• Gujarati News
 • Utility
 • Chinese Banned Apps Alternatives | Complete List (2020 Update) Popular Chinese Apps' Alternatives On Android, IOS

ચાઈનીઝ એપ્સના વિકલ્પ:ભારતીય યુઝર્સ પાસે ચીનની 59 પ્રતિબંધિત એપનો વિકલ્પ છે, રિપ્લેસમેન્ટનું આખો લિસ્ટ જુઓ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે જે 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો તેમાંથી સૌથી વધારે 18 એપ્સ યુટિલિટી કેટેગરીની છે
 • હવે યુઝર્સ પ્રતિબંધિત એપ્સમાં તેમના ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ્સને જોઈ નહીં શકે

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં ટિકટોક, UC બ્રાઉઝર, હેલો અને શેર ઈટ જેવી એપ્સ સામેલ છે. તેવામાં હવે આ એપ્સનો ઉપયોગ કરી રહેલા યુઝર્સ પાસે હવે કેવો વિકલ્પ છે? હવે તેમના ડેટાનું શું થશે? શું ચાઈનીઝ એપ્સના વિકલ્પ તરીકે અન્ય એપ્સ ઉપલબ્ધ છે? જો છે તો તે કઈ છે? આ તમામ એવા સવાલો છે જે હાલ તમામ લોકોના મનમાં ઉદભવી રહ્યા છે. તમામ સવાલોના જવાબ અમે એક્સપર્ટના માધ્યમથી આપી રહ્યા છે.

સરકારે જે 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાંથી સૌથી વધારે 18 એપ્સ યુટિલિટી કેટેગરીની છે. 8 એપ્સ વીડિયો શેરિંગ અને 6 સોશિયલ મીડિયા એપ્સ છે.

ચાઈનીઝ એપ્સનો ઉપયોગ આપમેળે જ બંધ કરવો જોઈએ
માઈક્રોસોફ્ટ કંપનીના લોકલાઈઝેશન ડાયરેક્ટર અને ટેક એક્સપર્ટ બાલેન્દુ શર્મા દાધીચ જણાવે છે કે, યુઝર્સ પાસે અનેક વિકલ્પ છે. આ તમામ 59 એપ્સના વિકલ્પ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે, પરંતુ સૌથી પહેલાં એક જવાબદાર નાગરિક તરીકે તમારે જ તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ કારણ કે, હવે આ એપ ગેરકાનૂની બની છે.

પ્રતિબંધિત ચાઈનીઝ 59 એપ્સ અને તેના વિકલ્પ:

=
=

સરકારનો આદેશ કેવી રીતે લાગૂ થશે?
દાધીચના જણાવ્યા અનુસાર, સરકાર ગૂગલને પ્લે સ્ટોર અને એપલને એપ સ્ટોર પરથી આ તમામ એપ્સ હટાવવાનો આદેશ આપશે. ત્યારબાદ ISP (ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ)ને આ એપ્સનો ડેટા એક્સેસ ન કરવાની અને ટેલિકોમ કંપનીઓને તેમને નેટવર્ક ન આપવાનો આદેશ કરશે. ત્યારબાદ આ એપ્સ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

એપ્સનો એક્સેસ કેવી રીતે બંધ થશે?

 • યુઝર્સને જે કંપનીઓ ઈન્ટરનેટ નેટવર્ક આપે છે. જેમકે એરટેલ, જિઓ, BSNL વગેરે. આ તમામ કંપનીઓ યુઝર્સને 2 રીતે ઈન્ટરનેટ આપે છે. એક મોબાઈલ નેટવર્કથી અને બીજું બ્રોડબેન્ડ કનેક્શન થી.
 • આ કંપનીઓના નેટવર્કને યુઝર્સને આપવાનું કામ ISP કરે છે. તેમનાં માધ્યમથી જ આખી દુનિયામાં ડેટા મળે છે. અર્થાત દુનિયાના કોઈ પણ દેશથી જે ડેટા ભારત આવે છે, તે ISPનાં માધ્યમથી જ આવે છે. તે રીતે જે ડેટા ભારતથી વિદેશમાં જાય છે તે પણ ISPનાં માધ્યમથી જ જાય છે.
 • સરકારના આદેશ બાદ કોઈ પણ વેબસાઈટ કે એપને બેન કરવા માટે ઈન્ટરનેટ કંપનીઓએ બસ એક ફિલ્ટર લગાવવાનું હોય છે. ત્યારબાદ યુઝર્સ તે એપનો કોઈ પણ ડેટા એક્સેસ કરી શકતો નથી.

લોકોના પર્સનલ ડેટાનું શું થશે?

 • ચાઈનીઝ એપ્સનો ઉપયોગ કરી રહેલા યુઝર્સે વહેલી તકે તેમનો ડેટા અને ડોક્યુમેન્ટ્સ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવા જોઈએ. કારણ કે હવે 1-2 દિવસમાં આ એપ્સ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. પછી યુઝર ડેટા મેળવી શકશે નહીં.
 • તમામ એપ્સના કંપનીઓના સર્વર ચીનમાં છે. જો ટેક્નિકલી આ કંપનીઓ યુઝર્સનો ડેટા ડિલીટ કરતી નથી તો તેમનો ડેટા ડિલીટ નહીં થાય, પરંતુ તો પણ યુઝર્સ તેમનો ડેટા એક્સેસ નહીં કરી શકે. અર્થાત તેઓ પોતાના વીડિયો, ફોટો, ફાઈલ્સ વગેરે જોઈ નહીં શકે.

શું એપ ડિલીટ થઈ જશે?
એપ ડિલીટ નહીં થાય પરંતુ તેને તમારે જ ડિલીટ કરવાની રહેશે. તમે સર્વર સુધી પહોંચી નહીં શકો. અર્થાત પ્રતિબંધિત એપ્સનો ડેટા તમે જોઈ નહીં શકો.

શું મોબાઈલમાં પહેલાંથી રહેલી એપ્સનો ઉપયોગ યુઝર્સ કરી શકશે?
ના, આ તમામ રીતે બેન થઈ છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે એપને ડાઉનલોડ કરવાના છો કે પછી તે એપ પહેલાંથી જ તમારા મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક આ એપ્સનો ઉપયોગ નહીં કરી શકે.

ચાઈનીઝ એપ્સ કેવી રીતે પ્રાઈવેસીનો ભંગ કરી રહી હતી?

 • ચાઈનીઝ એપ્સ અસુરક્ષિત હતી. કેમ કે, જ્યારે તમે કોઈ એપ ઈન્સ્ટોલ કરો છો, તો તમે તે મંજૂરી આપી ચૂક્યા હોવ છો કે તેઓ તમારા ફોટો, વીડિયો, મેસેજ, ફાઈલ્સ, ડેટાને એક્સેસ કરી શકે છે. ત્યારબાદ તે તમારા ડેટાનું શું કરે છે, તે કંપની પર આધારિત છે
 • કેટલીક સંસ્થાઓ પરવાનગી માગે છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કરી શકે છે ,જ્યારે કેટલીક સંસ્થાઓ ઉપયોગ કરવાની પરવાનગી નથી માગતી, પરંતુ ઘણી કંપનીઓ પરવાનગી વિના પણ ડેટા ચોરી કરે છે.
 • અત્યારે, ભારત-ચીનની વચ્ચે જે પરિસ્થિતિ છે, તેમાં ચાઈનીઝ કંપનીઓ આપણા ડેટાનું કંઈ પણ કરી શકે છે. ચીનના જૂના રેકોર્ડ પણ આ બાબતમાં વિશ્વસનીય નથી. સાયબર અટેકમાં તેઓ નિષ્ણાત છે. એટલા માટે સરકારે સમજી વિચારીને નિર્ણય લીધો છે. કેમ કે, આ એપ્સનો ઉપયોગ સરકાર અને સેના સાથે જોડાયેલા લોકો પણ કરે છે.જો પ્રોત્સાહિત કરવામાં આવે તો ભારતમાં પણ આવી એપ બની શકે છે
 • દાધીચ કહે છે કે, ચીનની પાસે આમ પણ કોઈ સોફ્ટવેર પાવર નથી, તે માત્ર હાર્ડવેર પાવર છે. આપણા દેશમાં પણ આવી એપ્સ બની શકે છે. થોડાંક આર્થિક પ્રોત્સાહનની જરૂર છે. અત્યારે આપણા ત્યાં સ્ટાર્ટઅપ્સને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. અમારા ઘણા સોફ્ટવેર ડેવલપર્સ વિદેશી કંપનીઓ માટે કામ કરે છે.

ભારતમાં પહેલાથી જ વિદેશી એપ છે, એટલા માટે નથી બનતી
તે ઉપરાંત આપણા ત્યાં પહેલાથી ઘણી મોટી સંખ્યામાં વિદેશી એપ્સ છે, જે લોકપ્રિય પણ છે, એટલા માટે દેશી સ્ટાર્ટઅપ્સ આવી એપ્સ નથી બનાવતી. જ્યારે ચીનમાં મોટાભાગની વિદેશી એપ્સ પર પ્રતિબંધ છે. તેના કારણે ત્યાં લોકલ એપ્સ વધારે બને છે. ત્યાં સરકાર વધુ પ્રોત્સાહન પણ આપે છે. પરંતુ આપણી એપ્સ પણ દુનિયામાં લોકપ્રિય થઈ શકે છે, થોડી નવીનતા લાવવાની જરૂર છે. આપણા દેશની ઘણી એપ્સ લોકપ્રિય પણ છે, જેમ કે, પેટીએમ, શેર ચેટ, ફિલિપ આર્ટ વગેરે.

અન્ય સમાચારો પણ છે...