તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Central Bank Of India's Loans Became Cheaper, The Bank Reduced Interest Rates On Loans

રાહત:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન સસ્તી થઈ, બેંકે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સ (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કર્યો
  • બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક અને યુકો બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સ (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ સમયગાળાની લોન માટે કરવામાં આવ્યો છે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે MCLR 7.15 ટકાથી ઘટાડીને 7.10 ટકા કરવામાં આવ્યો છે. નવા દર 15 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. અગાઉ બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક અને યુકો બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

આ છે નવા દર
એક દિવસ અને એક મહિનાના સમયગાળાની લોન માટે MCLR ઘટીને હવે 6.55 ટકા થઈ ગયો છે, જે અગાઉ 6.60 ટકા હતો. બેંકે 3 મહિના અને 6 મહિનાની અવધિની લોન પર પણ MCLRમાં ઘટાડો કર્યો છે. આ સમયગાળા માટેના લોન દર અનુક્રમેઃ 6.85 ટકા અને 7 ટકા હશે. એક વર્ષના સમયગાળાની લોન માટે MCLR 7.15થી ઘટાડીને 7.10 ટકા કરવામાં આવ્યો છે.

આ બેંકોએ પણ ઘટાડો કર્યો છે
બેંક ઓફ મહારાષ્ટ્ર
બેંકે એક વર્ષની લોન પર MCLR 7.40 ટકાથી ઘટાડીને 7.30 ટકા કરી દીધો છે. તેમજ 6 મહિનાની લોન પર MCLR 7.30 ટકાથી 7.25 ટકા કરી દીધો છે. બેંકના નવા દર સોમવારથી લાગુ થઈ ગયા છે. બેંક ઓફ મહારાષ્ટ્રે એક દિવસ પહેલાં, એક મહિના અને ત્રણ મહિનાની લોન માટે MCLR સુધારો કરીને ક્રમશઃ6.80 ટકા, 7 ટકા અને 7.20 ટકા કરી દીધો છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેંક
ઈન્ડિયન ઓવરસીઝ બેંકે તમામ ટર્મ લોન માટે MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે એક વર્ષની લોન માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેડિંગ રેટ્સ (MCLR)માં 7.55 ટકાનો ઘટાડો કર્યો છે. તે ઉપરાંત 3 મહિના અને 6 મહિનાનો MCLR ઘટાડીને અનુક્રમેઃ7.45 ટકા અને 7.55 કરવામાં આવ્યો છે. બેંકના નવા દર 10 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેના MCLRમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર શુક્રવારથી લાગુ થઈ ગયા છે. ગુરુવારે બેંકના જણાવ્યા પ્રમાણે, એક વર્ષના સમયગાળાની લોન પર MCLR 7.25 ટકા ઘટીને 7.20 ટકા કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે એક દિવસ અને એક મહિનાની અવધિની લોનના વ્યાજ દર ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યો.

યુકો બેંક
યુકો બેંકે પણ MCLRમાં 0.50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે તેના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, એક વર્ષની અવધિવાળી લોન પર આ દર 7.40 ટકાથી ઘટીને 7.35 ટકા થઈ ગયો છે. આ ઘટાડો અન્ય તમામ અવધિની લોન પર સમાન રીતે લાગુ થશે.

MCLR શું છે?
બેંક 2016થી માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેડિંગ રેટ્સ (MCLR)ના આધારે લોન આપે છે. હવે તમે કોઈપણ બેંકમાંથી લોન લો છો તો બેંક દ્વારા લેવામાં આવતા ઓછામાં ઓછા વ્યાજ દરને બેઝ રેટ કહેવામાં આવે છે. આ બેઝ રેટની જગ્યાએ હવે બેંક MCLRનો ઉપયોગ કરી રહી છે. જેની ગણતરી બેંકના ઓપરેટિંગ ખર્ચ અને કેશ રિઝર્વ રેશિયોને જાળવી રાખવાના ખર્ચના આધારે કરવામાં આવે છે. બાદમાં તેની ગણતરીના આધાર પર લોન આપવામાં આવે છે. તે બેઝ રેટ કરતા સસ્તી હોય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો