Children Should Wear Masks, Not Take Anything From Anyone, Stay At Home If They Are In Poor Health; Necessary Instruction For Parents teachers Also
સ્કૂલે જતા પહેલા જરૂરી સાવધાની:બાળકોએ માસ્ક પહેરીને રાખવું, કોઈની પાસેથી કંઈ લેવું નહીં, તબિયત ખરાબ હોય તો ઘરે જ રહેવું; પેરેન્ટ્સ-ટીચર્સ માટે પણ જરૂરી સૂચના
2 વર્ષ પહેલા
કૉપી લિંક
દેશણાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી ગઈ છે. પરિસ્થિતિ સામાન્ય થતી જોઈને ઘણા રાજ્યોએ સ્કૂલોને ખોલવાનો નિર્ણય કર્યો છે. કોવિડની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અત્યારે દરરોજ 40 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. પંજાબ અને છત્તીસગઢે સ્કૂલો ખોલી દીધી છે, તેમજ ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ 16 ઓગસ્ટથી સ્કૂલો ફરીથી ખોલવાની તૈયારીમાં છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકની વચ્ચે આ નિર્ણય કેટલો યોગ્ય અને પડકારજનક હોઈ શકે છે, તેને લઈને ચર્ચા ચાલુ છે. આ બધાની વચ્ચે પેરેન્ટ્સ માટે બાળકોની સુરક્ષા અને શિક્ષણ બંને ચિંતાનો વિષય છે.
ભારત જ નહીં, અમેરિકા અને UKએ પણ લાંબા સમયથી બંધ સ્કૂલોને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતમાં અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ, અને ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનની તરફથી બાળકોને સ્કૂલે મોકલવા, સ્કૂલમાં અભ્યાસ અને સ્કૂલેથી પરત ફર્યા બાદ સંક્રમણથી બચાવવા માટે કેટલાક જરૂરી નિયમો જણાવ્યા છે.
એ સુનિશ્ચિત કરો કે બાળકોના નાક અને મોં પર માસ્ક સારી રીતે પહેરેલું હોય અને તેમનું ટેમ્પરેચર જરૂરથી ચેક કરો.
બાળકના સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અથવા તબિયત ખરાબ હોય તો તેને સ્કૂલે ન મોકલો.
બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહો.
બાળકોને એ વાત સારી રીતે સમજાવો કે જરૂરી હોય તો જ માસ્ક ઉતારવું અને માસ્ક કોઈપણ કારણે ભીનું થઈ જાય તો તેને તરત બદલી દો.
બાળકોએ ત્યારે માસ્ક ઉતારવું જ્યારે આસપાસ 6 ફૂટના અંતરમાં કોઈન ન હોય અને માસ્કને હાથ લગાવતા પહેલા અને બાદમાં હાથ સેનિટાઈઝ જરૂરથી કરો.
વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝ કરવા માટે કહો.
બસમાં કોઈપણ પ્રકારની સપાટીને સ્પર્શ કરવો નહીં, જો સ્પર્શ કરો તો તરત હાથ સેનિટાઈઝ કરો
બાળકોએ સ્કૂલની સાંકળી ગેલરી અથવા ભીડભાડવાળા રસ્તાથી પસાર ન થવું.
બાળકોનું માસ્ક નાક અને મોંને સારી રીતે કવર કરે તેવું હોવું જોઈએ, જો જરૂર પડે તો તેમને માસ્ક ઉતારીને શ્વાસ લેવા દો, પરંતુ ત્યારે જ્યારે તેમની આસપાસ 6 ફૂટ સુધી કોઈ ન હોય.
બાળકોને હાઈજીનનું ધ્યાન રાખવા અને સમયાંતરે હાથ ધોવા માટે કહો.
સ્કૂલમાં એવી ઘણી ક્લેક્ટિવ એક્ટિવિટીઝ હોય છે જ્યાં ઘણા બાળકો એક સાથે ભાગ લે છે, જેમ કે, સ્પોર્ટ્સ, લેબોરેટરી ક્લાસ, પ્રોજેક્ટ વર્ક. ટીચર્સે આવી એક્ટિવિટી કરાવવાનું ટાળવું અને જો કરાવે તો કોરોના પ્રોટોકોલ જરૂરથી ફોલો કરો.
વિદ્યાર્થીએ સ્કૂલ લેબોરેટરીના ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા અને બાદમાં હાથ સેનિટાઈઝ જરૂરથી કરવા.
કોઈપણ વિદ્યાર્થી અથવા સ્કૂલ સ્ટાફની તબિયત ખરાબ હોય તો તેમને ઘરે મોકલી દો, કેમ કે કોરોનાવાઈરસ તે તમામ લોકો માટે જોખમકારક છે જે કોઈ બીમારીથી પીડિત છે, વૃદ્ધ છે અથવા જેમની ઈમ્યુનિટી કમજોર છે.
તમામ મુખ્ય સ્થાનો જેમ કે, ક્લાસ રૂમ, વોશરૂમ, પાર્કિંગ, એન્ટ્રી અને એક્ઝિટ પર કોરોના પ્રોટોકોલવાળા પોસ્ટર લગાવવા.
વોશરૂમ હાઈજીન પણ જરૂરી છે, તેથી ઉપયોગ કર્યા બાદ સેનિટાઈઝ જરૂરથી કરાવો.
ટીચર્સે એ વાતનું ધ્યાન રાખવું કે બાળકો એક-બીજાથી 6 ફૂટનું અંતર જાળની રાખે.