તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Coach And Assistant Coach Recruitment 2021: 320 Vacancies For Coach And Assistant Coach, Sports Authority Of India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોચ સહિત 320 જગ્યા માટે ભરતી બહાર પાડી, 20 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોચ માટે અપ્લાય કરતા કેન્ડિડેટ્સની ઉંમર 45 વર્ષ અને આસિસ્ટન્ટ કોચ માટે ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)એ કોચ અને આસિસ્ટન્ટ કોચની જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ શરુ થઇ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 20 મે સુધી આ જગ્યા પર અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 320 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત

કોચ: કેન્ડિડેટ્સ પાસે SAI, NS NIS કે અન્ય કોઈ નેશનલ/ઇન્ટરનેશનલ યુનિવર્સીટીમાંથી કોચિંગમાં ડીપ્લોમા કરેલું હોવું જોઈએ.
આસિસ્ટન્ટ કોચ: અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે SAI, NS NIS અન્ય કોઈ નેશનલ/ઇન્ટરનેશનલ યુનિવર્સીટીમાંથી આસિસ્ટન્ટ કોચિંગમાં ડીપ્લોમા કરેલું હોવું જોઈએ
વધુ જાણકારી માટે કેન્ડિડેટ્સ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.

પદની સંખ્યા- 320

જગ્યાસંખ્યા
કોચ100
આસિસ્ટન્ટ કોચ220

ઉંમર
કોચ માટે અપ્લાય કરતા કેન્ડિડેટ્સની ઉંમર 45 વર્ષ અને આસિસ્ટન્ટ કોચ માટે ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ.

સેલરી
કોચની જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 105,000-150,000 રૂપિયા પગાર મળશે. આસિસ્ટન્ટ કોચ માટે સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 41,420 -112,400 રૂપિયા પગાર મળશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 20 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 20 મે,2021 સુધીમાં અપ્લાય કરી શકે છે.

કોચની ઓફિશિયલ નોટિફિકેશન
આસિસ્ટન્ટ કોચની ઓફિશિયલ નોટિફિકેશન