કામની વાત:ખરાબ સિબિલ સ્કોરને કારણે લોન અને ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ બને છે, આ 4 ટિપ્સ ફોલો કરી તેને સુધારો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટ કાર્ડ બંધ કરાવાથી સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે
  • બિલ અને EMIની ચૂકવણી સમયસર કરતાં રહેવું જોઈએ

હોમ લોન, કાર લોન અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો પર્સનલ લોન લેતાં હોય છે, પરંતુ ક્રેડિટ કાર્ડ અથવા લોન લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી છે. સારા સિબિલ સ્કોરને કારણે તમને ઓછાં વ્યાજે સરળતાથી લોન મળે છે. ઘણા કારણોસર સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. અમે તમને આ કારણો અને ક્રેડિટ સ્કોર કેવી રીતે સારો બનાવી શકાય છે તે જણાવીશું...

આ કારણોથી ખરાબ થાય છે સિબિલ સ્કોર

  • જો તમે બેંકમાંથી લોન લીધી હોય અને સમયસર તેની ચૂકવણી ન કરો તો તેનાથી તમારો સિબિલ સ્કોર ખરાબ અથવા ડાઉન થઈ શકે છે.
  • તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે સમયસર તેનું બિલ જમા નથી કરાવતા તો તેની અસર તમારા સ્કોર પર થશે.
  • તમારા બેંક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન ન કરવા અથવા તેમાં ઝીરો બેલેન્સ હોવા પર પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.

આ રીતે તમે તમારો સિબિલ સ્કોર સારો બનાવો
બિલ અને EMIની ચૂકવણી સમયસર કરો
લોન અથવા કોઈ અન્ય EMI અને ક્રેડિટ કાર્ડની ચૂકવણી સમય પહેલા કરવી જોઈએ. જો તમે આદત રાખતો તો તમારો ક્રેડિટ સ્કોર સુધરશે. તેમાં બેદરકારી ન રાખો.

લોનની ચૂકવણી
એક વ્યક્તિ જેનો લોન ચૂકવણીનો સારો રેકોર્ડ હોય તેનો ક્રેડિટ સ્કોર એટલો જ સારો હોય છે. આવી સ્થિતિમાં જો તમે અત્યાર સુધી કોઈ લોન નથી લીધી તો તમે તમારી જરૂરિયાત માટે લોન લઈ શકો છો અને તેની સમયસર ચૂકવણી કરવા પર તમારો સિબિલ સ્કોર સુધરશે. સારો સિબિલ સ્કોર જાળવી રાખવા માટે લોન હિસ્ટ્રી સારી હોવી જોઈએ. તેમાં સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ, શોર્ટ ટર્મ અથવા લોન્ગ ટર્મ વિવિધ પ્રકારની લોન સામેલ થઈ શકે છે.

ક્રેડિટ કાર્ડ બંધ ન કરો
તમારે તમારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ બંધ કરવાથી બચવું જોઈએ. તેનાથી શોપિંગ કરતા રહો અને બિલની ચૂકવણી કરતા રહો. તે ઉપરાંત સતત તમારા જોઈન્ટ અકાઉન્ટની, સિબિલ સ્કોરની સતત સમીક્ષા કરો. જોઈન્ટ લોનના કેસમાં ગ્રાહક પર EMIની ચૂકવણી માટે સમાન જવાબદારી હોય છે. તેની ક્રેડિટ સ્કોર પર સીધી અસર પડે છે.

750 અથવા તેનાથી વધારે આંકડો સારો
સિબિલ સ્કોર 300થી 900 આંકડા સુધીનો હોય છે. જો સિબિલ સ્કોર 750 કે તેથી વધારે હોય તો લોન મેળવવી સરળ બને છે. સિબિલ સ્કોર 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રી પ્રમાણે બને છે.

સિબિલ સ્કોરનો બેઝ
30% સિબિલ સ્કોર તમે લોનની ચૂકવણી કરી શકો છો કે નહિ તેના આધારે નક્કી થાય છે. 25% સિક્યોયર્ડ અથવા અનસિક્યોયર્ડ લોન પર, 25% ક્રેડિટ એક્સપોઝર અને 20% લોનના ઉપયોગ પર આધાર રાખે છે.