તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Claim In British Study New Strain Could Hospitalize More Patients In 2021 Than In 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો સ્ટ્રેન વધુ જોખમી:બ્રિટિશ સ્ટડીમાં દાવો - નવા સ્ટ્રેનથી 2021માં 2020ની સરખામણીએ વધુ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થઈ શકે છે

કાર્લ જિમર અને બેનેડિક્ટ કેરી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવ્યા પછી વિશ્વના ઘણા દેશો સાવચેત બની ગયા છે. બ્રિટન સિવાય સાઉથ આફ્રિકા અને નાઇજિરિયામાં પણ આ સ્ટ્રેન જોવા મળ્યો છે. અહીં ભારતમાં UKથી આવી રહેલા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નવો સ્ટ્રેન કોરોનાનું એક નવું સ્વરૂપ છે. તાજેતરમાં જ બ્રિટિશ વૈજ્ઞાનિકોએ નવાં વેરિઅન્ટ પર સ્ટડી પબ્લિશ કરી છે, જે ચિંતા વધારે છે.

સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ નવા વેરિઅન્ટને જોખમી ગણાવ્યો છે. આ સાથે જ સ્ટ્રેનને અટકાવવા કેટલાક સંકેતો પણ આપ્યા છે. તેમાં તમામ શાળાઓ, યુનિવર્સિટીઓને બંધ કરવા અને વેક્સીન ડિસ્ટ્રીબ્યુશનમાં વેગ આપવા સલાહ આપી છે. આ સ્ટડીના લેખક નિકોલસ ડેવિસ કહે છે કે, જે દેશોમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમણે આ સ્ટ્રેનને ચેતવણી તરીકે લેવો જોઈએ.

નવાં વર્ષમાં વધુ દર્દીઓ સામે આવી શકે છે
ડોક્ટર ડેવિસે નવાં વેરિઅન્ટથી 6 મહિનામાં આવનારા જોખમ અને તેને અટકાવતા મોડેલ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે રસી વિના તેને રોકવો શક્ય નથી. વર્ષ 2021માં 2020થી વધુ દર્દીઓ હોસ્પિટલો અને ICUમાં દાખલ થઈ શકે છે.

નવાં વેરિઅન્ટ પર એક્સપર્ટ્સનો અભિપ્રાય

 • લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં એપેડેમિયોલોજિસ્ટ ડોક્ટર ડેવિસનું કહેવું છે કે, અભ્યાસના પ્રારંભિક પરિણામો દિલાસો આપે એવા છે. આ સ્ટ્રેનને ફક્ત રસીકરણ વધારીને રોકી શકાય છે.
 • આ અભ્યાસ સેન્ટર ફોર મેથેમેટિકલ મોડેલિંગ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અત્યારે સ્ટડીને સાયન્ટિફિક જર્નલ દ્વારા રિવ્યૂ કરવામાં નથી આવ્યો. આવા અભ્યાસમાં ઘણા પ્રકારના મોડેલ્સના ડેટાનો અભ્યાસ કરવામાં આવે છે. તેમજ, કેટલાક વૈજ્ઞાનિક તેને લઇને લેબમાં એક્સપરિમેન્ટ કરે છે.
 • કોરોનાનું નવું સ્વરૂપ બહુ જોખમી નથી
 • સ્ટડીમાં બહાર આવ્યું છે કે, નવું વેરિઅન્ટ બહુ જોખમી નથી. વૈજ્ઞાનિકોએ અન્ય કરતાં 56% વધુ જોખમી અને બ્રિટિશ સરકારે 70% જોખમી ગણાવ્યું છે.
 • હાવર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એપિડેમિયોલોજિસ્ટ બિલ હેનેઝ અભ્યાસ માટેના અપ્રોસના વખાણ કરે છે. તેઓ કહે છે કે સ્ટડીમાં વેરિઅન્ટ વિશેની બધી બાબતો છે.
 • હેનેઝના જણાવ્યાનુસાર, સ્ટ્રેન અંગે જે પણ માહિતી બહાર આવી છે તે નક્કર છે. તેઓ તેના ભય, ફેલાવા અને જીવલેણ અસરોના પ્રશ્ન વિશે ચિંતાઓ ઊભી કરે છે.

