તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળપણમાં ફિટ રહેવું જરૂરી:બાળકોએ દરરોજ 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે, તેમને ફિટ રાખવાની 6 રીત

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા બાળકો માટે ફિઝિકલી એક્ટિવ રહેવું જરૂરી છે. કોરોનામાં બાળકો એટલા ફિઝિકલ એક્ટિવ નથી રહેતા, જેટલા તેમને રહેવું જોઈએ. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર, 6થી 17 વર્ષની ઉંમરના બાળકોએ દરરોજ ઓછામાં ઓછી એક કલાક સુધી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ.

'ધ લાન્સેટ'ના માર્ચ 2020ના રિપોર્ટના અનુસાર, આ ઉંમરમાં બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ એકસાથે થાય છે. આ દરમિયાન જો બાળકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો તે જોખમી સાબિત થઈ શકે છે. તેના કારણે 18 વર્ષની ઉંમર સુધીમાં ઘણાં બાળકો ડિપ્રેશનનો ભોગ બની જાય છે.

આ સમય આમ પણ ઘણો પડકારજનક છે. શિયાળાની સિઝન અને કોરોનાના કારણે બાળકો હવે ઘરમાંથી બહાર ઓછાં નીકળી રહ્યાં છે. બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકોને લઈને માતા-પિતાની જવાબદારી વધી ગઈ છે.

બાળકોને ફીટ રાખવાની 6 રીતો
1. નાનાં રનિંગ ક્લબ શરૂ કરો

 • બાળકોને ફિઝિકલ એક્ટિવ રાખવા માટે એક નાનું ગ્રુપ બનાવીને રનિંગ ક્લબ શરૂ કરી શકો છો. આ આઈડિયા સેનફ્રાન્સિસ્કોમાં અપનામાં આવ્યો. જ્યાં 6th ગ્રેડના બાળકો સવારે ગોલ્ડન હેટ પાર્ક ખાતે ભેગા થઈને સપ્તાહમાં બે કિલોમીટર સુધી રનિંગ કરે છે. તેનું સૂત્ર છે ‘સુરક્ષિત અંતર. માસ્ક પહેરવું જરૂરી છે.'
 • ત્યાંના સ્થાનિક લોકોએ ઓગસ્ટ મહિનામાં આ ક્લબ શરૂ કરી, જે ઘણો હિટ રહી. તેમાં અત્યાર સુધી 6થી 20 વર્ષની ઉંમરના બાળકો જોડાઈ ચૂક્યાં છે. તમે તમારાં બાળકોને ફિટ રાખવા માટે આ પ્રકારનું ગ્રુપ શરૂ કરી શકો છો.

2- ફિટ રહેવું છે તો જમ્પ કરો

 • બાળકોને દોરડાં કૂદવાની સલાહ આપી શકાય છે. દોરડા કૂદ એક પ્રકારની સ્પોર્ટ્સ છે, જે બાળકોને ફિઝિકલી એક્ટિવ રાખવામાં મદદ કરે છે. આ રમતમાં સતત જમ્પ કરવાનું હોય છે. સૌથી સારી વાત એ છે કે, તે વધારે ખર્ચાળ નથી. તેના માટે કોઈપણ પ્રકારના ગ્રુપની જરૂર નથી રહેતી. એકલા પણ રમતને રમી શકાય છે.
 • 14 વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા નિક વુડર્ડે ‘લર્નિંગ રોપ્સ’ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમાં તેમણે દોરડા કૂદવાની રીતો જણાવી છે. નિક કહે છે કે, તેના માટે તમારે થોડો સમય અને ઓછી જગ્યાની જરૂર હોય છે. આ રમતમાં બાળકોને ટાસ્ક આપી શકાય છે.

3- ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે ફરવા જાઓ

 • તમે ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે એક ટ્રિપ પ્લાન કરી શકો છો. તે કોઈપણ પ્રકારની એડવેન્ચર ટ્રિપ હોઈ શકે છે. સપ્તાહમાં આ પ્રકારની એક ટ્રિપ પ્લાન કરો. આ પ્રકારની ટ્રિપ બાળકોને મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવ રાખવામાં મદદ કરી શકે છે.

4- આસપાસના પાડોશીના લોકોની સાથે મળીને સાયકલ ગેંગ બનાવો

 • કોલોનીમાં આસપાસના બાળકો મળીને એક બાઈક ગેંગ બનાવી શકે છે. તેમાં તેઓ એક જગ્યાએ ભેગા થઈને પોત-પોતાની સાયકલથી ફરવા જઈ શકે છે. તેનાથી બાળકોની એક્સર્સાઈઝ પણ થઈ જશે અને ફરવાનું પણ. ધ્યાન રાખવું કે, બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ હોવું જોઈએ અને તમામ લોકોએ માસ્ક પહેરેલું હોય. તેને દરરોજ સાંજે અથવા સપ્તાહમાં બે દિવસ કરી શકો છો.

5- રમવાનો શોખ છે તો પોતાની ગેમ બનાવો

 • જો બાળકો કોરોનાના કારણે બહાર રમવા નથી જઈ શકતા, તો તેઓ પોતાની એક ગેમ બનાવી શકે છે. જો બાળકોને હોકી રમવાનું પસંદ છે તો તેઓ ઘરમાં જ ગોલ પોસ્ટ બનાવીને તેમાં દરેક એંગલથી બોલ હિટ કરીને પ્રેક્ટિસ કરી શકે છે.
 • તેનાથી બાળકો તેમની મનપસંદ રમત રમી શકશે અને ફિઝિકલી એક્ટિવ રહેશે. આ પ્રકારની ઘણી ગેમની શોધ પણ તેઓ જાતે કરી શકે છે. તેમાં માતાપિતા બાળકોની મદદ કરી શકે છે.

6- પાળતુ પ્રાણીઓને ફેરવવાની અથવા ગાર્ડનિંગની જવાબદારી સોંપો

 • જો તમારાં બાળકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે તો તમે બાળકોને ઘણા પ્રકારની જવાબદારી સોંપો, જેનાથી તેઓ ફિઝિકલી એક્ટિવ રહી શકે. તેમને મોટિવેટ કરવા માટે કામની જગ્યાએ રિવોર્ડ આપો.
 • તમે તમારા બાળકોને દરરોજ રાત્રે કોલોનીમાં ડોગને ફેરવવાની જવાબદારી સોંપી શકો છો. જો ઘરમાં કોઈ પાળતુ પ્રાણી નથી તો ગાર્ડનિંગની જવાબદારી તેમને સોંપી શકો છો.