કામની વાત:તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં તે આ પ્રોસેસ ફોલો કરીને તપાસો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UIDAI સુવિધા આપે છે, જેનાથી તમે જાણી શકો છો કે આધાર નંબરનો ક્યારે અને ક્યાં ઉપયોગ થયો છે

આધાર કાર્ડ હવે એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આજે દરેક સરકારી યોજનાનો લાભ લેવાથી લઈને સ્કૂલમાં એડમિશન લેવા જેવા કામમાં આધાર નંબર માગવામાં આવે છે. આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું, ફોન નંબરથી લઈને ફિંગરપ્રિન્ટ સુધીની માહિતી હોય છે. જો તમને પણ એવો ડર હોય કે તમારા આધાર નંબરનો દુરુપયોગ થઈ રહ્યો છે તો તમે તેને સુનિશ્ચિત કરી શકો છો.

હકીકતમાં, આધારને મેનેજ કરતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)આ સુવિધા આપે છે, જેનાથી તમે જાણી શકો છો કે આધાર નંબરનો ક્યારે અને ક્યાં ઉપયોગ થયો છે. આ કામ તમે ઘરેબેઠા સરળતાથી કરી શકો છો.
..
આ રહી તેની પ્રોસેસ...

1. સૌથી પહેલા આધારની વેબસાઈટ અથવા આ લિંક uidai.gov.in/ પર જવું પડશે.

2. અહીં Aadhaar Servicesની નીચેની તરફ Aadhaar Authentication Historyનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

3. અહીં તમને આધાર નંબર અને સિક્યોરિટી કોડ દેખાશે તેને નાખીને Send OTP પર ક્લિક કરવું.

4. ત્યારબાદ આધાર સાથે લિંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP નાખીને Submit પર ક્લિક કરો.

5. ત્યારબાદ તમારે ઓન્થેટિકેશન ટાઈપ અને ડેટ રેન્જ અને OTP સહિત માગવામાં આવેલી તમામ જાણકારીઓ ભરવી પડશે.(નોંધ- તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો.)

6. Verify OTP પર ક્લિક કરતાં જ તમારી સામે લિસ્ટ આવી જશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની જાણકારી હશે.

દુરુપયોગ થયો હોય તો આ રીતે ફરિયાદ કરો
રેકોર્ડ જોઈને જો તમને એવું લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તો તમે તરત તેની ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ અથવા help@uidai.gov.in પર ઈમેલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો અથવા uidai.gov.in/file-complaint લિંક પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો.