તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Central Government Announces New Guidelines, Uploading Corona's Negative Report Could Provide Relief From Institutional Quarantine

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે માર્ગદર્શિકા:કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવા પર ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાંથી રાહત મળી શકશે

2 મહિનો પહેલા
  • ગાઈડલાઈનના જણાવ્યા પ્રમાણે, આ ટેસ્ટ યાત્રા શરૂ થયાના 96 કલાક પહેલા કરાવવાનો રહેશે, ત્યારબાદ રિપોર્ટને પોર્ટલ પર અપલોડ કરવો પડશે
  • આ ગાઈડલાઈન 8 ઓગસ્ટથી લાગુ થશે, દરેક મુસાફરોએ રિપોર્ટની માન્યતા માટે એક ડિક્લેરેશન સબમિટ કરાવવું પડશે

કેન્દ્ર સરકારે રવિવારે ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં ક્વોરન્ટાઈન સાથે જોડાયેલા નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન 8 ઓગસ્ટથી લાગુ થશે. તેના અંતર્ગત જે ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ કોરોના માટે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ જમા કરશે, તેને જ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં છૂટ આપવામાં આવશે.

ગાઈડલાઈનના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ યાત્રા શરૂ થયાના 96 કલાક પહેલા કરાવવાનો રહેશે. ત્યારબાદ રિપોર્ટને પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાંથી છૂટ મળ્યા બાદ પણ મુસાફરોએ 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈનની શરતનું પાલન કરવાનું રહેશે.

ગાઈડલાઈનની મુખ્ય બાબતો

  • દરેક ટ્રાવેલર્સે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. યાત્રા શરૂ થયાના 4 દિવસની અંદર આ ટેસ્ટ કરાવવો પડશે.
  • દરેક મુસાફરે રિપોર્ટની માન્યતા માટે એક ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે. ડિક્લેરેશન ખોટું હોવાનું માલુમ પડશે તો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવી શકે છે.
  • મુસાફરોએ પ્રવાસ શરૂ કરવાના 72 કલાક પહેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સબમિટ કરાવવાનું રહેશે.
  • જો મુસાફરની પાસે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ નથી તો તેને 7 દિવસ સુધી ફરજિયાત પેડ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન અને ત્યારબાદ 7 દિવસના હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.
  • સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી, પરિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી અને 10 વર્ષની ઓછી ઉંમરના બાળકોવાળા માતા-પિતા જેવા કિસ્સાઓમાં ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં છૂટ મળશે. જો કે, તેમ છતાં મુસાફરને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનની મંજૂરી આપવામાં આવશે.
  • મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ, સીપોર્ટ અને લેન્ડપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ દરમિયાન લક્ષણ જોવા મળશે તો મુસાફરને તરત આઈસોલેટ કરવામાં આવશે. પ્રોટોકોલના અનુસાર, તેને મેડિકલની સુવિધા પણ આપવામાં આવશે.
  • થર્મલ સ્ક્રીનિંગ બાદ જે મુસાફરોને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાંથી રાહત આપવામાં આવી છે, તેમને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન પહેલા સ્ટેટ કાઉન્ટર પર પોતાના તમામ દસ્તાવેજોની તપાસ કરાવવાની રહેશે.
  • બાકીના મુસાફરોને સૂટેબલ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન ફેસિલિટી માટે લઈ જવામાં આવશે, જેની વ્યવસ્થા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો