તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ કે SBI ડિપોઝિટ, ક્યાં રોકાણ કરવાથી વધુ ફાયદો મળશે ચેક કરી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચી લીધો છે. આવી સ્થિતિમાં તમને પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં નાણાંના રોકાણ પર 6.70% લેખે વ્યાજ મળશે. દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ ચૂકવે છે. ક્યાં રોકાણ કરવાથી વધુ ફાયદો મળશે ચાલો જાણીએ.

ટાઇમ ડિપોઝિટ સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબતો

  • પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ કેશ અથવા ચેક દ્વારા કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે.
  • ઈન્ડિયા પોસ્ટના જણાવ્યા અનુસાર, ચેકના કિસ્સામાં સરકારના ખાતાંમાં ચેકની રકમ આવવાની તારીખથી ખાતું ખૂલેલું માનવામાં આવશે.
  • આ અકાઉન્ટ સગીરના નામે અને બે પુખ્ત વયના નામે જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
  • પોસ્ટ ઓફિસમાં FD ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી 1000 રૂપિયાની ડિપોઝિટ કરવી જરૂરી છે. મહત્તમ મર્યાદા નથી.
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5%થી 6.7% લેખે વ્યાજ આપે છે.
  • આ યોજના હેઠળ વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

વ્યાજ દર

સમયવ્યાજ દર (%)
1 વર્ષ5.5
2 વર્ષ5.5
3 વર્ષ5.5
5 વર્ષ6.7

SBI FD પર કેટલું વ્યાજ આપી રહી છે?

સમયગાળો

સામાન્ય નાગરિકો માટે નવો દર (%)
7થી 45 દિવસ2.9
46થી 179 દિવસ3.9
180થી 210 દિવસ4.4
211 દિવસથી 1 વર્ષ4.4
1 વર્ષથી વધુ 2 વર્ષથી ઓછો4.9
2વર્ષથી વધુ 3 વર્ષથી ઓછો5.1
3વર્ષથી વધુ 5 વર્ષથી ઓછો5.3
5વર્ષથી વધુ 10 વર્ષથી ઓછો5.4

​​​5 વર્ષ માટે રોકાણ કરો તો ટેક્સ છૂટનો લાભ મળશે
ટાઇમ ડિપોઝિટ સ્કીમ અને FDમાં 5 વર્ષ માટે રોકાણ કરવા ુપ ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો ફાયદો મેળવી શકાય છે.
ક્યાં રોકાણ કરશો તો તમારા પૈસા ડબલ થઈ જશે?
ટાઇમ ડિપોઝિટ સ્કીમ
આ સ્કીમમાં રોકાણ કરશો તો તમને મહત્તમ 6.70% વ્યાજ મળશે. રૂલ ઓફ 72 મુજબ, જો તમે આ સ્કીમમાં નાણાં રોકશો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ અને 9 મહિનાનો સમય લાગશે.
SBI ફિક્સ ડિપોઝિટ
આમાં મહત્તમ વ્યાજ 5.40% મળી રહ્યું છે, રૂલ ઓફ 72 મુજબ, જો તમે આ યોજનામાં નાણાં રોકશો તો પૈસા ડબલ થવામાં 13 વર્ષ અને 4 મહિનાનો સમય લાગશે.

રૂલ ઓફ 72 શું છે?
નિષ્ણાતો આને સૌથી સચોટ નિયમ માને છે, જેનાથી એ નક્કી કરવામાં આવે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થશે. દાખલા તરીકે, જો તમે બેંકની સ્પેશિયલ સ્કીમ પસંદ કરી છે જ્યાં તમને વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે તો તમારે રૂલ 72 હેઠળ 72ને 8 ભાગમાં વહેંચવો પડશે. એટલે કે, 72/8 = 9 વર્ષ, એટલે કે આ યોજના હેઠળ તમારા નાણાં 9 વર્ષમાં ડબલ થઈ જશે.

નોંધ: બેંકો અને પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાજદરની સમીક્ષા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો