• Gujarati News
  • Utility
  • Coal India Limited Announces Recruitment For 588 Posts Of Management Trainee, Apply For Engineering Candidates Till September 9

સરકારી નોકરી:કોલ ઈન્ડિયા લિમિટેડે મેનેજમેન્ટ ટ્રેનીની 588 જગ્યા પર ભરતી જાહેર કરી, 9 સપ્ટેમ્બર સુધી એન્જિનિયરિંગ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સને દર મહીને 50 હજાર રૂપિયાથી લઈને 1,60,000 રૂપિયાનો પગાર મળશે
  • આ પોસ્ટ માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)એ મેનેજમેન્ટ ટ્રેનીની આશરે 500 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 10 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 588 પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 588

જગ્યાસંખ્યા
માઈનિંગ253
ઇલેક્ટ્રિકલ117
મેકેનિકલ134
સિવિલ57
ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ15
જિયોલોજી12

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
ઉંમર
ઉમેદવારની ઉંમર 4 ઓગસ્ટ 2021ના રોજ 30 ઓગસ્ટથી વધારે ના હોવી જોઈએ. ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 10 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 9 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ગેટ 2021 સ્કોર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટમાં પ્રદર્શનને આધારે કરવામાં આવશે.

સેલરી
કેન્ડિડેટ્સને દર મહીને 50 હજાર રૂપિયાથી લઈને 1,60,000 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC-1180 રૂપિયા
SC/ST/PWD-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: