• Gujarati News
  • Utility
  • CISCE 2020 Updates| Board Released 10th 12th Compartment Exam Schedule , Exam Will Starts From 6th October, Result Will Be Released On 17th Octobe

ICSE બોર્ડ અપડેટ્સ:10મા અને 12મા ધોરણની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર થયું, 6 ઓક્ટોબરથી શરૂ થશે પરીક્ષા; 17 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

CISCE (કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન)એ ICSE બોર્ડના 10માઅને 12મા ધોરણની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષાઓનું આયોજન 6થી 9 ઓક્ટોબર સુધી થશે. કમ્પાર્ટમેન્ટ અને ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષાઓ થયા બાદ 17 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

CISCEના ટાઈમટેબલ પ્રમાણે, 6 ઓક્ટોબરથી શરૂ થનાર 10મા ધોરણની પરીક્ષાઓ સવારના સેશનમાં યોજાશે. જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ બપોરે 2 વાગ્યે શરૂ થશે. પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓ કાઉન્સિલના ઓફિશિયલ પોર્ટલ www.cisce.org પર ટાઈમટેબલ જોઈ શકે છે.

ક્યારે પરીક્ષા યોજાશે
પરીક્ષાની ડેટશીટ પ્રમાણે, 10મા ધોરણના બંગાળી, ગુજરાતી, નેપાળી, ગણિત, ફિઝિક્સ સહિત અન્ય વિષયોની પરીક્ષા 6 ઓક્ટોબરે યોજાશે. તો 7 ઓક્ટોબરે કેમેસ્ટ્રીની પરીક્ષા યોજાશે. 8 ઓક્ટોબરે બાયોલોજી અને જિયોગ્રાફીની પરીક્ષા થશે. આ સિવાય ISCની 6 ઓક્ટોબરે હિન્દી, હિસ્ટ્રી અને પોલિટિકલની પરીક્ષા યોજાશે.

આ વર્ષે પરીક્ષા વગર પાસ થયા વિદ્યાર્થીઓ
દુનિયાભરમાં કોવિડ-19 મહામારીને લીધે લોકડાઉનને કારણે આ વર્ષે CISCEની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ કાઉન્સિલે પરીક્ષાનું આયોજન ન કરવાનો નિર્ણય કરી સરેરાશ ફોર્મ્યુલાને આધારે પરિણામ જાહેર કર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ બોર્ડે 15 જુલાઈ પહેલાં પરિણામ જાહેર કર્યા હતા. પરીક્ષાનું ટાઈમટેબલ જોવા માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...