કોરોના બાદ ગત વર્ષે માર્ચથી જ બંધ થયેલી શાળાઓ હવે ખુલવા લાગી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ફરીથી ખુલી રહેલી શહેરી શાળાઓને લઈને સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે. શાળાઓ ચોક્કસપણે ખુલશે પરંતુ પહેલાં કરતા અલગ રીતે. ગાઈડલાઈનના અનુસાર હવે સ્કૂલમાં ભેગા નહીં થઈ શકાય. સ્કૂલ સ્ટાફ સહિત તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ફોલો કરવા પડશે. સ્કૂલ વ્હીકલ હવે 50% કેપેસિટીમાં જ બાળકોને લઈ જઈ શકશે.
5 ગ્રાફિક્સમાં સમજો શાળાઓ ખુલશે ત્યારે શું બદલાશે
24 કરોડ બાળકો પાછા ફરશે સ્કૂલ
કોરોનાવાઈરસની સૌથી ખરાબ અસર બાળકો પર પડી છે. યુનેસ્કોના અનુસાર, દુનિયામાં 1 કરોડથી વધારે છોકરીઓનું ફરીથી શાળામાં પાછા ફરવું મુશ્કેલ છે. શિક્ષણ મંત્રાલયના આંકડાના અનુસાર, ભારતમાં 24 કરોડથી વધુ બાળકો શાળાએ જાય છે. પરંતુ આ તમામ માર્ચથી સ્કૂલ નથી જઈ રહ્યા.
લોકલ સર્કલ સર્વેના અનુસાર, દેશમાં 62% પેરેન્ટ્સ એવા છે જે આજે પણ તેમના બાળકોને કોરોનાના ડરથી શાળાએ મોકલવા નથી માગતા. આવી સ્થિતિમાં આ પ્રકારની ગાઈડલાઈનથી માતાપિતા અને બાળકોમાં સ્કૂલને લઈને આત્મવિશ્વાસ વધશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.