• Gujarati News
  • Utility
  • Company Closes Monthly Subscription Plan Due To New RBI Rules, Free Trial Sign up Won't Happen

એમેઝોનની મંથલી પ્રાઈમ મેમ્બરશિપ કેન્સલ:RBIના નવા નિયમના કારણે કંપનીએ મંથલી સબસ્ક્રિપ્શન પ્લાન બંધ કર્યો, ફ્રી ટ્રાયલ સાઈન-અપ પણ નહીં થાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ લેનારા યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. હકીકતમાં કંપનીએ તેનું મંથલી પ્રાઈમ મેમ્બરશિપ સબસ્ક્રિપ્શન કેન્સલ કરી દીધું છે. કંપની હવે માત્ર 3 મહિના અથવા તેનાથી વધુના પ્લાન પર જ મેમ્બરશિપ આપશે. તેને પોતાના સપોર્ટ પેજ પર જણાવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ​​​​​​​

કંપનીએ જણાવ્યું કે, RBIના નવા નિયમોના કારણથી અમે 27 એપ્રિલથી અસ્થાયી રૂપે અમારી મંથલી પ્રાઈમ મેમ્બરશિપને બંધ કરી દીધી છે. તેના કારણે જ કંપનીએ આ બે સર્વિસને બંધ કરી...

1. એમેઝોન પ્રાઈમ ફ્રી ટ્રાયલ પર નવા મેમ્બર્સ સાઈન-અપ કરી શકશે નહીં
2. મંથલી પ્રાઈમ મેમ્બરશિપ માટે નવા મેમ્બર્સ સાઈન-અપ કરી શકશે નહીં.

3 મહિના અથવા આખા વર્ષનો પ્લાન લેવો પડશે
એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપના મંથલી સબસ્ક્રિપ્શનની કિંમત 129 રૂપિયા છે. તેના 3 મહિનાના સબસ્ક્રિપ્શનની કિંમત 329 રૂપિયા છે અને વાર્ષિક સબસ્ક્રિપ્શનની કિંમત 999 રૂપિયા છે. RBIના આદેશના કારણે હવે 129 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ નહીં થાય. એટલે કે યુઝર્સને હવે 329 રૂપિયા અથવા 999 રૂપિયાનો પ્લાન જ લેવો પડશે. જે યુઝર્સ અત્યારે ફ્રી ટ્રાયલને એક્સેસ કરી શકતા હતા તેમના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ​​​​​​​

RBIનો નવો આદેશ

  • RBIએ નવા નિયમની જાહેરાત ઓગસ્ટ 2019માં કરી હતી અને બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે આ વર્ષે 30 સપ્ટેમ્બર માટે એક વિસ્તૃત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ગ્રાહકોને કોઈ અસુવિધા ન થાય તે માટે આ સમયમર્યાદા વધારવામાં આવી આવી હતી.
  • વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા વેપારીઓએ RBI અને સરકારને પ્રસ્તાવિત પ્રણાલીને રાખવાનો આગ્રહ કર્યો, કેમ કે, એવું માનવામાં આવતું હતું કે, તે મોબાઈલ, યુટિલિટી, અને અન્ય બિલોના ઓટો-પેમેન્ટ અને ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મના માટેની સભ્યપદ ફીને અવરોધે છે.
  • આવી સ્થિતિમાં બેંક તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સ પર ઓટોમેટેડ પેમેન્ટ્સની નવી રિક્વેસ્ટ પ્રોસેસ કરી શકશે નહીં. ત્યારે હવે યુઝર્સને એમેઝોન પ્રાઈમની ત્રણ મહિના અથવા વાર્ષિક મેમ્બરશિપ લેવી પડશે.
  • RBIની ગાઈડલાઈનના અનુસાર, 5000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. પહેલા તેની ડેડલાઈન ઓગસ્ટ 2019 રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી.