1 માર્ચ એટલે કે આજથી બેકિંગ અને ફાસ્ટેગ સહિત અન્ય ઘણી કામની વસ્તુઓમાં ફેરફાર થવાનો છે. આ ફેરફારની અસર તમારી જિંદગી પર પણ પડશે. વિજયા બેંક અને દેના બેંકનાં IFSC કોડ 1 માર્ચ 2021થી કામ કરતા બંધ થઇ જશે.આ બેંકના ગ્રાહકોએ નવા IFSC કોડ લેવા પડશે. અમે તમને આ 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ.
1. દેના અને વિજયા બેંકના જૂના IFSC કોડ કામ નહિ કરે
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં દેના બેંક અને વિજયા બેંકને બેંક ઓફ બરોડા (BoB)માં મર્જર કરી હતી, એ પછી આ બંને બેંકના ગ્રાહકો બેંક ઓફ બરોડાનાં ગ્રાહકો બની ગયા. વિજયા અને દેના બેંકના IFSC કોડ 1 માર્ચ 2021થી બંધ થઇ જશે. તેવામાં વિજયા અને દેના બેંકની શાખા પરથી નવો IFSC કોડ લેવો પડશે.
તમે 1800 258 1700 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો કે પછી બેંક બ્રાન્ચ પર પણ વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત તમે મેસેજ કરીને પણ નવો કોડ લઇ શકો છો. આ ઉપરાંત તમે "MIGR Last 4 digits of the old account number" મેસેજ લખીને પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988 પર મોકલવો પડશે.
2. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ નહિ મળે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ કહ્યું કે, 1 માર્ચથી ગ્રાહકોને ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ખરીદવા માટે 100 રૂપિયા આપવા પડશે. આની પહેલાં NHAI દ્વારા ટોલ પ્લાઝા પર ફ્રી ફાસ્ટેગ મળતું હતું, પરંતુ હવે તમારે ચાર્જ આપવો પડશે.
3. SBI ગ્રાહકોને KYC ફરજિયાત
1 માર્ચથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે ફરજિયાત કર્યું છે. જે પણ ગ્રાહકો અપડેટ નહિ કરે, તેમાં ખાતામાં સરકારી યોજનાઓ પર મળતી સબસિડીની રકમ જમા નહિ થઇ શકે. આ બાબતે દેશની સૌથી મોટી બેંકે પહેલેથી જ આદેશ જાહેર કર્યા છે.
4. ગેસ સિલિન્ડરનાં ભાવ બદલાયા
દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 14.2 કિલોગ્રામનાં સબસિડી વગરનાં સિલિન્ડરમાં કંપનીએ 25 રૂપિયાનો વધારો કર્યો છે.
5. કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ
દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો રાઉન્ડ 1 માર્ચથી શરૂ થઇ ગયો છે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલમાં રસી આપવામાં આવશે. તેમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં બીમાર લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. જો આ એજ ગ્રુપના લોકો સરકારી કેન્દ્રોમાં જાય છે તો તેમને ફ્રીમાં વેક્સિન મળશે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમને રૂપિયા આપવા પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.