• Gujarati News
  • Utility
  • Chicken Biryani, Butter Naan And Masala Dhosa Were The Most Served Dishes In The Lockdown.

સ્વિગીનો રિપોર્ટ:લોકડાઉનમાં લોકોની પસંદગીની વાનગી ચિકન બિરયાની, બટર નાન અને મસાલા ઢોસાની સૌથી વધારે ડિલિવરી થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગીએ પોતાના રિપોર્ટઃ ધ ક્વોરન્ટાઈન એડિશનમાં આ ખુલાસો કર્યો
  • ડેટા દર્શાવે છે કે, લોકોએ આ દરમિયાન સૌથી વધારે ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ બટર નાન અને મસાલા ઢોસાના 3.35 લાખ અને 3.31 લાખ ઓર્ડર મળ્યા હતા.

કોરોનાવાઈરસ સંક્રમણને અટકાવવા માટે દેશમાં 22 માર્ચના રોજ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી રેસ્ટોરાં અને પબ પણ બંધ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં લોકો તેમની પસંદની વાનગીઓનો સ્વાદ માણવા માટે ઓનલાઈન ફૂડ ડિલિવરી પર આધાર રાખવો પડ્યો હતો.

ખાવા પીવાની આદતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું
આ દરમિયાન ભારતીયોએ ચિકન બિરયાની માટે સૌથી વધારે 5.5 લાખ ઓર્ડર કર્યા હતા. ઓનલાઈન ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગીએ પોતાના રિપોર્ટઃ ધ ક્વોરન્ટાઈન એડિશનમાં આ ખુલાસો કર્યો છે.

કંપનીના આ રિપોર્ટ દ્વારા લોકડાઉન અને હાલના અનલોકનના તબક્કામાં ગ્રાહકોની ખરીદી અને ખાવા-પીવાની આદતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

તેમાં ફૂડ અને ઓર્ડર્સનો રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે. ડેટા દર્શાવે છે કે, લોકોએ આ દરમિયાન સૌથી વધારે ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ બટર નાન અને મસાલા ઢોસાના 3.35 લાખ અને 3.31 લાખ ઓર્ડર મળ્યા હતા.

કેળા પણ ડિલિવર કરવામાં આવ્યા
સ્વિગીએ ખુલાસો કર્યો કે તેને 32.2 કરોડ કિલો ડુંગળી અને 5.56 કરોડ કિલો કેળા ડિલિવર કર્યા છે. લોકડાઉનમાં દરરોજ રાતે આઠ વાગ્યા સુધી સરેરાશ 65 હજાર ફૂડ પેકેટ ઓર્ડર આવતા હતા. સ્વિગીએ લોકડાઉનમાં ઓન-ડિમાન્ડ ડિલિવરી પ્લેટફોર્મથી ફૂડ, કરિયાણું, અને અન્ય જરૂરી વસ્તુઓની ડિલિવરી કરી હતી.

વધારે ઓર્ડર ચિકન બિરયાનીનો
FMCG બ્રાન્ડે પણ જરૂરી વસ્તુઓ અને ફૂડ ડિલિવરી માટે સ્વિગીની સાથે ભાગીદારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સ્વિગીએ જાન્યુઆરીથી ઓક્ટોબર 2019ની વચ્ચે રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં દેશભરમાંથી સૌથી વધારે ઓર્ડર ચિકન બિરયાનીનો કરવામાં આવ્યો હતો.

બટર મસાલા ઓર્ડર કરવામાં આવ્યા
ત્યારે દર મિનિટે 95 લોકોએ ખાવા માટે ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. આ લિસ્ટમાં ઢોસા બીજા નંબરે છે, જ્યારે ત્રીજા નંબરે સૌથી વધારે પનીર બટર મસાલા ઓર્ડર કરવામાં આવ્યા હતા. મીઠી વાનગીમાં લાવા કેક, ગુલાબ જાંબુના ઓર્ડર મળ્યા હતા. સ્વિગીએ લગભગ 1,20,000 જન્મદિવસની કેક પણ ડિલિવરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...