કાઉન્સિલ ફોર ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ એકેડમિક યર 2022 માટે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો સિલેબસ ઘટાડ્યો છે. વર્ષ 2022માં ધોરણ 10-12ની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરેલી નોટિફિકેશન ચેક કરી શકે છે.
ધોરણ 10-12ના આ વિષયના સિલેબસમાં ઘટાડો થયો
કાઉન્સિલ તરફથી જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, ISCE માટે ઈતિહાસ અને નાગરિક, ભૂગોળ, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇકોનોમિક્સ, કોમર્શિયલ સ્ટડી, કમ્પ્યુટર એપ્લિકેશન, ઇકોનોમિક એપ્લિકેશન, કમર્શિયલ એપ્લિકેશન, હોમ સાયન્સ, ફિઝિકલ એજ્યુકેશન અને યોગ સબ્જેક્ટમાં સિલેબસ ઘટાડવામાં આવ્યો છે.
ISCનાં જે વિષયોના સિલેબસમાં ઘટાડો કર્યો છે તેમાં, અકાઉન્ટ, કોમર્સ, ઈકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, જીયોગ્રાફી, સોશિયોલોજી, સાઈકોલોજી, કમ્પ્યુટર સાયન્સ, બાયોટેક્નોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ વિષય સામેલ છે.
CISCEએ દરેક સ્કૂલને લેટર લખ્યો
આ વિશે CISCEએ સ્કૂલને લખેલા લેટરમાં કહ્યું કે, ધોરણ 10-12ના અન્ય વિષયોના સિલેબસની સમીક્ષા કરવાની પ્રોસેસ હાલ ચાલુ છે. કાઉન્સિલ ટૂંક સમયમાં બાકીના વિષયોના સિલેબસની જાણકારી આપશે. કાઉન્સિલે જણાવ્યું કે, સ્કૂલોને નવા સિલેબસમાં આપેલા ક્રમ પ્રમાણે ભણાવવાનું કહેવામાં આવ્યું છે. જેથી આગળ જરૂર પડે તો હજુ આ અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.