તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCI)એ 482 એપ્રેન્ટિસ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માગી છે. આ પોસ્ટ્સ માટે ઉમેદવારો 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. એપ્રેન્ટિસની પોસ્ટ્સ પર અરજીઓ શરૂ થઈ ચૂકી છે અને આ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ apprenticeshipindia.org પર જઇને અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ હેઠળ મિકેનિક, વેલ્ડર, મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન, પમ્પ ઓપરેટર, સર્વેયર વગેરેની 48 પોસ્ટ ભરવામાં આવશે.
પોસ્ટની સંખ્યા - 482
પોસ્ટ | સંખ્યા |
મિકેનિક (અર્થમૂવિંગ મશિનરી) | 42 |
વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) | 42 |
વાયરમેન | 42 |
સ્વિચ બોર્ડ અટેન્ડન્ટ | 42 |
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (પેથોલોજી) | 42 |
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (રેડિયોલોજી) | 42 |
મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (કાર્ડિયોલોજી) | 42 |
મલ્ટિમીડિયા એન્ડ વેબપેજ ડિઝાઇનર | 10 |
IT એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ | 10 |
શોટ ફાયર/બ્લાસ્ટર માઇન | 42 |
મિકેનિક મોટર વ્હીકલ | 42 |
એલિજિબિલિટી
CCIની આ પોસ્ટ્સ પર અરજી કરનારા ઉમેદવારો કોઇપણ માન્યતા મેળવેલા બોર્ડમાંથી 10મું અને 12મું ધોરણ પાસ હોવું જોઇએ. જો ઉમેદવારો PCM ગ્રૂપ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)ના હોય તો શ્રેષ્ઠ છે.
વય મર્યાદા
આ પોસ્ટ્સ માટે ઉમેદવારની ઉંમર 18થી 21 વર્ષ વચ્ચે હોવી જોઇએ.
સેલરી
સિલેક્શન થવા પર ઉમેદવારને દર મહિને 6,000 રૂપિયા સેલરી મળશે. વધુ માહિતી જાણવા ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરી શકાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.