તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Central Bank Of India Launches Immune India Deposit Scheme To Promote Vaccination, Now Customers Will Get 0.25% More Interest On FDs

સુવિધા:વેક્સિનેશનને પ્રમોટ કરવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ રજૂ કરી, હવે ગ્રાહકોને FD પર 0.25% વ્યાજ વધુ મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશનને પ્રેરિત કરવા માટે ખાસ ડિપોઝિટ સ્કીમ આવી
  • ફિક્સ્ડ ડિપોઝિટ પર બેંક 5.1% સુધીનું વ્યાજ આપી રહી છે

કોવિડ-19 ચેપ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એને રોકવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. આમાં વધુ ને વધુ લોકોને રસી આપવાનો સમાવેશ થાય છે. સરકાર લોકોને ઘણી રીતે રસી લેવા પ્રેરણા આપી રહી છે. હવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પણ લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા એક વિશેષ ડિપોઝિટ સ્કીમ લઈને આવી છે.

આ સ્પેશિયલ સ્કીમ શું છે?
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ નામની એક વિશેષ ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ ફક્ત એ લોકો માટે જ છે જેમણે કોવિડ રસી લીધી છે. આ યોજના અંતર્ગત, જેમણે રસી મુકાવી છે તેમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વર્તમાન દર કરતાં 0.25% વધુ મળશે. જેમને વેક્સિન નથી લીધી તેમને આ સ્કીમનો લાભ નહીં મળે.

સીમિત સમયગાળા માટે ઓફર
બેંકે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સ્કીમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 1,111 દિવસનો છે અને આ સ્કીમ મર્યાદિત સમયગાળા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, રસીકરણ કરાવનારા સિનિયર સિટિઝન્સને ડિપોઝિટ પર 0.50% વધુ વ્યાજ મળશે. બેંકનું કહેવું છે કે આ યોજના વધુ ને વધુ લોકોને રસીકરણ માટે પ્રેરણા આપવા માટે શરૂ કરવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક FD પર 5.1% સુધીનું વ્યાજ આપે છે
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ આપી રહી છે. આ અંતર્ગત, બેંક 2.75%થી લઇને 5.1% જેટલું વ્યાજ આપે છે. 8 જાન્યુઆરી 2021થી બેંક સમયગાળા મુજબ નીચે મુજબનું વ્યાજ આપી રહી છે.

સમયગાળોવ્યાજ દર (%)
7-14 દિવસ2.75
15-30 દિવસ2.90
31-45 દિવસ2.90
46-59 દિવસ3.25
60-90 દિવસ3.25
91-179 દિવસ3.90
180-270 દિવસ4.25
271-364 દિવસ4.25
1 વર્ષ કરતાં વધારે 2 વર્ષથી ઓછો4.90
2 વર્ષ કરતાં વધારે 3 વર્ષથી ઓછો5.00
3 વર્ષ કરતાં વધારે 5 વર્ષથી ઓછો5.10
5 વર્ષ કરતાં વધારે 10 વર્ષથી ઓછો5.10