• Gujarati News
  • Utility
  • Complete These 3 Important Tasks Like Registration In PM Kisan Yojana And Investing In Special FD By June 30, Otherwise You Will Incur Losses.

કામની વાત:30 જૂન સુધી PM કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન અને સ્પેશિયલ FDમાં રોકાણ કરવા જેવા આ 3 મહત્ત્વપૂર્ણ કામ પતાવી લો, નહીં તો નુકસાન વેઠવું પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ મહિનામાં જૂનમાં ઘણા જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. જો તમે સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો તો તમારે આ મહિને નવો IFSC કોડ લેવો પડશે. તે સિવાય આ મહિને તમારે PM કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવવા જેવા કામ નહીં કરાવવા પર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તે સિવાય ઘણી બેંક સ્પેશિયલ FD ઓફર કરી રહી છે, આ ઓફરનો ફાયદો 30 જૂન સુધી ઉઠાવી શકાય છે.

PM કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવી લો
જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો 30 જૂન પહેલા કોઈપણ પરિસ્થિતિમાં કરાવી લો, જેથી આ વર્ષના બે હપ્તા તમારા ખાતામાં આવી જશે. PM કિસાન સન્માન નિધિના નિયમોના અનુસાર, જો તમે જૂનમાં અરજી કરો છો અને તમારી આ અરજી સ્વીકાર કરવામાં આવે છે તો જૂન અથવા જુલાઈમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ઓગસ્ટમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે.

વધારે વ્યાજ માટે સ્પેશિયલ FDમાં રોકાણ કરો
SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડાએ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કિમ 30 જૂન 2021ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સ્કિમ્સ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં તમે સિનિયર સિટીઝન છો અને તમને FD કરતા વધારે વ્યાજ જોઈતું હોય તો તેમાં આ મહિને રોકાણ કરી શકો છો.

સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવો IFSC કોડ લેવો પડશે
સિન્ડિકેટ બેંકનું એક એપ્રિલ 2020થી કેનેરા બેંકમાં મર્જર થઈ ગયું છે તેથી હવે 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ જશે. આવી સ્થિતિમાં સિન્ડિકેટ બેંકની બ્રાંચનો હાલનો IFSC કોડ 30 જૂન 2021 સુધી જ કામ કરશે. 1 જુલાઈ 2021થી બેંકનો નવો IFSC કોડ લાગુ થઈ જશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને હવે પોતાની બેંક શાખા માટે નવો IFSC કોડ લેવો પડશે.