તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Choosing The Right Fitting And Clipped Mask On The Nose, Washing Glasses With Soap Before Wearing

ચશ્મામાંથી ફોગ કેવી રીતે દૂર કરવો:યોગ્ય ફિટિંગ અને નાક પર ક્લિપવાળું માસ્ક પસંદ કરવું, ચશ્મા પહેરતા પહેલાં સાબુથી ધોવા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ ડિસ્ટન્સિંગ, હાઇજીન અને માસ્ક. રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી આપણે વાઇરસથી પોતાને બચાવવા માટે આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને માસ્ક આપણો દૈનિક સાથી બની ગયો છે. માસ્કથી ચહેરાને કવર કર્યા વગર ફણે કોઇણ જાહેર સ્થળે જવાનું વિચારી પણ શકતા નથી. જો કે, સુરક્ષાનો સાથી એ માસ્ક ચશ્મા પહેરેલા લોકો મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણી વખત શ્વાસ લેવાને લીધે ચશ્મા પર ધુમ્મસ ભેગું થઈ જાય છે, જેના કારણે કંઈ દેખાતું નથી અને ઘણીવાર તે જોખમી પણ સાબિત થઈ શકે છે.

માસ્કના કારણે ચશ્મા પર ફોગ થઈ જવાનું કારણ શું છે?

જ્યારે આપણે માસ્ક પહેરીએ ત્યારે અંદરની ગરમ હવા શ્વાસ દ્વારા કિનારાથી બહાર જાય છે. પછી જ્યારે આ ગરમ હવા ઠંડા લેન્સ પર ભેગી થાય ત્યારે સપાટી પર ધુમ્મસ ભેગું થઈ જાય છે. આ વસ્તુ ઠંડા વાતાવરણમાં વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે.

જો તમે ચશ્મા પહેરો છો અને આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો આ 4 ટિપ્સ તમને મદદ કરી શકે છે

# 1) નાક પર ક્લિપવાળું માસ્ક પસંદ કરો: ચશ્મા પર ધુમ્મસ જામી જવાનું સૌથી મોટું કારણ શ્વાસનું માસ્કમાંથી બહાર આવવું છે. આવા કિસ્સામાં, ક્લિપ માસ્ક તમારી સહાય કરી શકે છે. આ ક્લિપ્સ પાતળી પટ્ટી જેવી હોય છે, જેને તમે સરળતાથી દબાવીને નાકની નજીક માસ્કને ટાઇટ કરી શકો છો. આ ક્લિપ્સ ગરમ હવાને ચશ્મા તરફ જતા અટકાવે છે.

જો તમારા માસ્કમાં ક્લિપ નથી તો તમે ટેપની મદદ લઈ શકો છો. મેડિકલ ટેપ અથવા બેન્ડેજની મદદથી માસ્કનો ઉપરનો ભાગ કરવ કરી લો. ધ્યાનમાં રાખો કે ઘરે આ હેતુ માટે વપરાયેલી ડક્ટ ટેપ અથવા પેકિંગ ટેપનો ઉપયોગ કરશો નહીં. આ તમારી ત્વચામાં બળતરા કરી શકે છે.

# 2) માસ્ક પર ચશ્મા પહેરો: આનો સરળ ઉપાય એ છે કે તમે માસ્કને નાકની ઉપરની તરફ ખેંચીને પહેરો. જેથી, ચશ્મા માસ્કની ઉપર આવે. ચશ્માનું વજન તમને આ કાર્યમાં મદદ કરશે. આ કિસ્સામાં, મોં અથવા નાકમાંથી ગરમ હવા નીકળવાની શક્યતા ચશ્મા સુધી પહોંચશે. આ દરમિયાન, ધ્યાનમાં રાખો કે માસ્ક દાઢીની બાજુએથી ઉપર ન જતું રહે.

બીજો ઉપાય માસ્ક હેઠળ ટિશ્યૂ પેપરનો ટૂકડો મૂકવાનો હોઈ શકે છે. જો તમે ટિશ્યૂને વાળીને માસ્કની ક્લિપ નીચે રાખશો તો તે ભેજને શોષી લેવામાં મદદરૂપ થઈ શકે છે.

જો હવા માસ્કની બહાર જઇ રહી હોય તો પછી સમજી જાઓ કે તમે ખોટા ફિટિંગવાળા માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો. પહેલા તો યોગ્ય ફિટિંગવાળું માસ્ક પસંદ કરો અને ચહેરા પર થોડો ટાઇટ પહેરો.

#3) સાબુ અને પાણી: તમારા ચશ્માને સાબુ અને પાણીથી ધોવાનું પણ મદદગાર થઈ શકે છે. ફોગ જમા ન થાય તેના માટે ચશ્માને સાબુ અને પાણીથી ધોઈ નાખો અને ભેજ દૂર કરો. ત્યારબાદ ચશ્માને સૂકવવા દો અથવા તેને સ્વચ્છ માઇક્રો ફાઇબર કપડાંથી સાફ કરી લો. ઘણા અભ્યાસ પણ આ અભિગમને ટેકો આપે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે સાબુ અને પાણી આ બાબતમાં કેવી રીતે મદદ કરી શકે? જવાબ એ છે કે સાબુવાળું પાણી એક પાતળી ફિલ્મ છોડી જાય છે, જે પાણીના મોલિક્યુલ્સને આવા ડ્રોપલેટ્સ બનાવતા અટકાવે છે. આ જ ડ્રોપલેટ્સ પછીથી ધુમ્મસનું કારણ બને છે.

જો કે, આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા ચશ્માં પર કોઈ કોટિંગ તો નથી. ઘણીવાર લેન્સ બહુ મોંઘા હોય છે અને ભૂલથી નુકસાન થઈ શકે છે. જો તમારા લેન્સ પર કોઈ વિશેષ કોટિંગ હોય તો પછી આ ઉપાય અજમાવતા પહેલાં ચોક્કસપણે ઓપ્ટિશિયનની સલાહ ચોક્કસપણે લેવી.

# 4) હવે શોપિંગ જ એક રસ્તો છે: જો કોઈ પણ સોલ્યૂશન તમને મદદ ન કરી શકતું હોય તો પછી શોપિંગ વિશે વિચારો. એન્ટિ ફોગિંગ સ્પ્રે અને વાઇપ્સ બજારમાં અથવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો કે, આ પગલું થોડું મોંઘું સાબિત થઈ શકે છે. વાઇપ્સમાં ઇથેનોલ સાથે એબ્ઝોર્બન્ટ સિલિકોન કમ્પાઉન્ડ્સનું મિશ્રણ હોય છે. તેનાથી સફાઈ કર્યા પછી જ્યારે લેન્સ પરનું આલ્કોહોલ ઉડી જશે તો પાછળ એક પાતળી ફિલ્મ રહી જશે. આ ફિલ્મ તેને ધુમ્મસ બનતા અટકાવશે. એન્ટિ ફોગ સ્પ્રે સિવાય તમે એન્ટિ ફોગ લેન્સનો પણ ઉપયોગ કરી શકો છો.

આ કિસ્સામાં પણ ખરીદતાં પહેલાં એક્સપર્ટની સલાહ લો કારણ કે, તમે નહીં ઇચ્છો કે કોઇપણ સ્પ્રે લેન્સને નુકસાન પહોંચાડે. આ સાથે જ જો ઓનલાઇન ખરીદી કરી રહ્યા હો તો રિવ્યૂઝ પણ ધ્યાનથી જોઈ લો.

અન્ય સમાચારો પણ છે...