તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CISCE Reduce The Syllabus For 10th 12th Examinations, Reduces The Syllabus Of English And Indian Language Syllabus For 2022 Annual Exams.

CISCE બોર્ડ 2022:નેક્સ્ટ સેશન માટે બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષાનો સિલેબસ ઘટાડ્યો, ઇંગ્લિશ અને ઇન્ડિયન લેન્ગવેજનો પાઠ્યક્રમ ઓછો કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CISCEએ કોરોનાની સ્થિતિ જોઇને આ વર્ષની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી
  • કેન્સલ કરેલી એક્ઝામનું પરિણામ જુલાઈ મહિનામાં જ આવશે

કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ એજ્યુકેશન સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ(CISCE)એ ICSE(ધોરણ 10) અને ISC(ધોરણ 12)ની વાર્ષિક પરીક્ષા માટે સિલેબસ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે ધોરણ 10-12ની વર્ષ 2022ની એક્ઝામમાં ઇંગ્લિશ અને ઇન્ડિયન લેન્ગવેજના સિલેબસમાં ઘટાડો કર્યો છે. કોરોનાને લીધે વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને CISCEએ સિલેબસ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે.

એક્સપર્ટ સાથે વિચારણા કરીને આ નિર્ણય લીધો
આ વિશે CISCEએ કહ્યું કે, અમે કન્ટેન્ટ ક્વોલિટીનું ધ્યાન રાખીને અમારા સબ્જેક્ટ વિશે એક્સપર્ટની સલાહ લીધા પછી ધોરણ 10-12ના અમુક વિષયોનો સિલેબસ ઘટાડી રહ્યા છીએ. CISCEના સચિવ ગેરી એરાથૂને સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, બોર્ડે પાઠ્યક્રમ ઓછો કરવાની પ્રોસેસ શરુ કરી દીધી છે. મહત્ત્વના ટોપિકને સિલેબસમાં સામેલ કરશે.

ધોરણ 10-12ની પરીક્ષા કેન્સલ થઈ
CISCEના વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cisce.org પર વર્ષ 2022ની પરીક્ષાઓ માટે રિવાઈઝ્ડ સિલેબસ ચેક કરી શકે છે. આ સાથે જ ICSE અને ISC ટેબ હેઠળ પાઠ્યક્રમની લિંક પણ ચેક કરી શકે છે. આની પહેલાં કોરોનાની સ્થિતિ જોઇને આ વર્ષની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા માટે અસેસમેન્ટ સ્કીમ પણ નક્કી કરી લીધી છે. ધોરણ 10-12નું રિઝલ્ટ જુલાઈમાં જાહેર કરવામાં આવશે.