તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Common Law Admission Test Date Announced, Registration Process For The Exam To Be Held On May 9 Will Start From January 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CLAT 2021:કોમન લો એડમિશન ટેસ્ટની તારીખ જાહેર થઈ, 9 મેના રોજ યોજાનારી પરીક્ષા માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીઝે કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) 2021ની તારીખ જાહેર કરી દીધી છે. કન્સોર્ટિયમ દ્વારા બહાર પાડવામાં આવેલાં નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, લોની એન્ટ્રન્સ એક્ઝામ આવતા વર્ષે 9 મે, 2021ના ​​રોજ લેવામાં આવશે. પરીક્ષા ઓફલાઇન એટલે કે પેન-પેપર ફોર્મેટમાં સાંજના સ્લોટમાં એટલે કે સાંજે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન લેવામાં આવશે. તેમજ, પરીક્ષા માટેની ઓનલાઇન એપ્લિકેશન 01 જાન્યુઆરી, 2021થી શરૂ થશે. ઉમેદવારો કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ consortiumofnlus.ac.in પર જઇને 31 માર્ચ 2021 સુધી અરજી કરી શકે છે.

કોણ અપ્લાય કરી શકશે?

  • એક્ઝામ ઓથોરિટીએ એડમિટ કાર્ડ રિલીઝ થવા અંગે કોઈ માહિતી શેર કરી નથી. આવી સ્થિતિમાં, ઉમેદવારોને સમયાંતરે ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરવાની સલાહ આપવામાં આવે છે. કન્સોર્ટિયમ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ એન્ટ્રન્સ એક્ઝામ માટે કોઇપણ માન્ય બોર્ડમાંથી 10 + 2 પેટર્નથી ઓછામાં ઓછા 45% સાથે 12મું ધોરણ પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
  • આ વર્ષે 12મા ધોરણની પરીક્ષા આપનારા ઉમેદવારો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એ જ રીતે PG કોર્સિસ માટે એવા ઉમેદવારો અપ્લાય કરી શકે છે જેમણે ઓછામાં ઓછા 50% સાથે LLB ડિગ્રી મેળવી હોય.

મહત્ત્વપૂર્ણ તારીખો

નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ27 ડિસેમ્બર, 2020
ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ01 જાન્યુઆરી, 2021
અરજી કરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2021
એડમિટ કાર્ડ બહાર પડવાની તારીખહજી જાહેર નથી થઈ
પરીક્ષાની તારીખ09 મે, 2021

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો