• Gujarati News
  • Utility
  • Center Launched Cowin API, Companies Will Know From Mobile Number Whether The Employee Has Been Vaccinated Or Not

ન્યૂ સર્વિસ:કેન્દ્ર સરકારે નવું કોવિન API લોન્ચ કર્યું, મોબાઈલ નંબરથી કંપની પોતાના કર્મચારીનું વેક્સિનેટેડ સ્ટેટસ જાણી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીને મળેલો OTP સબમિટ કર્યા બાદ જ કંપની તેનું વેક્સિનેટેડ સ્ટેટસ જોઈ શકશે
  • આ ઈન્ટરફેસમાં કંપની કર્મચારીના વેક્સિનેશનની અપડેટ પણ જોઈ શકશે

કોરોના વાઈરસના રસીકરણનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અત્યાર સુધી કોવિન પોર્ટલ એક્ટિવ હતું. કેન્દ્ર સરકારે હવે તેનું નવું API (એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ) લોન્ચ કર્યું છે. આ એપ્લિકેશન પરથી યુઝર અન્ય યુઝરના વેક્સિનેટેડ સ્ટેટસ જાણી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કંપની ફિઝિકલ સર્ટિફિકેટને બદલે માત્ર કર્મચારીનું વેક્સિનેટેડ સ્ટેટસ જાણવા માગતી હોય કે તેણે કેટલા ડોઝ લીધા છે તેના માટે આ API કારગર સાબિત થશે.

આ રીતે કામ કરશે

કંપનીએ તેનાં API પર કર્મચારીઓના મોબાઈલ નંબર અને નામ સબમિટ કરવાના રહેશે. જોકે આટલું કરવાથી કંપનીને કર્મચારીનું સ્ટેટસ નહિ મળે. તેના માટે કર્મચારીની પરમિશન પણ જોઈશે. કર્મચારીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP સબમિટ કર્યા બાદ જ કંપની તેનું વેક્સિનેટેડ સ્ટેટસ જાણી શકશે.

વેક્સિનેટેડ સ્ટેટસ કંપનીને આંકડામાં જોવા મળશે. કર્મચારીની વેક્સિનેટેડ સ્ટેટસની અપડેટ પણ જોવા મળશે. કર્મચારીના નામની આગળ આંકડામાં સ્ટેટસ જાણી શકાશે જે આ પ્રમાણે હશે:

  • 0- યુઝરે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી
  • 1- યુઝર આંશિક રીતે વેક્સિનેટેડ છે
  • 2- યુઝર સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છે