તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Cold And Fog Will Follow, NASA Advises Planting 6 Plants At Home To Get Pure Oxygen

ચોખ્ખી હવા કેવી રીતે મેળવવી:ઠંડીની સાથે ધુમ્મસ પણ આવશે, નાસાએ 6 છોડ ઘરમાં વાવીને શુદ્ધ ઓક્સિજન લેવાની સલાહ આપી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મની પ્લાન્ટ અને એલોવેરા જેવા છોડ રાત્રે પણ તમને તાજો ઓક્સિજન આપશે
  • સ્નેક પ્લાન્ટ હવામાંથી ઝાયલીન, બેન્ઝીન અને ટૂલિન જેવાં પાર્ટિકલ્સને દૂર કરશે

દર વખતની જેમ આ વખતે પણ ઠંડી સાથે ધુમ્મસ આવશે. ધુમ્મસ એટલે વાયુ પ્રદૂષણ. શિયાળામાં હવામાં રહેલો ધુમાડો અને ધુમ્મસ ભેગા થઇને વાતાવરણ ધુંધળું બનાવી દે છે. ધુમ્મસમાં નાઇટ્રોજન ઓક્સાઈડ, સલ્ફર ઓક્સાઈડ અને ધુમાડો હોય છે. આ પ્રકારના વાયુ પ્રદૂષણથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. થોડા સમય પછી તે ફેફસાંના ચેપ સહિત ઘણા મોટા રોગો તરફ દોરી શકે છે.

ઠંડીની એન્ટ્રી સાથે જ દેશના અનેક શહેરોમાં ધુમ્મસની શરૂઆત થઈ જાય છે. પરંતુ તેની સૌથી વધુ અસર દિલ્હી-NCRમાં જોવા મળી રહી છે. ડોક્ટર્સ તેનાથી બચવા માટે N-95 જેવા માસ્કનો ઉપયોગ કરવાની સલાહ કરે છે. એર પ્યૂરિફાયર્સ પણ ઘરે લગાવી શકાય છે. તેનાથી બચવા માટે કેટલીક અન્ય રીતો પણ અસરકારક સાબિત થઈ શકે છે, જેમાં ઇન્ડોર પ્લાન્ટ્સ સૌથી અસરકારક છે. આ છોડ નાના હોય છે અને ઘરને શુદ્ધ ઓક્સિજન આપે છે.

નાસાના જણાવ્યાનુસાર આ 6 છોડ દ્વારા તમે તમારા ઘરની હવા ચોખ્ખી રાખી શકે છે
1. મની પ્લાન્ટ

મની પ્લાન્ટ એ ઘરમાં વાવેલો સૌથી સામાન્ય છોડ છે. તેને ગોલ્ડન પોથોસ અથવા ડેવિલ્સ IV તરીકે પણ ઓળખવામાં આવે છે. મની પ્લાન્ટ વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે તે રાત્રે પણ ઓક્સિજન છોડે છે.

મની પ્લાન્ટની બીજી સુવિધા એ છે કે તે ખૂબ જ સરળતાથી ઊગી જાય છે. મની પ્લાન્ટના કોઈપણ ભાગને નાના વાસણમાં અથવા પાણીની બરણીમાં મૂકતાં તે જાતે જ વધવા લાગે છે. તમે આ છોડને બગીચાથી લઈને બેડરૂમમાં ક્યાંય પણ રોપી શકો છો. આ પ્લાન્ટ માર્કેટમાં સરળતાથી મળી રહે છે.

2. પીસ લીલી

પીસ લીલીનાં પાંદડાં જાડાં, લીલાં અને મોટાં હોય છે. તે એક પ્રકારનું નેચરલ પ્યૂરિફાયર છે. આ છોડ ઘરની અંદરથી બેન્ઝીન, ટ્રાઇક્લોથેન, ફોર્માલ્ડિહાઇડનો નાશ કરે છે. ઇલેક્ટ્રોનિક એર પ્યૂરિફાયર પણ તે જ કરે છે. આ છોડની વિશેષતા એ છે કે નાના પોટમાં પણ તે સરળતાથી ઊગી જાય છે.

3. સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટ નેચરલ એર પ્યૂરિફાયર તરીકે કામ કરે છે. આ છોડ હવામાંથી ઝાયલિન, બેન્ઝીન અને ટૂલિન જેવા પાર્ટિકલ્સ દૂર કરે છે. તેને વાઇપર બોસ્ટ્રિંગ હેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પણ મની પ્લાન્ટની જેમ રાત્રે ઓક્સિજન બહાર કાઢે છે. આ છોડ લગાવ્યા પછી તેની વધુ કાળજી લેવાની જરૂર નથી હોતી. તમે તેને નાના પોટમાં અથવા ઘરની લોનમાં સરળતાથી ઉગાડી શકો છો.

4. એરેકા પામ

એવા ઘણા છોડ છે જે હવામાંથી ફોર્માલ્ડિહાઇડને દૂર કરે છે. નાસાના જણાવ્યા મુજબ, એરેકા પામ પ્લાન્ટ 10 છોડમાંથી એક છે જે હવાથી સૌથી વધુ માત્રામાં ફોર્માલ્ડિહાઇડને દૂર કરે છે. ઠંડીમાં હવામાન શુષ્ક થઈ જાય છે, તેથી લોકો ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરે છે. આ પ્લાન્ટ હ્યુમિડિફાયરની જરૂરિયાતને પણ પૂર્ણ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ 24 કલાકમાં એક લિટર પાણી આપે છે. પ્લાન્ટ હવામાંથી ફોર્માલ્ડિહાઇડ ઉપરાંત કાર્બન મોનો-ઓકસાઈડ, બેન્ઝિન, ઝાયલીન અને ટ્રાઇક્લોરેથિલિનને પણ દૂર કરે છે.

5. રબર પ્લાન્ટ

રબર પ્લાન્ટ પણ લોકોનાં ઘરમાં બહુ કોમન છે. આપણે તેને સરળતાથી ઘરના બગીચામાં રોપી કરી શકીએ છીએ. તે એર પ્યૂરિફાયરની જેમ પણ કામ કરે છે. તે હવામાં કાર્બન અને બાયો એફ્યુએન્ટ દૂર કરે છે. પરંતુ જો તમારા ઘરમાં કોઈ પાળતુ પ્રાણી હોય તો આ છોડ ન ઉગાડો કારણ કે, તે કેટલાક પ્રાણીઓ માટે ઝેરી પણ હોય છે.

6. એલોવેરા

જો આપણે લોકોમાં સૌથી વધુ લોકપ્રિય પ્લાન્ટ વિશે વાત કરીએ તો તે એલોવેરા છે. તેનો મલ્ટિયુઝ તેને લોકપ્રિય બનાવે છે. તેના પાંદડાંમાંથી નીકળતી જેલ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા એર પ્યૂરિફાયર તરીકે પણ કામ કરે છે. તે હવામાંથી બેન્ઝીન અને ફોર્માલ્ડિહાઇડ પણ દૂર કરે છે. તે રાત્રે ઓક્સિજન પણ બહાર કાઢે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો