• Gujarati News
  • Utility
  • Children Who Have Forgotten School Practices Are Most Afraid Of Socialization, This Is How Parents Should Talk To Children To Overcome Anxiety

ફરીથી સ્કૂલે જવાની ચિંતા:જે બાળકો સ્કૂલની પદ્ધતિઓ ભૂલી ગયા છે તેઓ સમાજીકરણથી સૌથી વધુ ડરે છે, એન્ક્ઝાઈટી દૂર કરવા માટે માતા -પિતાએ આ રીતે બાળકો સાથે વાત કરવી જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના કારણે ઘણા દેશોમાં બંધ થયેલી સ્કૂલો હવે ધીમે ધીમે ખુલવા લાગી છે. ઘરમાં બંધ કેટલાક બાળકો હવે ફરીથી સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે, તો કેટલાક બાળકો થોડા દિવસ બાદ જવાનું શરૂ કરશે. ઘણા બાળકો માટે ફરીથી સ્કૂલ જવું એ ખુશીની વાત છે, પરંતુ કેટલાક બાળકોમાં વિપરીત અસર જોવા મળી રહી છે. ઘરમાં ઘણા મહિનાથી બંધ આ બાળકો ફરીથી સ્કૂલ જવાને લઈને ચિંતિત છે. તેમાં એન્ક્ઝાઈટીની સમસ્યા સામે આવી રહી છે.

કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા રશ્મિ જણાવે છે કે, લગભગ દોઢ વર્ષથી બાળકો ઘરે છે, તેથી હવે તેમને સૌથી વધારે ચિંતા સોશલાઈઝિંગની થઈ રહી છે. બાળકોમાં અન્ક્ઝાઈટીનું સૌથી મોટું કારણ છે કે તેઓ જૂની રીતો ભૂલી ગયા છે, આવી સ્થિતિમાં તેમને લાગે છે કે શું ટીચર તેમને સમજી શકશે, શું તેઓ ફરીથી તેમના ટીચરના ફેવરેટ બની શકશે? આવી સ્થિતિમાં ઘણા સવાલ બાળકો મનમાં થઈ રહ્યા છે જેમ કે...

  • મને એસેમ્બલીની રીત યાદ નથી, મારો ક્લાસ અને સીટ યાદ નથી તો તેના માટે ટીચર મને પનિશમેન્ટ તો નહીં આપેને?
  • જૂના ક્લાસ ટીચર બદલાઈ ગયા છે અને નવા ક્લાસ ટીચરને અત્યાર સુધી માત્ર ઓનલાઈન જોયા છે, તેમને ક્યારેય મળ્યા નથી, તો શું તેઓ મને સમજી શકશે?
  • સ્કૂલમાં ટીચર મારા વર્તણ અથવા મારા નોલેજથી ખુશ થશે? જેમ કે ઓનલાઈન ક્લાસિસ પહેલા ટીચર હતા?

ડૉ. પ્રજ્ઞાના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની વાતો જે મોટા લોકો માટે સામાન્ય છે, તે પણ બાળકોમાં એન્ક્ઝાઈટીનું કારણ બની રહી છે. તેના પર શરૂઆતથી ધ્યાન ન આપવામાં આવે તો તે આગળ જઈને બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી સૌથી વધારે જરૂરી છે કે પેરન્ટ્સ બાળકો પર ધ્યાન આપે અને તેમને સમજવાનો પ્રયાસ કરે, તેમના ડરને દૂર કરવાનો પ્રયાસ કરે. પેરન્ટ્સે બાળકોને સમજાવવું જોઈએ કે અમે ઓફિસ જઈ રહ્યા છે તેવી જ રીતે તમારે પણ દરરોજ સ્કૂલે જવાનું છે અને આ કોઈ મુશ્કેલ વાત નથી.

જો તમે પણ આ વાતને લઈને પરેશાન છો તો બાળકોને સ્કૂલના વાતાવરણમાં એડજસ્ટ થવામાં મુશ્કેલી થઈ શકે છે, તો આ રીત અપનાવીને તમે બાળકોની મદદ કરી શકો છો...

બાળકો શું મહેસૂસ કરી રહ્યા છે, એ જાણવાનો પ્રયાસ કરો

ડૉ. પ્રજ્ઞાના જણાવ્યા પ્રમાણે, તમારા બાળકને પૂછો કે તે સ્કૂલે પાછા જવા વિશે કેવું મહેસૂસ કરી રહ્યા છે. તેમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો, ઊંઘની સમસ્યા, ‘શું થશે’ના સવાલ મનમાં થઈ રહ્યા હોય, ચિડિયાપણું, સ્કૂલના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા અને સતત સમજાવવા છતાં ચિંતાઓ ઓછી ન થવી જેવી વાતો પર પેરન્ટસે ધ્યાન રાખવાની જરૂર છે.

  • પેરન્ટ્સ બાળકોને જણાવે તે તમને ખબર છે આ મુશ્કેલ હોઈ શકે છે, કેમ કે હવે તેમને ઘરે રહીને જ ભણવાની આદત પડી ગઈ છે. ઘણી બધી એવી વસ્તુઓ હશે જેના વિશે બાળકોને ખબર નહીં હોય, પરંતુ તેમને આ બધું ફરીથી કરવાનું છે. પેરન્ટ્સ બાળકોને એ સમજાવવાનો પ્રયાસ કરે કે આટલું મુશ્કેલ પણ નથી, ‘યુ કેન ટૂ ઈડ’, તેનાથી સરળ શું હોઈ શકે છે.
  • બાળકોને સમજાવો કે કોઈપણ નવું કામ કરતા પહેલા મોટા પણ નર્વસ થાય છે, તેમને પણ એન્ક્ઝાઈટી થાય છે. તેથી જ્યારે પણ એવું લાગે તો ઊંડા શ્વાસ લો અને મગજને શાંત કરો.

બાળકોની સામે સ્કૂલ અથવા ટીચરને લઈને કોઈ નેગેટિવ વાત ન કરો
ફરીથી સ્કૂલે જવાનું અને ટીચરને મળવાને લઈને બાળકો આમ પણ ચિંતિત છે. આવી સ્થિતિમાં માતાપિતા માટે એ જરૂરી છે કે તેઓ સ્કૂલ સાથે સંબંધિત કોઈપણ નેગેટિવ વાત બાળકોની સામે ન કરે. જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ ખરાબ છે અથવા ટીચર ખોટું ભણાવે છે અથવા આવી કોઈપણ વાત બાળકોની સામે ન કરો.

બાળકોની સાથે સમય પસાર કરો અને તેમને મહેસૂસ કરાવો કે તમે તેને સમજો છો
બાળકોનો તેમના પરિવારની સાથે જે ભાવનાત્મક સંબંધ હોય છે, તે મુશ્કેલ સમયમાં તેમનો મનોવૈજ્ઞાનિક સહારો હોય છે. આવા સમયમાં જ્યારે રોજિંદા જીવનમાં ઘણું બદલાઈ ગયું છે, પરિવારની સાથે સમય પસાર કરીને અનિશ્ચિતતાને દૂર કરી શકાય છે. એટલા માટે વોક કરો, સાથે ડિનર કરો, બોર્ડ ગેમ રમો.

બાળકોને ફરીથી જૂનું રૂટિન અપનાવવામાં મદદ કરો
બાળકોમાં લોકડાઉની સૌથી ખરાબ અસર એ જોવા મળી છે કે રૂટિન બદલાવવાની સાથે તેમના જીવનથી ડિસિપ્લિન પણ જતું રહ્યું છે. જેમ કે ઓનલાઈન ક્લાસ શરૂ થતાં જ બાળકો ઘણી વખત બ્રેકફાસ્ટ કર્યા વગર જ ક્લાસ શરૂ કરી દે છે. બાળકો ટાઈમના પાબંદ નથી રહ્યા કેમ કે તેમને સ્કૂલ બસની ચિંતા નથી, સ્કૂલ યુનિફોર્મ ક્યાં રાખ્યો છે, તે પણ ખબર નથી. તેથી જરૂરી છે પેરન્ટ્સ હવે બાળકોને ધીમે ધીમે તેમના રૂટિનમાં પાછા લાવવાનો પ્રયાસ કરે, કેમ કે તેનાથી તેમના વિકાસમાં સમસ્યા થઈ શકે છે.

બાળક પરેશાન હોય તો તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરો
ધ્યાન ભટકાવવું એ ચિંતાની સારવાર નથી, પરંતુ આ રીત ચિંતાને ઓછી કરી શકે છે. તે સાથે સમસ્યાઓને સમજો, તેના વિશે વિચારવામાં પણ બાળકોની મદદ કરી શકો છો. જ્યારે બાળકો વધારે ચિંતા મહેસૂસ કરી રહ્યા હોય ત્યારે તેમને જણાવો કેકોઈ અટ્રેક્ટિવ શો જુએ, અથવા કોઈ સારી પુસ્તક વાંચે, તેમને શાંત મહેસૂસ કરવામાં મદદ કરી શકો છો.

બાળકોની સામે વારંવાર મહામારી દરમિયાન શું થયું, તેના વિશે વાત ન કરો
ડૉ. પ્રજ્ઞા જણાવે છે કે જે રીતે વિશ્વ યુદ્ધ બાદ હોલોકાસ્ટની ઈફેક્ટ લાંબા સમય સુધી રહી હતી, તેવી જ રીતે કોરોના મહામારીની અસર પણ લાંબા સમય સુધી જોવા મળશે, પરંતુ બાળકોની સામે વારંવાર તેને લઈને વાત ન કરવી જોઈએ કે તેના કારણે કેટલા લોકોનો જીવ ગયો છે. લોકો કેટલા ચિંતિત છે, ઘરમાં બંધ છે, જે લોકો સાજા થયા તેમને પણ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી વાતો સાંભળીને બાળકો વધારે પરેશાન થવા લાગે છે, તેથી જરૂરી છે કે તેમની સામે પાસ્ટ વિશે કોઈ વાત ન કરવી.