તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Complete These 10 Essential Tasks, Including Filing Income Tax, For A Low Interest Home Loan By March 31.

વહેલી તકે પતાવી લો આ કામ:ઓછા વ્યાજ પર હોમ લોન લેવા માટે તેમજ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા સહિત આ 10 જરૂરી કામ 31 માર્ચ સુધીમાં પતાવી લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

31 માર્ચ સુધી તમારે ઘણા જરૂરી કામ પૂરા કરવાના છે. તેમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સંબંધિત ઘણા કામ પણ સામેલ છે. જો તમે ઓછા વ્યાજ દરે લોન લેવા માગો છો તો તમારે 31 માર્ચ સુધી અપ્લાય કરવું પડશે. તે સિવાય તમારે બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન પણ ફાઈલ કરવું પડશે. અમે તમને આવા જ કામો વિશે જણાવી રહ્યા છે જે તમારે 31 માર્ચ સુધી પતાવવાના છે.

ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમ ટેક્સ એક્ટની ઘણી સેક્સન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્સશન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ કરવા પર ટેક્સ છૂટ મેળવી શકાય છે.​​​​​​​

બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરો
2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તેના માટે કરદાતાને દંડ ભરવો પડે છે. રિવાઈઝ્ડ રિટર્ન સુધી ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે ઘણી ભૂલો થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા કાયદા 1961ની સેક્શન 139(4) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. તેમજ રિવાઈઝ્ડ ITR સેક્શન 139 (5) અંતર્ગત દાખલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાના લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલા જમા કરાવવાનું હોય છે.

આધાર-પેન લિંક કરાવી લેવું
પેનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ઈન્કમ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરાવવાની છેલ્લી તારીખને લંબાવી રહ્યા છે પરંતુ આ વખતે જો છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે તો જેમનો પેન આધાર સાથે લિંક નથી તો તેમના માટે સમસ્યા થઈ શકે છે. તેનાથી 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે 31 માર્ચ સુધી તમે પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં તેને ડિએક્ટિવ થવાથી બચાવવા માટે તેને 31 માર્ચ સુધી લિંક કરાવી લેવું.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરો અપ્લાય
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા દરે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાય છે. યોજના અંતર્ગત જે લોકો પહેલી વખત ઘર ખરીદશે તેમને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. વિવિધ આવક વર્ગને અલગ અલગ સબ્સિડી આપવામાં આવે છે.

LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો
કોરોનાના કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં લોકો મુસાફરી નથી કરી શક્યા. તેથી સરકારે ખાસ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈ વસ્તુ અથવા સર્વિસ ખરીદવા પર પણ લોકો LTCનો લાભ ઉઠાવી શકે છે. શરત એટલી છે કે વસ્તુ પર ઓછામાં ઓછો 12% GST ચૂકવવામાં આવેલો હોવો જોઈએ અને પેમેન્ટ ડિજિટલ રીતે થયેલું હોવું જોઈએ. પ્રતિ વ્યક્તિ LTC ફેરની મર્યાદા 36,000 રૂપિયા છે. પરંતુ તેને લેવા માટે કર્મચારીને ત્રણ ગણી રકમ ખર્ચ કરવી પડશે. ​​​​​​​

બેંક સાથે સંબંધિત 6 કામ પતાવી લો
31 માર્ચ બેંકિંગ સંબંધિત ઘણા જરૂરી કામની છેલ્લી તારીખ છે. તમારી પાસે 31 માર્ચ સુધીના બાકી દિવસનો સમય નથી. 27 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે 9 દિવસમાં માત્ર ત્રણ દિવસ બેંક ખુલશે. 27 માર્ચે મહિનાનો ચોથો શનિવાર અને 28 માર્ચે રવિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે. ​​​​​​​

સસ્તી હોમ લોન લેવા માટે અપ્લાય કરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC, કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તમે ઓછા વ્યાજ દરે લોન લેવા માગો છો તો તમારે 31 માર્ચ 2021 સુધી અરજી કરવી પડશે. આ સ્કીમ અંતર્ગત SBI, HDFC અને ICICI 6.70 %ના વ્યાજ દરે લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 % વ્યાજ પર હોમ લોન આપી રહી છે. ​​​​​​​

ICICI અને HDFCમાં વધારે વ્યાજ માટે FD
HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સામાન્ય FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમારા માતાપિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 31 માર્ચ સુધી આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકો છો.

PPF અને NPS અકાઉન્ટ્સમાં મિનિમમ રકમ જમા કરાવવી
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા નથી જમા કરાવ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં કેટલીક રકમ જરૂરથી જમા કરાવવી. PPF અને NPSમાં પૈસા જમા ન કરાવવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે. જો તમે લઘુત્તમ જરૂરી રકમ જમા નહીં કરાવો તો તેને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ આપવો પડશે. ​​​​​​​

ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે FD કરાવવી
જો તમે વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરવા માગો છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. 5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે. ​​​​​​​

ઓરિએન્ટલ અને યુનાઈટેડ બેંકની ચેકબુક અને IFSC કોડ બદલાઈ જશે
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR કોડ માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહક વધારે જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે. 1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કર્યું હતું. ​​​​​​​

KCC મેળવવા માટે 31 માર્ચ સુધીની તક
જો તમે ખેડૂત છો અને અત્યાર સુધી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)નથી બન્યું તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર 31 માર્ચ સુધી એક ઝુંબેશ ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોને હજુ સુધી KCC નથી મળ્યું, તેઓ પોતાની નજીકની બેંક બ્રાંચનો સંપર્ક કરી શકે છે. તેના માટે સરકારે KCC પ્રાપ્ત કરવાની પ્રોસેસ સરળ બનાવી દીધી છે. હવે ખેડૂતોને એક સરળ ફોર્મ ભરવું પડશે અને 15 દિવસની અંદર તેમને KCC મળી જશે.

અહીં જુંઓ કયા દિવસે બેંક બંધ રહેશે

તારીખબંધ રહેવાનું કારણ
27 માર્ચબીજો શનિવાર
28 માર્ચરવિવાર
29 માર્ચહોળી
1 એપ્રિલ2021-22નો પહેલો દિવસ હોવાને કારણે કામ નહીં થાય
2 એપ્રિલગુડ ફ્રાઈડે
3 એપ્રિલબેંકિંગ કામગીરી ચાલુ
4 એપ્રિલરવિવાર