તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Commission Opens Application Window For Change In Examination Center, Examination Center Can Be Changed In Two Phases Till July 30

UPSC CSE 2021::કમિશન દ્વારા પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર માટે એપ્લિકેશન વિન્ડો ઓપન કરવામાં આવી, 30 જુલાઈ સુધી પરીક્ષા કેન્દ્ર બે ફેઝમાં બદલી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા પ્રીલિમ પરીક્ષા 2021 માટે પરીક્ષા કેન્દ્ર બદલવા માટે એપ્લિકેશન વિન્ડો ઓપન કરી દીધી છે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in દ્વારા પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરી શકશે.

એપ્લિકેશન વિન્ડો 19 જુલાઈ, 2019ના રોજ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સિવિલ સેવા પ્રીલિમ પરીક્ષા સિવાય ઉમેદવારો ભારતીય વન સેવા પ્રારંભિક પરીક્ષા 2021 માટે કેન્દ્રોમાં ફેરફાર કરી શકે છે. આ વખતે આ પરીક્ષા 10 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે.

બે તબક્કામાં પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થશે
એક્ઝામ સેન્ટર બદલવા માટે બે તબક્કા હશે. પહેલા તબક્કામાં 12 જુલાઈથી 18 જુલાઈ, 2021 સુધી પરીક્ષા કેન્દ્ર બદલી શકાશે. તેમજ બીજો ફેઝ 26 જુલાઈ, 2021થી શરૂ થશે. તેના અંતર્ગત ઉમેદવારો 30 જુલાઈ 2021 (સાંજે 06.00 વાગ્યા) સુધી કેન્દ્રમાં ફેરફાર કરી શકે છે. પરીક્ષા સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકાય છે.

ઉમેદવારોની સંખ્યા વધારે હોવાને કારણે કેન્દ્રોની સંખ્યા વધી
આયોગે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી હતી. જાહેર નોટિફિકેશનમાં UPSCએ જણાવ્યું હતું કે, સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2021ના ઉમેદવારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા તાજેતરમાં સિવિલ સેવાઓ માટે અલ્મોડા, ઉત્તરાખંડ, શ્રીનગર, નાસિક અને સુરતમાં ચાર વધારાના કેન્દ્રો બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ રીતે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરો

  • સૌથી પહેલા UPSCના ઓફિશિયલ પોર્ટલ, upsconline.nic.in પર જાઓ.
  • હોમપેજ પર પરીક્ષા કેન્દ્ર બદલવા માટે ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થતાં સેન્ટર ચેન્જ કરવા માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  • હવે આપવામાં આવેલા સૂચનો વાંચીને આગળ વધો.
  • ત્યારબાદ તમારા રજિસ્ટ્રેશન ID અને કેપ્ચા ભરીને કન્ટિન્યુ કરો.
  • હવે તમે આગળની પ્રક્રિયા પૂરી કરી શકશો.