યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઈન્ડ્સ (SWAYAM)ના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના દરેક નોન-ટેક્નિકલ કોર્સની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, આ પરીક્ષા 28 અને 29 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. આ વિશે UGCએ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દેશભરમાં બનાવેલા એક્ઝામ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવશે.
આ રીતે અપ્લાય કરો
પરીક્ષા માટે UGCએ દરેક યુનિવર્સિટી અને કોલેજના કુલપતિઓને એક લેટરમાં વિદ્યાર્થીઓ પાસે examform.swayam.gov.in જાતે રજીસ્ટર કરાવવાનો આગ્રહ કર્યો છે. SWAYAMની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ, 2021 નક્કી કરી છે. કમિશને દરેક કોલેજને પરીક્ષાનો સમય નક્કી કરતી વખતે સ્વયંની પરીક્ષાની તારીખો ધ્યાનમાં રાખવાના નિર્દેશ આપ્યા છે.
UGCએ મહત્ત્વપૂર્ણ સલાહ આપી
UGCએ દરેક કેન્ડિડેટ્સને સલાહ આપી છે કે, તેઓ બે કે તેથી વધારે કોર્સ માટે એક જ તારીખ અને સમયનું સિલેક્શન ના કરે. જાહેર કરેલી નોટિફિકેશનમાં આયોગે દરેક કેન્ડિડેટ્સને પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરતાં પહેલાં સ્વયં પરીક્ષાની ગાઈડ લાઈન ધ્યાનથી વાંચવાની સલાહ આપી છે. પરીક્ષા સાથે જોડાયેલી જાણકારી માટે https://examform.swayam.gov.in/ વિઝિટ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.