તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE To Announce Exam Schedule On February 2, Union Education Minister Announces During Talks With CBSE Chiefs

CBSE બોર્ડ 2021:CBSE 2 ફેબ્રુઆરીએ પરીક્ષાનું શિડ્યુઅલ જાહેર કરશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ CBSEના વડાઓ સાથે વાતચીત દરમિયાન જાહેરાત કરી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે CBSEના પ્રમુખો સાથે વાતચીત દરમિયાન જાણકારી આપી કે CBSE બોર્ડ પરીક્ષા 2021 માટે ડેટશીટ 2 ફેબ્રુઆરી, મંગળવારે જાહેર કરવામાં આવશે. લાઈવ ઈન્ટરએક્શન દરમિયાન નિશંકે કહ્યું કે, NEP અંતર્ગત પ્રાઈમરી લેવલમાં શિક્ષણના માધ્યમથી પ્રાદેશિક ભાષાને તમામ ભારતીય સ્કૂલોમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 1000 CBSE સ્કૂલના આગેવાનો સામેલ થયા હતા.

વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 6 ધોરણ બાદ વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યના નિર્માણ માટે પોતાના નોલેજ અને અનુભવ બંનેનો ઉપયોગ કરી શકે.

CBSEએ જાણકારી આપી
આ અંગે CBSEની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં 21મી સદી પહેલાની શિક્ષણ નીતિ છે. તેમાં પ્રાઈમરીથી લઈને સીનિયર સેકન્ડરી એજ્યુકેશનની વિશાળ શ્રેણીને સામેલ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિનો હેતુ શિક્ષણનું વૈશ્વિકરણ અને શિક્ષણને સુલભ, ન્યાયસંગત અને સમાવિષ્ટ બનાવવાનો છે. આવું ત્યારે શક્ય થઈ શકે છે જ્યારે તેને તમામ સ્તરો પર તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવે.

પ્રેક્ટિસ પ્રોગ્રામની શરૂઆત થશે
આ વાતચીતની શરૂઆત કરતા CBSE રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે જાગૃતિ લાવવા માટે દેશમાં તેના 250 સક્રિય સહોદય સ્કૂલ પરિસરો દ્વારા પ્રેક્ટિસ પ્રોગ્રામની પણ શરૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...