એકબીજાના સંપર્કમાં આવવાથી વાઇરસ ફેલાયો

 • ડોક્ટર ડેવિસ અને તેના સાથીઓએ બીજાની તુલનામાં આ વેરિઅન્ટના ઝડપથી ફેલાવાના પુરાવા આપ્યા છે. બ્રિટનના ઘણા વિસ્તારોમાં સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાય છે. આનું કારણ એ છે કે લોકો ટ્રાવેલ કરે છે અને તેના કારણે એકબીજાના સંપર્કમાં આવે છે.
 • ગૂગલના એક ડેટામાં મોબાઈલ યુઝરની મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના મેથેમેટિકલ મોડેલ બનાવ્યાં છે. તેમાં સ્ટ્રેનના ફેલાવાની સ્પીડ અને નવા કેસ શોધી શકાય છે.

નવો વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે. જો કે, 56% જેટલો વાઇરસ જીવલેણ હોવો એ રફ વર્ક છે. તેઓ હજી પણ આ વિશે ડેટા ભેગો કરી રહ્યા છે.
ડેવિસ કહે છે કે, આ ટકાવારી જેટલી ઓછી હશે, એટલા હળવા થઈશું. મારી પાસેના ડેટા મુજબ વેરિઅન્ટને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ એક ખૂબ જ મજબૂત કેસ છે.

શું વેક્સિન નવા સ્ટ્રેનના ફેલાવાને અટકાવવા સક્ષમ છે?
નવો સ્ટ્રેન અટકાવવામાં વેક્સિન કેટલી અસરકારક છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. વેક્સિન એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, વેક્સિન સ્ટ્રેનને રોકવા માટે સક્ષમ છે. અત્યારે લેબમાં તેના પર પ્રયોગ ચાલુ છે.

આ પદ્ધતિઓ દ્વારા નવો સ્ટ્રેન કન્ટ્રોલમાં લાવી શકાશે

 • વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિનેશન માટે એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દર અઠવાડિયે 2 લાખ લોકોને વેક્સિન મૂકવાની હતી. પરંતુ અત્યારે આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે.
 • ડેવિસ કહે છે કે જો આ સ્પીડે કામ ચાલુ રહ્યું તો નવો સ્ટ્રેન અટકાવવો મુશ્કેલ છે. વેક્સિનેશનની સંખ્યા દર અઠવાડિયે વધારીને 20 લાખ કરવાની રહેશે અને સ્પીડ પણ વધારવી પડશે. અમેરિકામાં આ બાબતની અવગણના કરવામાં આવી રહી છે.
 • ડેવિસ જે મોડેલનું વિશ્લેષણ કરી રહ્યા છે તે બીજા મોડેલ પર આધારિત છે. આમાંના ઘણાં મોડેલ્સ ખોટાં સાબિત થઈ શકે છે.
 • 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સ્ટ્રેનનું જોખમ 50%
 • નેટવર્ક સાયન્સ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર એલિસેન્ડ્રો વેસપિગનાની કહે છે કે, આ રસી મળવાનો ડેટલો આનંદ થયો હતો હવે નવું વેરિઅન્ટ આવવાથી ચિંતા એટલી વધી ગઈ છે.
 • એકબીજામાં આ સ્ટ્રેન ફેલાવાની ઘણી સંભાવના છે. 20 વર્ષથી નીચેના લોકોમાં તેનું જોખમ 50% છે. આનો અર્થ એ છે કે તે બાળકોમાં ઝડપથી ફેલાઈ શકે છે. આ મોડેલમાં ટીનેજરનાં જોખમો વિશે કંઈ સ્પષ્ટતા નથી. તેથી, ચિંતા થોડી વધુ થઈ રહી છે.
 • ડોક્ટર હેનેઝે કહે છે કે, આ અભ્યાસ ભવિષ્યના જોખમો દર્શાવે છે. આ કોઈ આગાહી કે ભવિષ્યવાણી નથી. આમાં જોખમ વર્ણવવામાં આવ્યું છે. અભ્યાસનો મૂળ આધાર જ સ્ટ્રેનને ગંભીરતાથી લેવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો