન, નિવૃત્તિ વગેરે જેવા અન્ય નાણાકીય હેતુઓ ધ્યાનમાં રાખવા જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય વીમાની પસંદગી કરવી જોઈએ. ટર્મ ઇન્શ્યોરન્સ તમારી વાર્ષિક આવકનો ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઈએ.

ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચકાસો
કોઈપણ કંપનીમાંથી પોલિસી લેતી વખતે તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો તપાસો. હંમેશાં કોઈ એવી વીમા કંપની પસંદ કરો કે જેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સૌથી સારો હોય. ક્લેમ સેટલમેન્ટ રેશિયોથી એ વાત જાણવા મળે છે કે એક ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ગયા વર્ષે કુલ કેટલા ટકા ઇન્શ્યોરન્સ ક્લેમની પતાવટ કરવામાં આવી છે. આ રેશિયો જેટલો વધારે હોય એટલો સારો છે. વીમા નિયમનકાર યોગ્ય વીમા કંપનીની પસંદગી કરવામાં સહાય માટે દર વર્ષે ક્લેમ સેટલમેન્ટ રેશિયો ડેટા બહાર પાડે છે. હંમેશાં 90 ટકા કરતા વધારે રેશિયોવાળી વીમા કંપની પસંદ કરો.

ઇન્શ્યોરન્સ કંપનીને સાચી જાણકારી આપો
વીમા કંપનીઓનું કહેવું છે કે, પોલિસીધારકો દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી આવી રહી છે. હંમેશાં પોલિસીધારકે પોતાનાં પોલિસી પેપર્સ જાતે જ ભરવા જોઈએ. જો પોલિસી લેતી વખતે સાચી માહિતી ભરાય તો ક્લેમ સેટલમેન્ટમાં સરળતા રહે છે. તેથી, પોલિસી ફોર્મ સાવચેતીથી ભરવું જોઇએ.

જરૂર પડે તો રાઇડર અથવા એડ ઓન બેનિફિટ્સ જોઇને પોલિસી ખરીદો
​​​​​​રાઇડર અથવા એડ ઓન બેનિફિટ્સનો અર્થ કોઈપણ વીમા પોલિસી સાથે કોઈ અટેચમેન્ટ થાય છે. પોલિસીમાં કવર થનારા જોખમ સાથે બીજા કોઈ જોખમને એ જ પોલિસી સાથે જોડી લેવું. એટલે કે જો તમે સામાન્ય જીવન વીમા પોલિસી લેશો તો તેની સાથે એક રાઇડર તરીકે ક્રિટિકલ ઇલનેસનું રિસ્ક કવર માટે એક્સ્ટ્રા રાઇડર જોડી શકો છો. તમે ટર્મ ઇન્શ્યોરન્સ સાથે રાઇડર પણ લઈ શકો છો. જો કે, રાઇડર સાથે પ્રીમિયમની કિંમત વધી જાય છે. તેથી, જો બહુ જરૂર હોય તો જ રાઇડરને સામેલ કરો.

ટર્મ ઇન્શ્યોરન્સ શું છે?
ટર્મ ઇન્શ્યોરન્સ એ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે,જે મર્યાદિત સમયગાળા માટે નિશ્ચિત ચૂકવણી દરે કવરેજ આપે છે. જો વીમા કંપની પોલિસીના સમયગાળા દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુ લાભની રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે. તેથી, આ ઇન્શ્યોરન્સ મૃત્યુ થયા બાદ પરિવારને આર્થિક સુરક્ષા આપે કરે છે.

અન્ય સમાચારો પણ છે...