કોરોનાની બીજી લહેરમાં હવે આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તો લોકોનો ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ આપી છે. WHOનું માનવું છે કે, બંધિયાર જગ્યાએ કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. તેથી સ્પષ્ટ કહી શકાય કે ઓછાં વેન્ટિલેશનવાળી જગ્યાએ કોરોના ફેલાવાની મોટી સમસ્યા છે.
અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિક્સના જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ્સમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તેમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે ઓછી કિંમતમાં કાર્ડબોર્ડથી તૈયાર એર ક્લીનર ક્લાસરુમ જેવી બંધ જગ્યાએ 47% એરોસોલ તરીકે હવામાં રહેલા કોરોના વાઈરસને અલગ કરી શકે છે.
તેનાથી સંક્રમિત જો ક્લાસરૂમમાં હોય તો વિદ્યાર્થીઓને કોરોનાનું જોખમ ઘટે છે. આ ક્લીનરનો ઉપયોગ આપણે ઘરમાં પણ કરી શકીએ છીએ.
જાણો તેને બનાવવાની રીત
આ એર ક્લીનર સરળતાથી કાર્ડબોર્ડના ફ્રેમ ઉપર એર ક્લીનર અને બોક્સ ફેનને ફિટ કરી બનાવી શકાય છે. કાર્ડબોર્ડની આ ફ્રેમમાં બોક્સ ફેનને ફિલ્ટરની નીચે એવી રીતે અટેચ કરવામાં આવે છે જેથી પંખાની હવા ફિલ્ટરમાંથી પસાર થાય અને નીચે શુદ્ધ હવા નીકળતી રહે.
બોક્સ ફેનની સાઈઝ
0.5m X 0.5m
એર ફિલ્ટર
0.5m X 0.5m X 0.1m,જેની MERV અર્થાત મિનિમમ એફિશિયન્સી રિપોર્ટિંગ વેલ્યૂ 13 હોય.
જે ફિલ્ટરની MERV વધારે તે એટલું સારું.
MERV 13 ફિલ્ટરનું મહત્વ
એવું ફિલ્ટર જે 0.3μm (માઈક્રોમીટરર) થી 1.0μm આકારના 84% પાર્ટિકલ્સને અને 1.0μmથી 3.0μm આકારના 90% પાર્ટિકલ્સને પાસ ન થવા દે.
5μmથી નાનાં હોય છે એરોસોલ
શિક્ષકને સંક્રમિત માનીને 24 મોડેલ તૈયાર કરાયા
વેન્ટિલેટરવાળા ક્લાસરુમનું મોડેલ બનાવવામાં આવ્યું
અમેરિકાના મોટા ભાગની પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં એક હોરિઝોન્ટલ યુનિટ વેન્ટિલેટર હોય છે. તેમનો એર ચેન્જ પર અવર કેલક્યુલેશન 2 હોય છે. અર્થાત દર એક કલાકે રૂમની હવા 2 વાર બદલાય છે. તેથી એક્સપેરિમેન્ટમાં આવાં જ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
એક્સપેરિમેન્ટમાં ક્લાસરૂમની સાઈઝ
10 મીટર લાંબો, 5 મીટર પહોળો અને 3 મીટર ઊંચો અર્થાત 32.8 ફૂટ X 16.4 ફૂટ X 9.8 ફૂટનો રૂમ.
રિસર્ચર્સે 24 વિવિધ પરિસ્થિતિઓમાં ફિલ્ટરની અસર તપાસી, અમે તેમાંની 6 સ્થિતિઓનું પરિણામ જાણીએ...
1. જ્યારે સંક્રમિત શિક્ષક ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ સામે હતા અને એક ક્લીનર નહોતું
2. જ્યારે સંક્રમિત શિક્ષક ક્લાસરૂમમાં હતા અને એર ક્લીનર નહોતું
3. જ્યારે સંક્રમિત શિક્ષક બ્લેકબોર્ડ સામે હતા અને તેમની નજીક એર ક્લીનર રાખ્યું હતું
4. જ્યારે સંક્રમિત શિક્ષક બ્લેકબોર્ડ સામે હતા અને એર ક્લીનર વેન્ટિલેટર પાસે મૂક્યું હતું
5. જ્યારે સંક્રમિત શિક્ષક બ્લેકબોર્ડ સામે હતા અને એર ક્લીનર વેન્ટિલેટરથી દૂર મૂક્યું હતું
6. જ્યારે સંક્રમિત શિક્ષક બ્લેકબોર્ડ સામે હતા અને એર ક્લીનર ક્લાસરૂમમાં પાછળ મૂક્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.