તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Common Law Admission Test Will Be Held On July 23, Candidates Can Change The Exam Center Till July 4.

CLAT 2021:કોમન લૉ એડમિશન ટેસ્ટ 23 જુલાઈએ લેવાશે, 4 જુલાઈ સુધી કેન્ડિડેટ્સ એક્ઝામ સેન્ટરમાં ફેરફાર કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવા માટે સેન્ટરની સંખ્યા વધારી છે
  • પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી લેવામાં આવશે

કંસોર્ટિંયમ નેશનલ લૉ યુનિવર્સિટીઝ(NLU) 23 જુલાઈના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) 2021 એક્ઝામ લેશે. દેશભરમાં કોરોના મહામારીની સ્થિતિને જોઇને કંસોર્ટિંયમે CLATની પરીક્ષા માટે એક્ઝામ સેન્ટરની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કેન્ડિડેટ્સ, પેરેન્ટ્સની અવર-જવર ઓછી કરવા અને પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી ઈચ્છે તો પોતાના સેન્ટર અપડેટ કરી શકે છે.

4 જુલાઈ સુધી એક્ઝામ સેન્ટર અપડેટ કરો
લૉ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી લેવામાં આવશે. કેન્ડિડેટ્સ 4 જુલાઈ સુધી ટેસ્ટ સેન્ટરની પ્રાયોરિટી અપડેટ કરી શકે છે. 4 જુલાઈ પછી એક્ઝામ સેન્ટર અપડેટ નહીં થાય. ઈચ્છુક કેન્ડિડેટ્સ નીચે આપેલા સ્ટેપ પ્રમાણે એક્ઝામ સેન્ટર અપડેટ કરી શકે છે:

આ રીતે પોતાનું સેન્ટર અપડેટ કરો:

  • સૌપ્રથમ ક્લેટ અકાઉન્ટ લોગિન કરો.
  • અહીં એડિટ એપ્લિકેશન બટન પર ક્લિક કરો.
  • એ પછી પ્રેફરન્સ ટેબ પર જાઓ.
  • તમારા પ્રેફરન્સ પ્રમાણે 3 ટેસ્ટ સેન્ટર સિલેક્ટ કરો.
  • એ પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને સેવ કરો.
અન્ય સમાચારો પણ છે...