તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE Started Coding And Data Science Courses In Collaboration With Microsoft Under New Education Policy From Academic Year 2021 22

NEP 2020:CBSEએ નવી શિક્ષણ નીતિ હેઠળ કોડિંગ અને ડેટા સાયન્સનો કોર્સ શરુ કર્યો, એકેડમિક યર 2021-22થી વિદ્યાર્થીઓ ભણી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કોર્સ માટે CBSEએ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે
  • ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓ માટે કોડિંગ અને ડેટા સાયન્સના કોર્સમાં ધોરણ 8થી 12નાં વિદ્યાર્થીઓ સામેલ થઈ શકશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વિદ્યાર્થીઓ માટે કોડિંગ અને ડેટા સાયન્સનાં કોર્સની શરુઆત કરી છે. સિલેબસ બનાવવા માટે CBSEએ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. આ માટે ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓ માટે કોડિંગ અને ડેટા સાયન્સના કોર્સમાં ધોરણ 8થી 12નાં વિદ્યાર્થીઓ સામેલ થઈ શકશે. આ વિષયોને એકેડમિક યર 2021-2022થી સ્કિલિંગ સબ્જેક્ટના રૂપે રજૂ કરવામાં આવશે.

આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું, NEP 2020 હેઠળ અમે સ્કૂલમાં ડેટા સાયન્સ અને કોડિંગ શરુ કરવાનો વાયદો કર્યો હતો. આજે CBSE માટે તે વાયદો પૂરો થતા ખુશી થઈ રહી છે. માઈક્રોસોફ્ટની મદદથી CBSE ભારતની ભાવી પેઢીને નવા જમાના માટે સશક્ત બનાવી રહી છે.

માઈક્રોસોફ્ટે સપ્લીમેન્ટ્રી હેન્ડબુક તૈયાર કરી
આ માટે માઈક્રોસોફ્ટે NCERT પેટર્ન અને સ્ટ્રક્ચર પ્રમાણે કોડિંગ અને ડેટા સાયન્સમાં સપ્લીમેન્ટ્રી હેન્ડબુક તૈયાર કરી છે. આ હેન્ડબુક એક ઓપન-સોર્સ પ્લેટફોર્મને એક્સપોઝર આપશે. તે વિદ્યાર્થીઓને મેથ્સ, લેન્ગવેજ અને સોશિયલ સાયન્સ સહિત દરેક વિષયને સારી રીતે શીખવા માટે સક્ષમ બનાવશે, જયરે ડેટા સાયન્સ AI-બેઝ્ડ એપ્લિકેશનનો પાયો નાખવામાં મદદરૂપ થશે.

વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શીખવામાં મદદ મળશે
CBSEના અધ્યક્ષ મનોજ આહુજાએ કહ્યું, અમે એક એવી દુનિયા તૈયાર કરી રહ્યા છીએ, જે ટેક્નોલોજી પર વધારે નિર્ભર રહે છે. આખા દેશના વિદ્યાર્થીઓ અને ટીચર્સને આ ડિજિટલ દુનિયામાં સફળ બનાવવા માટે તૈયાર કરવા જરૂરી છે. કોડિંગ અને ડેટા સાયન્સનો નવો સિલેબસ અમે માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને શરુ કર્યો છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શીખવામાં મદદ કરશે.

આવનારી દુનિયા માટે વિદ્યાર્થીઓ સશક્ત બનશે
માઈક્રોસોફ્ટ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નવતેજ બલે કહ્યું, કોડિંગ અને ડેટા સાયન્સ જેવી સ્કિલ્સ ભવિષ્યની પૂંજી છે. અમે આવતીકાલની દુનિયા બનાવવા માટે આજના બાળકોને સશક્ત બનાવવા માટે એકદમ તૈયાર છીએ અને CBSE સાથેની પાર્ટનરશિપ એક મજબૂત નિર્ણય છે.

અન્ય સમાચારો પણ છે...