• Gujarati News
  • Utility
  • Change In Small Savings Scheme Interest, Implementation Of Tokenization System In Payments, Reduction In Cylinder Prices

આજથી આ 6 મોટા ફેરફાર:નાની બચત યોજનાના વ્યાજદરમાં થયો ફેરફાર, પેમેન્ટમાં ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ, સિલિન્ડરના ભાવમાં ઘટાડો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે દર મહિને ઘણા ફેરફાર થતા હોય છે. 1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગું કરવામાં આવશે.

આજે અમે તમને 1 ઓક્ટોબરથી કયા 6 પ્રકારના ફેરફાર થયા છે એ અંગે જણાવીશું

ઇન્કમટેક્સ ભરતાં લોકો અટલ પેન્શનમાં રોકાણ નહિ કરી શકે
1 ઓકટોબરથી એટલે કે આજથી ઇન્કમટેક્સ ભરતા લોકો અટલ પેન્શનના લાભ નહિ લઇ શકે. હાલના નિયમ અનુસાર 18 વર્ષથી 40 વર્ષ સુધીના ઇન્કમટેક્સ ભરતા કે ન ભરતા કોઇપણ ભારતીય વ્યક્તિ રોકાણ કરે છે. આ યોજના હેઠળ દર મહિને 5 હજાર સુધીનું પેન્શન આપવામાં આવે છે.

ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ થયો

1 ઓકટોબરથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ આવ્યા બાદ વેપારી, પેમેન્ટ એગ્રિગેટર અને પેમેન્ટ ગેટ વે ગ્રાહકોની કાર્ડની કોઇપણ જાણકારી સ્ટોર નહિ કરી શકે. ટોકનાઇઝેશન સિસ્ટમનો ઉદ્દેશ ઓનલાઇન બેંકિંગ ફ્રોડને રોકવાનો છે.

સામાન્ય રીતે દર મહિને ઘણા ફેરફાર થતા હોય છે. 1 ઓકટોબરથી એટલે કે આજથી દેશમાં ઘણા ફેરફાર થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ નહિ કરી શકે. આ સિવાય આજથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને નોમિનેશન ડિટેઇલ આપવી જરૂરી
1 ઓકટોબરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને નોમિનેશન ડિટેઇલ આપવી પડશે. જો નોમિનેશન ડિટેઇલ નથી આપે તો એક ડિક્લરેશન ભરવું પડશે, ડિક્લરેશનમાં નોમિનેશનની સુવિધા ન લેવાની જાણ કરવી પડશે.

એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC)એ રોકાણકારની જરૂરિયાત મુજબ ફિઝિકલ અથવા ઓનલાઈન મોડમાં નોમિનેશન ફોર્મ અથવા ડિક્લરેશન ફોર્મનો વિકલ્પ આપવો પડશે. ફિઝિકલ વિકલ્પ હેઠળ ફોર્મમાં રોકાણકારની સહી હશે, જ્યારે ઓનલાઈન ફોર્મમાં રોકાણકાર ઈ-સાઇન સુવિધાનો ઉપયોગ કરી શકશે.

નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો

યોજનાવ્યાજદર
સિનિયર સિટિઝન સેવિંગ યોજના7.60
સુકન્યા સમૃદ્ધિ યોજના7.60
PPF7.10
કિસાન વિકાસપત્ર6.90
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ6.80
ટાઇમ ડિપોઝિટ6.70
મંથલી ઇન્કમ યોજના6.70
રેકરિંગ ડિપોઝિટ5.80
સેવિંગ અકાઉન્ટ4.00

સરકારે પોસ્ટ ઓફિસની ઘણી નાની બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.7% કરવામાં આવ્યો છે. 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજદર 5.5%થી વધારીને 5.8% કરવામાં આવ્યો છે.

સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદર હવે 7.4%થી વધીને 7.6% થઈ ગયો છે. એ જ સમયે માસિક આવક ખાતા યોજનામાં હવે 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ સિવાય કિસાન વિકાસપત્ર પર વ્યાજદર 6.9%થી વધીને 7.0% થયો છે.

ડિમેટ એકાઉન્ટના નિયમમાં પણ ફેરફાર
ડિમેટ એકાઉન્ટહોલ્ડરોએ 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂરું કરવું પડશે. એ પછી જ તમે તમારા ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકશો. જો તમે આ નથી કરતાં તો તમે 1 ઓક્ટોબરથી ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકશો નહીં.

NSE અનુસાર, સભ્યોએ તેમના ડિમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરવા માટે બાયોમેટ્રિક ફેક્ટરનો ઉપયોગ ઓથેન્ટિકેશન તરીકે કરવો પડશે. બીજું ઓથેન્ટિકેશન 'નોલેજ ફેક્ટર' હોઈ શકે છે, જેમાં પાસવર્ડ, PIN અથવા કોઈપણ ફેક્ટર હોઈ શકે છે.

ગેસ-સિલિન્ડર કિંમતમાં ઘટાડો
દર મહિને 1 તારીખે એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા 1 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલી કિંમત અનુસાર 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે. રાજધાની દિલ્હીમાં એની કિંમત 1,885 રૂપિયાથી ઘટીને 25.50 રૂપિયાથી 1859.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કિંમત 36.5 રૂપિયા ઘટીને રૂ. 1,995.50થી રૂ. 1959.00 કરવામાં આવી છે.

મુંબઈમાં 1,844માં રૂ. 35.5 ઘટીને રૂ. 1811.50 અને ચેન્નઇમાં રૂ. 2,045 ઘટીને રૂ. 36 ઘટીને રૂ. 2009 થઈ ગઈ છે. આ સળંગ છઠ્ઠી વખત ભાવ ઘટ્યા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં 14.2 કિલોના ગેસ-સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે.