• Gujarati News
  • Utility
  • Check Out This 56 day Validity Plan Of Airtel, Jio And Idea Vodafone Before Recharging The Mobile, This Plan Also Comes With Unlimited Calling Data

રિચાર્જ પ્લાન:મોબાઈલ રિચાર્જ કરાવતાં પહેલાં એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોનના 56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાન જોઈ લો, આ પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ સાથે ડેટા પણ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલ અને વોડાફોન-આઈડિયાના 56 દિવસની વેલિડિટીવાળા 3 પ્લાન ઉપલબ્ધ
  • જિયોના 2 પ્લાન 56 દિવસની વેલિડિટી ઓફર કરે છે

તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકો માટે વિવિધ પ્લાન ઓફર કરે છે. તેમાં 56 દિવસની વેલિડિટીવાળા પ્લાન પણ સામેલ છે. અમે તમને એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોનના 56 દિવસની વેલિડિટીવાળા પ્રિપેઈડ પ્લાનથી અવગત કરાવીશું. આ પ્લાન ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ ઓફર કરે છે.

એરટેલના પ્લાન
558 રૂપિયા

આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. સાથે જ ZEE5 પ્રિમિયમ, એરટેલ Xstream પ્રિમિયમ અને વિન્ક મ્યૂઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

449 રૂપિયા
પ્રતિ દિવસ 2GB ડેટા ઓફર કરતાં આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. સાથે જ ZEE5 પ્રિમિયમ, એરટેલ Xstream પ્રિમિયમ અને વિન્ક મ્યૂઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

399 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. સાથે જ ZEE5 પ્રિમિયમ, એરટેલ Xstream પ્રિમિયમ અને વિન્ક મ્યૂઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં FASTag પર 150 રૂપિયાનું કેશબેક પણ મળે છે.

જિયોના પ્લાન
444 રૂપિયા

આ પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 2000 મિનિટ મળશે. પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા, 100 SMS અને જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

399 રૂપિયા
આ પ્લાનમાં 444 રૂપિયાના પ્લાનની તમામ સુવિધાઓ મળશે. ફરક એટલો રહેશે કે પ્રતિ દિવસ 2GBના બદલે 1.5GB ડેટા મળશે.

વોડાફોન-આઈડિયા
558 રૂપિયા

આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ તેમજ 100 SMSની સુવિધા મળશે.
449 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 4GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ તેમજ 100 SMSની સુવિધા મળશે.
399 રૂપિયા
પ્રતિ દિવસ 1.5GB ડેટા ઓફર કરતા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...